વરસાદની મોસમમાં બાળકોનું ઘરની બહાર નીકળીને રમવુંકૂદવું બંધ થઈ જાય છે અને તેઓ કહેતા હોય છે - રેઈન રેઈન ગો અવે... તે જ રીતે વધારે ગરમી અથવા ઠંડીમાં પરેશાન થઈને આપણે કહીએ છીએ કે આ મોસમ હવે ક્યારે જશે. જેાકે મોસમની પોતાની એક અલગ સાઈકલ છે અને સામાન્ય રીતે કોઈ ખાસ ભૌગોલિક સ્થાન પર તે પોતાના સમય પર આવી જાય છે. જેાકે આજકાલ ક્લાઈમેટ ચેન્જના લીધે કમોસમી મોસમમાં બદલાવ જેાવા મળી જાય છે. કોઈ પણ સ્થિતિ, વધારે વરસાદ, વધારે ગરમી અથવા વધારે ઠંડી જ્યારે સતત લાંબા સમય માટે આપણને પરેશાન કરે ત્યારે મનમાં ગુસ્સો આવી જાય છે, પરંતુ શું આ માત્ર મનની પરિકલ્પના જ છે કે ખરેખર મોસમની અસર આપણા મૂડ પર થાય છે. ૭૦ ના દાયકાનો અંત અને ૮૦ ની શરૂઆતમાં તેનો સંબંધ ઊભરીને સામે આવવા લાગ્યો હતો જ્યારે કેટલાક વૈજ્ઞાનિકોએ આ વિષય પર અભ્યાસ શરૂ કર્યો હતો.

મોસમ અને મૂડનો સંબંધ : આ સંબંધ ખૂબ મર્કી છે જેને તમે ધૂંધળો, ઉદાસ, ફિક્કો અથવા ગંદો ગમે તે કહી શકો છો. વિજ્ઞાન અનુસાર મોસમ અને મૂડનો સંબંધ વિવાદોથી ઘેરાયેલો છે અને બંને પ્રકારની દલીલો માન્યતા પણ ભિન્ન હોઈ શકે છે. વર્ષ ૧૯૮૪ માં વૈજ્ઞાનિકોએ મૂડ ચેન્જના વિભિન્ન પાસા પર અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં જેાવા મળ્યું હતું કે મૂડમાં પરિવર્તન જેમ કે ક્રોધ, ખુશી, ચિંતા, આશા, નિરાશા અથવા આક્રમક વ્યવહાર જે પરિબળો પર નિર્ભર કરે છે તે છે - તાપ, ઉષ્ણતામાન, હવા, હ્યૂમિડિટી, વાયુમંડળનું દબાણ અને ઉતાવળ.
અભ્યાસમાં જેાવા મળ્યું હતું કે જે વાતની સૌથી વધારે અસર મૂડ પર થાય છે તે છે - સૂર્યપ્રકાશ, ઉષ્ણતામાન અને હ્યૂમિડિટી. ખાસ કરીને વધારે હ્યૂમિડિટી વધવા પર કોંસંટ્રેશનમાં ઘટાડો થાય છે અને ઊંઘવાની ઈચ્છા થાય છે જ્યારે સારા વાતાવરણમાં બહાર ફરવા જવા અથવા સમય વિતાવવાથી મૂડ સારો રહે છે તેમજ યાદશક્તિમાં વધારો જેાવા મળે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....