હું ૪૨ વર્ષની ઘરેલુ મહિલા છું. મને આંખમાં ડ્રાયનેસ જેવું લાગે છે. ખંજવાળ પણ આવે છે. હું શું કરું?
લાગે છે તમને ડ્રાય આઈ સિંડ્રોમ થઈ ગયો છે. સતત સ્માર્ટફોનના ઉપયોગ, વધારે સમય સુધી કમ્પ્યૂટર પર કામ કરવા અથવા વધારે ટીવી જેાવાથી આંખની ટિયર ફિલ્મ પ્રભાવિત થાય છે અને આંખ ડ્રાય થવા લાગે છે. તેને ડ્રાય આઈ સિંડ્રોમ કહેવાય છે. તેના લીધે આંખમાં બળતરા, ડ્રાયનેસ, ખંજવાળ આવવી, તેને ખુલ્લી રાખવામાં સમસ્યા થવી જેવાં લક્ષણ દેખાય છે. કમ્પ્યૂટર અને મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરો. તેનો ઉપયોગ કરતી વખતે પાંપણને ઝપકાવતા રહો. તેનાથી આંખના આંસુ જલદી સુકાતા નથી તથા ટિયર ફિલ્મ કાર્નિયા અને કંન્જક્ટાઈવાની ઉપર સતત રહે છે. પ્રિઝર્વેટિવફ્રી આઈ ડ્રોપ (લુબ્રિકેન્ટ ડ્રોપ) નો ઉપયોગ કરો. તેનાથી આંખમાં ભેજ જળવાઈ રહે છે. વધારે સમસ્યા થતી હોય તો કોઈ નેત્રરોગ નિષ્ણાતને બતાવો.

મારી ૧૦ વર્ષની દીકરી છે. તેને ૩ વર્ષથી વરસાદમાં કંન્જક્ટિવાઈટિસ થાય છે. તેનાથી બચવા માટે શું કરી શકાય?
કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે. તેમાં આંખના કંન્જક્ટિવામાં સોજેા આવી જાય છે. તે પાંપણની મ્યૂકલ મેમ્બ્રેનમાં થાય છે, જે તેની સૌથી અંદર પડ બનાવે છે. આંખમાંથી પાણી જેવું ડિસ્ચાર્જ નીકળે છે. સોજેા આવવો, લાલ થવી અને ખંજવાળ થવી જેવાં લક્ષણ પણ દેખાય છે. કંન્જક્ટિવાઈટિસ થવાનું કારણ ફંગસ અથવા વાયરસનું ઈંફેક્શન, હવામાં ભળેલી ધૂળ અને મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ છે. કંન્જક્ટિવાઈટિસથી બચવા માટે આંખ સાફ રાખો. આંખને દિવસમાં ૩-૪ વાર ઠંડા પાણીથી ધુઓ. ઠંડા પાણીથી આંખ ધોવાથી ધૂળમાટી નીકળી જાય છે. પોતાની અંગત વસ્તુ જેમ કે ટુવાલ, રૂમાલ કોઈની સાથે શેર ન કરો. સ્વિમિંગ માટે ન જાઓ.

મારા પપ્પાને ડાયાબિટીસ છે. તેમને ચશ્માં પહેર્યા પછી પણ ધૂંધળું દેખાય છે? શું આ આંખ સંબંધિત કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત છે?
આ સમસ્યા તેમને ડાયાબિટિક રેટિનોપેથીના લીધે થઈ રહી છે. રક્તમાં શુગરના ઉચ્ચ સ્તરના લીધે રેટિના ક્ષતિગ્રસ્ત થાય છે. જે સમય રહેતા તેમનો ડાયગ્નોસિસ અને ઉપાય ન કરવામાં આવે તો આંખની રોશની જઈ શકે છે. તેથી જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે દર ૬ મહિને પોતાની આંખની તપાસ કરાવવી જેાઈઐ. તમે તરત જ તેમની આંખની તપાસ કરાવો અને રક્તમાં શુગરના સ્તરને પણ અનિયંત્રિત ન થવા દો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....