સામગ્રી સેફરોન એપલની :
૧/૨ કપ કેસ્ટર શુગર
ચપટી કેસર
૧/૨ કપ એપલ જ્યૂસ
૨ સફરજનના ટુકડા
૧/૪ કપ ક્રીમ

સામગ્રી કેકની :
૧ કપ સોજી
૧/૨ કપ ઓલપર્પસ ફ્લોર
૧ કપ સફરજન છીણેલું
૧/૨ કપ બટર કે ઘી
૩/૪ કપ ફુલક્રીમ દૂધ
૧/૨ કપ શુગર
૧ કપ યોગર્ટ
૧/૨ નાની ચમચી બેકિંગ પાઉડર
કેક ટિન.

રીત સેફરોન એપલ બનાવવા માટે :
વાસણમાં સૌપ્રથમ કેસ્ટર શુગર, કેસર અને એપલ જ્યૂસ મિક્સ કરીને ગેસ પર મૂકો. તેમાં સફરજનના ટુકડા નાખીને જ્યાં સુધી ટુકડા મુલાયમ ન થાય તેને પકાવો. હવે તેમાંથી ધ્યાનથી એપલના ટુકડા કાઢીને એક પ્લેટમાં મૂકો. એક પેનમાં ક્રીમ કાઢો અને એપલ જ્યૂસ ઉમેરીને ફીણો અને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી એપલ જ્યૂસ ક્રીમમાં મિક્સ ન થાય. ગેસ પરથી ઉતારીને સાઈડ પર મૂકો. ધીમા ગેસ પર સોજી શેકીને એક બાઉલમાં કાઢીને ઠંડું થવા દો. તેમાં ઓલપર્પસ ફ્લોર, એપલ છીણેલું, બટર, દૂધ કે કેસ્ટર શુગર મિક્સ કરીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પકાવો. તેમાં યોગર્ટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા મિક્સ કરીને બેટરને કેક ટિન પર મૂકો. પહેલાંથી ગરમ ઓવનમાં ૨૦-૨૫ મિનિટ સુધી કેકને બેક કરો. ઓવનમાંથી કાઢીને સફરજનના ટુકડાથી સજાવીને પહેલાંથી તૈયાર ક્રીમ સ્પ્રેડ કરીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....