રીના ઓફિસથી થાકીને ઘરે આવી હતી. આજે ઓફિસમાં લાંબી મીટિંગ ચાલી. હજી કપડાં બદલીને સોફા પર બેઠી જ હતી અને વિચારતી હતી કે ડિનરમાં કંઈક હલકુંફુલકું બનાવે, એટલામાં નિખિલે ઘરે આવતા જ કહ્યું કે આજે ડિનર કરવા બહાર જઈશું. રીના ગુસ્સે થઈ ગઈ. આખા દિવસની થાકેલી, દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી છે. હજી હમણાં જ તો કપડાં બદલ્યા અને હવે બહાર જવા ફરીથી તૈયાર થવાનું? રહેવા દો, હું ઘરે જ કંઈક સાદું બનાવી લઉં છું, તેણે નિખિલને ના પાડી દીધી. નિખિલ નારાજ થતા બોલ્યો, ‘‘હું તારા માટે જ કહેતો હતો. થાકેલી દેખાય છે. હવે કિચનમાં જઈશ. અડધા કલાકમાં બાફેલું ખાવાનું બનાવીશ અને દોઢ કલાક કિચન સાફ કરવામાં કરીશ.’’ રીના સફાઈ બાબતે પર્ટિક્યુલર છે. ખાસ તો કિચનની સફાઈ, પણ આ સફાઈ તેના ભોજન બનાવવાના સમય અને મનને મારી દે છે. કેટલાય દિવસ થઈ જાય છે પતિને કંઈક સારું બનાવીને ખવડાવી નથી શકતી. એવું નથી કે તેના હાથમાં સ્વાદ નથી. ભરપૂર સ્વાદ છે, પણ વઘારવાળું ભોજન તે એટલે અવોઈડ કરે છે કે તેલ અને ધુમાડો ઊડશે. હવે વઘાર વિના ન તો કોઈ શાક સારું બને છે ન દાળ. રીના જેવી મહિલાઓને જેમના કિચનમાં હવાના યોગ્ય આવાગમનની વ્યવસ્થા નથી અને જેમના કિચન નાના છે, તેમની તકલીફોને બજારમાં અનેક હોમ મેકર્સ કંપનીએ સમજવાની કોશિશ કરી છે.
હકીકતમાં, કોરોના મહામારી સમયે જ્યારે ચારે બાજુ લોકડાઉન લાગ્યું અને નોકરીધંધો લોકો ફ્રોમ હોમ કરવા લાગ્યા, બાળકો ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરવા લાગ્યા ત્યારે કિચનની સફાઈનો મોટો મુદ્દો ગૃહિણી સામે આવ્યો.

કિચનની ગંદકી
મોટાભાગના ઘરમાં પતિઓએ પણ કિચનમાં હાથ અજમાવ્યો. જેટલી પણ પાક કલા તેમને આવડતી હતી કોરોનાકાળમાં તે બધી કલા તેમણે પત્ની અને બાળકોને બતાવી દીધી. યૂટ્યૂબ પર નવીનવી વાનગીની રેસિપી જેાઈને કિચનમાં ખૂબ પ્રયોગ કરવામાં આવ્યા, પરંતુ ત્યાર પછી કિચનની જે હાલત થઈ તેનાથી પત્નીની કમર તૂટી ગઈ. ભોજન બનાવવા દરમિયાન કિચનનો ધુમાડો યોગ્ય રીતે ઘરની બહાર નીકળવો જરૂરી છે, પરંતુ નાના ઘરમાં અને ફ્લેટ સિસ્ટમમાં આ શક્ય નથી. આ સમસ્યાનો નિકાલ હવે માર્કેટમાં ઉપલબ્ધ કંપનીઓ સમજી છે અને મહિલાઓની સાફસફાઈની સમસ્યાનું મોટાભાગે નિરાકરણ લાવી દીધું. તમારા કિચનમાં જ રેસ્ટોરન્ટ જેવું સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે તમને ભરપૂર સમય આપવા અને તમારી સુવિધાનુસાર આ ઉપકરણને ડિઝાઈન કરી છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....