ધરે ભોજન બનાવો ત્યારે તેના પૌષ્ટિક તત્ત્વોની વેલ્યૂ જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે. એક સર્વે મુજબ કોઈ પણ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા તે સામગ્રીનો કલર અને તેમાં ઉપયોગમાં લેવાતા તેલ, મસાલા, મીઠું ખાસ હોય છે. સહેજ પણ ઓછું કે વધારે પડી જાય તો ભોજન બેસ્વાદ થઈ જાય છે. જેા તમે યોગ્ય રીતે સામગ્રીને સ્ટોર નથી કરી, તો કેટલાક દિવસ પછી તેનો કલર, સ્વાદ અને પૌષ્ટિકતામાં કમી આવી જાય છે, પરિણામે તમે જેવું સ્વાદિષ્ટ ભોજન બનાવવા ઈચ્છો છો તેવું નથી બનતું. આ વિશે બારબેક્યૂ નેશનના શેફ તારક મજૂમદાર જણાવે છે કે ભોજન બનાવવાથી વધારે તેને સ્ટોર કરવા પર ધ્યાન આપવાની જરૂર છે.

કલરફુલ ડિશ બનાવો :
ઘરના ભોજનમાં ફૂડ ક્વોલિટી અને સ્વાદ સૌથી સારા હોય છે, પણ સામાન્ય રીતે પીરસવાને બદલે થોડી સજાવટ કરીને પીરસવાથી તેનો સ્વાદ વધી જાય છે. કોઈ પણ ડિશને હંમેશાં કલરફુલ બનાવવાની જરૂર છે. તેમાં જેટલો વધારે રંગ હશે તે ડિશ તેટલી જ આકર્ષક લાગશે. તે માટે ફ્રેશ કોથમીર કે ફુદીના, હર્બ્સ, લીંબુનો વધારે ઉપયોગ કરો. પ્રસ્તુત છે, હોમમેડ ભોજનની ક્વોલિટી જાળવી રાખવાની ટિપ્સ :

  • એગ, ફિશ, મટન વગેરેને ફ્રિજમાં સ્ટોર કરો, ફ્રિજમાંથી કાઢીને હાઈ ફ્લેમ પર પકાવો. તેથી વાસણના તળિયા પર ચોંટવાથી તેની સુગંધ અને સ્વાદ બંને વધે છે. ધ્યાન રાખો, બળી ન જાય.
  • ગ્રિલ અને ટોસ્ટ કરવાની હોય તે વાનગીને યોગ્ય ઉષ્ણતામાનમાં રાખો. તેની ઉપર થોડીથોડી વાર પછી તેલથી બ્રશ કરતા રહો, જેથી ભોજન બળે નહીં.
  • થોડી ખાંડને ઓઈલમાં મિક્સ કરીને કેરેમલ બનાવો. તેથી કોઈ પણ સ્વીટ વાનગીનો રંગ અને સ્વાદ અલગ થશે.
  • કોઈ પણ ફૂડ પ્રોડક્ટ ખરીદતી વખતે તેનું પેકેઝિંગ અને પ્રયોગના સમયને સારી રીતે ચકાસો.
  • લીલા શાકભાજીનો રંગ જાળવી રાખવા માટે પકાવતી વખતે થોડું મીઠું નાખો.
  • ભોજનને સ્ટોર કરતા પહેલાં તેના કંટેનરને સારી રીતે ધુઓ.
  • ફૂડની ક્વોલિટી જાળવી રાખવા માટે કિચનની સફાઈ પર પણ સંપૂર્ણ ધ્યાન આપો. સમયસર કિચનમાં પેસ્ટ કંટ્રોલ કરાવો.
  • ભોજનની ક્વોલિટી જાળવી રાખવા માટે હાથથી ફૂડને વધારે સ્પર્શ ન કરો. ફૂડને સ્પર્શ કરતા પહેલાં હાથમાં ગ્લવ્સ પહેરો.
  • ભોજન બનાવતા પહેલાં હાથને સાબુથી બરાબર જુઓ.

- સોમા ઘોષ

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....