૧૯૮૧માં રિલીઝ થયેલી ‘પ્રેમ ગીત’ ફિલ્મના ગીતની એક લાઈન ‘ન ઉમ્ર કી સીમા હો ન જન્મ કા હો બંધન...’ બોલીવુડ અભિનેતા પર બિલકુલ બંધ બેસે છે. હાલના દિવસોમાં મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂરના અફેરની ખૂબ ચર્ચા ચાલી રહી છે અને તેનાથી પણ વધારે ચર્ચા તેમની વચ્ચેના એજ ગેપની રહી છે. બંનેની ઉંમર વચ્ચે લગભગ ૧૧ વર્ષનું અંતર છે. આ જ કારણસર તેમને મોટાભાગે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન મલાઈકા અરોરાએ કહ્યું હતું કે આપણે એક એવા સમાજમાં રહીએ છીએ, જ્યાં એક મોટી ઉંમરની મહિલા પોતાનાથી નાની ઉંમરના છોકરાને પ્રેમ કરે, તો લોકો તેને એક્સેપ્ટ નથી કરી શકતા.

સમાજમાં એવી માન્યતા છે કે લગ્ન સમયે છોકરીની ઉંમર હંમેશાં છોકરાથી નાની હોવી જેાઈએ, કારણ કે માનવામાં આવે છે કે પતિ ઘરની મુખ્ય વ્યક્તિ હોય છે, તેથી તે વધારે અનુભવી અને સમજદાર હોવી જેાઈએ. ભારતમાં સરકાર તરફથી પણ લગ્નની કાયદેસર ઉંમર છોકરા માટે ૨૧ વર્ષ અને છોકરી માટે ૧૮ વર્ષ રાખવામાં આવી છે. પરંતુ બદલાતા સમયમાં પ્રેમ કરવાના અંદાજમાં પણ ખૂબ બદલાવ આવ્યો છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે છોકરાઓનું પોતાનાથી મોટી ઉંમરની છોકરીઓ પ્રતિ આકર્ષિત થવું. હવે અંતરને નજરઅંદાજ કરીને તેને પ્રેમ અને સન્માનના ભાવથી જેાવામાં આવી રહ્યો છે. છોકરાઓ પણ પોતાનાથી ઉંમરમાં નાની નહીં, પરંતુ પોતાનાથી મોટી છોકરીઓને વધારે પસંદ કરવા લાગ્યા છે. બોલીવુડથી લઈને હોલીવુડ સુધીમાં આ પ્રકારના ઘણા બધા કપલ્સ મળશે, જેમની ઉંમરમાં સારો એવો તફાવત રહ્યો છે.

ઈમેન્યૂઅલ મેક્રોં : ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોં પોતાની પત્ની બ્રિજેટ મેક્રોંથી ૨૪ વર્ષ નાના છે. જે સમયે ઈમેન્યૂઅલ મેક્રો સ્કૂલમાં ભણતા હતા ત્યારે બ્રિજેટ તેમના ટીચર હતા અને બંને વચ્ચે તે જ સમયે પ્રેમ પાંગર્યો હતો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....