સામગ્રી :
૪ મધ્યમ બટાકા બાફેલા મેશ કરેલ
૧ કપ ગાજર સમારેલાં
૧/૨ કપ કેપ્સિકમ સમારેલું
૧/૨ કપ લીલા વટાણા બાફેલા
૧ મોટી ડુંગળી સમારેલી
૩ મધ્યમ આકારનાં ટામેટાં છીણેલાં
૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
૨૧/૨ મોટી ચમચી પાંઉભાજી મસાલો
૩ મોટી ચમચી માખણ
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૨ નાની ચમચી હળદર પાઉડર
ગાર્નિશ માટે ડુંગળી, કોથમીર, માખણ અને લીંબુ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક પેનમાં માખણ ગરમ કરો અને ડુંગળીને પારદર્શક થવા સુધી ફ્રાય કરો. ફ્લાવર અને ગાજર નાખીને તેજ ગેસ પર ૨-૩ મિનિટ પકાવો. હવે આદુંલસણની પેસ્ટ, પાંઉભાજી મસાલો, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને મીઠું નાખીને મિક્સ કરો. મેશ કરેલા બટાકા નાખીને મિશ્રણને સારી રીતે મિલાવો. હવે ટામેટા નાખીને ધીમા ગેસ પર ઢાંકીને પકાવો. તમે ઈચ્છો તો તેમાં થોડું પાણી નાખી શકો છો. કેપ્સિકમ અને વટાણા ચડી જતા મધ્યમ ગેસ પર પકાવો. તૈયાર ભાજીને ડુંગળી, કોથમીર, લીંબુનો રસ અને માખણ નાખીને ટોસ્ટેડ પાંઉ સાથે સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....