સામગ્રી :
* ૧ કપ સ્પગેટી બાફેલી
* ૨ બાફેલા બટાકા
* ૧/૨ કપ પનીર
* ૨ મોટી ચમચી ચીઝ છીણેલું
* ૨ મોટી ચમચી લસણની ચટણી
* ૧/૨ કપ કાચી મકાઈનાં દાણાની પેસ્ટ
* ૧/૨ કેપ્સિકમ સમારેલી
* ૧-૨ લીલા મરચાં સમારેલા
* તળવા માટે તેલ
* ૧/૨ કપ બ્રેડ ક્રંબ્સ
* ૨ મોટી ચમચી કોર્ન પાઉડર
* ૧ ડુંગળી સમારેલી
* મીઠું સ્વાદ મુજબ
રીત :
સ્પગેટી, બટાકા, પનીર, ચીઝ, ડુંગળી, લીલા મરચાં, કેપ્સિકમ, કાચા મકાઈના દાણાની પેસ્ટ, લસણની ચટણી અને બ્રેડ ક્રંબ્સને એક સાથે મેશ કરો. મીઠું નાખીને ફરી મેશ કરો અને ચોરસમાં રોલ બનાવો. કોર્ન પાઉડરમાં ડસ્ટ કરીને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો. સોસ અને ચટણી સાથે પીરસો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





