સામગ્રી :
૨ ટામેટાં
૧ ડુંગળી
૧ મોટી ચમચી સ્વીટ કોર્ન
૧ મોટી ચમચી બીન્સ
૧ મોટી ચમચી લાલ, પીળું, લીલું કેપ્સિકમ
૧ મોટી ચમચી માખણ
૧/૨ કપ મેંદો
૨ મોટી ચમચી પનીર મસળેલું
૧/૪ નાની ચમચી કાળાં મરી પાઉડર
મીઠું સ્વાદ મુજબ.
રીત :
મેંદો છાણીને મીઠું અને કાળાં મરી પાઉડર નાખીને પાણીથી ગૂંદી લો. પછી પાતળું પડ વણીને પનીર ભરો અને ઉપરથી બીજા પડથી બંધ કરીને ફોર્કથી નિશાન બનાવો. એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં તૈયાર રેવિયોલીને ૫-૬ મિનિટ પકાવો. ટામેટાં, ડુંગળી, સ્વીટ કોર્ન અને બીન્સને કુકરમાં પાણી નાખીને ૧ સિટી વગાડો. ઠંડું થતા ડુંગળી અને ટામેટાને મિક્સીમાં પીસી લો. એક પેનમાં માખણ ગરમ કરી બીન્સ, સ્વીટ કોર્ન અને ટોમેટો પ્યૂરી નાખો. પછી મીઠું, કાળાં મરી પાઉડર અને અડધો કપ પાણી નાખીને ૧ મિનિટ પકાવો. તેમાં રેવિયોલી નાખો. ૧ મિનિટ પછી ગેસ પરથી ઉતારીને ગરમાગરમ સર્વ કરો.