સામગ્રી :
૩-૪ બાફેલા બટાકા
૨-૩ લીલાં મરચાં
૧/૪ કપ કોથમીર સમારેલી
૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
૧/૨ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
મીઠું સ્વાદ મુજબ.

પૂરણની સામગ્રી :
૩ મોટી ચમચી ચીઝ સ્પ્રેડ
૨ મોટી ચમચી પનીર છીણેલું
તેલ તળવા માટે
૩ મોટી ચમચી મેંદો
૧ કપ બ્રેડક્રંબ્સ.

રીત :
બાફેલા બટાકાને છોલીને છીણી લો. પૂરણની સામગ્રી સિવાયની અન્ય સામગ્રી એકસાથે મિક્સ કરીને બરાબર ગૂંદી લો. તેના મધ્યમ આકારના બોલ્સ બનાવો. હવે ૧-૧ બોલ્સ લો તેમાં આંગળીથી કાણું પાડીને પનીર અને ચીઝ સ્પ્રેડને મિક્સ કરીને મિશ્રણ ભરો અને સાવચેતીથી કાણું બંધ કરો. મેંદાનું ખીરું બનાવો. બોલ્સને ખીરામાં ડિપ કરીને બ્રેડક્રંબ્સમાં લપેટી ગરમ તેલમાં તળીને ચટણી સાથે સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....