હું ૨૬ વર્ષની છું અને મારો બોયફ્રેન્ડ મારાથી ૫ વર્ષ મોટો છે. શું આ કારણસર સેક્સ સંબંધમાં કોઈ સમસ્યા આવી શકે છે? હું તેની સાથે સેક્સ કરવા ઈચ્છુ છું, પરંતુ લાગે છે કે તે મને સાથ નથી આપી શકતો, કારણ કે એક વાર જ્યારે લાંબા સમય સુધી ફોરપ્લે કર્યા પછી પણ તે પોતાના પેનિસને ઈંસર્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે વારંવાર કોશિશ કરવા છતાં પણ તે સફળ થઈ શકતો નહોતો. શું તેને કોઈ સમસ્યા હશે? પ્લીઝ સલાહ આપો?
તમારા પાર્ટનરની ઉંમર એટલી પણ નથી કે તે સેક્સ કરવામાં સક્ષમ ન હોય. હકીકત એ છે કે જેા તે યોગ્ય આહાર સંબંધિત સૂચનોનું પાલન કરે અને નિયમિત એક્સર્સાઈઝ કરે તો સેક્સનો આનંદ લાંબા સમય સુધી લઈ શકશે. આવું સામાન્ય રીતે સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સની જાણકારીના અભાવે થતું હોય છે. શક્ય છે કે ઉતાવળના લીધે અથવા કોઈ ભયના લીધે તે સેક્સ સંબંધ બાંધવામાં નિષ્ફળ રહેતો હોય.
સેક્સ શાંતિથી કરવાની પ્રક્રિયા છે, જેમાં બંને પાર્ટનરનું મન શાંત હોવું જેાઈએ અને વાતાવરણ પણ એકાંતભર્યું અને શાંત હોવું જરૂરી છે. તેથી સારું એ જ રહેશે કે સેક્સ પહેલાં તમે બંને ફોરપ્લેનો આનંદ લો. જ્યારે સાથી પૂરી રીતે સેક્સ માટે તૈયાર થાય ત્યારે પાર્ટનરને પેનિસ ઈન્સર્ટ કરવા કહો. આમ કરવાથી ખરેખર તમને બંનેને ચરમસુખની પ્રાપ્તિ થશે, પરંતુ ધ્યાન રાખો, પુરુષ સાથીને સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાનું કહો.

હું ૨૮ વર્ષની મહિલા છું. ગત વર્ષે મારા લગ્ન થયા છે. લગ્ન પછી સાસરીમાં આવી ત્યારે ૨-૩ દિવસમાં સમજી ગઈ કે પતિ ‘મમ્માઝ બોય’ છે. તે તેની માને પૂછીને બધા કામ કરે છે અને મારી એક પણ વાત માનતા નથી. ખાવાથી લઈને પડદાના રંગ સુધ્ધાંની પસંદગી મારી સાસુ કરે છે અને મારી વાતને તેઓ જરા પણ મહત્ત્વ નથી આપતા.
હજી તમારા નવાનવા લગ્ન છે. તમારા પતિ સમજદાર છે અને તેથી તેઓ ઈચ્છતા નહીં હોય કે લગ્ન પછી તરત પોતાની માની અવગણના કરીને તમારી વાતને વધારે મહત્ત્વ આપે. આમ કરવાથી ઘરમાં બિનજરૂરી તાણભર્યું વાતાવરણ થશે. તમારે ધીરેધીરે સમયની સાથે ઘરમાં પોતાનું સ્થાન બનાવવું જેાઈએ. સારું એ જ રહેશે કે તમે પણ તમારી સાસુને સાસુ નહીં, પરંતુ મા સમજેા, તેમની સાથે નવરાશના સમયમાં બેસો, ટીવી જુઓ, શોપિંગ કરવા જાઓ તેમજ તેમને ગમતા ડ્રેસિસ વગેરે ખરીદીને આપો. ઘરના કામકાજમાં પણ તેમને મદદ કરો. જ્યારે તમારા સાસુને વિશ્વાસ થશે કે હવે તમે સારી રીતે ઘરગૃહસ્થીને સંભાળી શકો છો, ત્યારે તે પોતે તમને ધીરેધીરે પૂરી જવાબદારી સોંપી દેશે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....