ભારતીય મહિલાઓ આજે પણ માસિક ધર્મ સાથે જેાડાયેલી વાત પર ખૂલીને ચર્ચા કરવાથી દૂર રહેતી હોય છે. તેથી ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર પછી બીજું સૌથી વધારે સર્વાઈકલ કેન્સર જેાવા મળી રહ્યું છે. કેવી રીતે થાય છે શ્ર સર્વિક્સ ગર્ભાશયનો ભાગ છે, જેમાં સર્વાઈકલ કેન્સર હ્યૂમન પેપીલોમા વારસ ઈંફેક્શનના લીધે થાય છે. શ્ર આ ઈંફેક્શન સામાન્ય રીતે યૌન સંબંધ પછી થતું હોય છે અને આ બીમારીમાં અસામાન્ય રીતે કોશિકાઓ વધવા લાગે છે.

આ કારણસર યોનિમાંથી રક્તસ્રાવ થવો, બંધ થઈ જવો અને શારીરિક સંબંધ પછી લોહી નીકળવા જેવી સમસ્યા થઈ જાય છે. લક્ષણ સામાન્ય રીતે શરૂઆતમાં તેના લક્ષણ ઊભરીને સામે નથી દેખાતા, પરંતુ જેા થોડી સાવચેતી રાખવામાં આવે તો સર્વાઈકલ કેન્સરના લક્ષણોને ઓળખી શકાય છે :

  • નિયમિત માસિકની વચ્ચે રક્તસ્ત્રાવ થવો, સંભોગ પછી પણ રક્તસ્રાવ થવો.
  • પાણી જેવા દુર્ગંધયુક્ત પદાર્થનું ભારે પ્રમાણમાં ડિસ્ચાર્જ થવું.
  • જ્યારે કેન્સરના સેલ્સ ફેલાવા લાગે છે ત્યારે પેટના નીચેના ભાગમાં દુખાવો થવા લાગે છે.
  • સંભોગ દરમિયાન પેલ્વિકમાં દુખાવો થવો.
  • અસામાન્ય, ભારે રક્તસ્રાવ થવો.
  • વજન ઘટવું, થાકનો અનુભવ થવો અને એનીમિયાની સમસ્યા થવી પણ સર્વાઈકલ કેન્સરના લક્ષણ હોઈ શકે છે.

કંટ્રોલ કરવાની વેક્સીન તથા ટેસ્ટ :

  • સામાન્ય રીતે શરૂઆતમાં સર્વાઈકલ કેન્સરના લક્ષણ દેખાતા નથી, પરંતુ તેને અટકાવવા માટે વેક્સીન ઉપલબ્ધ છે. તેના ઉપયોગથી લગભગ ૭૦ટકા સુધી સલામત રહી શકાય છે.
  • નિયમિત સ્ક્રીનિંગ કરવામાં આવે તો સર્વાઈકલ કેન્સરના લક્ષણોની ઓળખ થઈ શકે છે.
  • બીમારીની ઓળખ કરવા માટે સામાન્ય રીતે પેપ સ્મીયર ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં પ્રી કેન્સર સેલ્સની તપાસ કરવામાં આવે છે.
  • બીમારીની ઓળખ કરવા માટે નવીનવી ટેક્નોલોજીનો સતત વિકાસ થઈ રહ્યો છે. તેમાં લિક્વિડ બેઝ સાઈટોલોજી તપાસ ખૂબ અસરકારક સાબિત થઈ છે.
  • એલબીસી ટેક્નિકના એડવાન્સ ઉપયોગથી કેન્સરની તપાસ કરવામાં સુધાર આવ્યો છે.

સારવાર :

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....