મોનસૂનનો વરસાદ બધાને ગમે છે, પણ સતત વરસાદના લીધે હવામાં હ્યૂમિડિટીનું પ્રમાણ વધવાથી કપડાં, ઘર અને આસપાસમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. તેનાથી અનેક પ્રકારની સ્કિન સંબંધિત એલર્જી થવાનું જેાખમ રહે છે. તેથી આ મોસમમાં સ્કિનનું વધારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

આ વિશે મુંબઈની ધ એસ્થેટિક ક્લિનિકના કંસલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ અને ડર્મેટો સર્જન ડો. રિંકી કપૂર જણાવે છે કે હવામાં હ્યૂમિડિટી હોવાથી સ્કિન ઈંફેક્શંસ અને અન્ય પ્રકારની સમસ્યાને સમય રહેતા ઠીક કરવી જરૂરી છે, નહીં તો તે મોટી બીમારીનું રૂપ લઈ શકે છે.

કારણ શું હોય છે
વરસાદનું પાણી હવામાં પ્રદૂષકો જેમ કે ધૂળના કણ, રાસાયણિક ધુમાડો વગેરે સાથે ભળી જાય છે, જેથી સ્કિનની સમસ્યા અને ખંજવાળ આવે છે. વરસાદથી ફંગસ પણ વધે છે અને તે સમયે કીડાનું પ્રજનન થાય છે, જેથી સ્કિનની સમસ્યા વધે છે. હવામાં પરાગ અને પાલતુ પ્રાણીની રુવાંટી પણ સ્કિનની સમસ્યા વધારે છે. મોનસૂનમાં વધારે ભેજના લીધે સ્કિન ઓઈલી થઈ જાય છે, જેથી સ્કિન પર ખંજવાળ આવે છે. ભેજયુક્ત મોસમમાં સ્કિનની એલર્જીનો સમય રહેતા ઈલાજ કરાવવામાં ન આવે તો સમસ્યા વધી શકે છે. જેાકે એલર્જી અનેક પ્રકારની હોય છે, પણ વરસાદની કેટલીક ખાસ એલર્જી નીચે પ્રમાણે છે :

ફંગલ ઈંફેક્શન
મોનસૂનમાં ફંગલ ઈંફેક્શનનું જેાખમ વધારે રહે છે, જેમાં સ્કિન પર ક્રેક્સ, ખંજવાળ, સ્કિન લાલ થવી વગેરે થાય છે, કારણ કે આ મોસમમાં વધારે પરસેવો આવે છે.

ભીના કપડાં અને જૂતાથી એલર્જી
ભીના કપડાં, જૂતા અને મોજા શરીર પર ઘસાય છે અને ખાસ સ્કિનના પડ અને કમર પર ખંજવાળનું કારણ બને છે. જૂતામાં બોંડિંગ એજેંટ, ગુંદર, ચોંટનાર, ઉપચાર એજેંટ વગેરે જેવા રસાયણ રહેલા હોય છે. તેથી પગને એલર્જી થવાનું જેાખમ રહે છે. ત્યાં સુધી કે સિંથેટિક કપડામાં પણ કેમિકલ હોય છે, જે ભીનું થતા સ્કિનની એલર્જીનું કારણ બને છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....