શ્વેતા અને પ્રિયંકા ફિલ્મ જેાવા ગઈ હતી. ફિલ્મ જેાઈને ઘરે પાછા ફરતી વખતે શ્વેતાએ કહ્યું, ફિલ્મની હીરોઈન કેટલી સુંદર દેખાઈ રહી હતી. તેના ડ્રેસિસ પણ કેટલા સુંદર હતા. કાશ, હું પણ આવા કપડાં પહેરી શકતી હોત તો કેવું સારું.’’ શ્વેતાની વાત સાંભળીને પ્રિયંકાએ કટાક્ષમાં કહ્યું, ‘‘તો પહેર ને. તને કોણે રોકી છે.’’ ‘‘રોકી તો કોઈએ નથી, પણ મારી ઉંમર તો જેા. આ ઉંમરમાં તેના જેવા કપડાં પહેરીશ તો લોકો મારા પર હસશે નહીં? ક્યાં ૨૦-૨૨ વર્ષની હીરોઈન અને ક્યાં હું.’’ શ્વેતાએ જવાબ આપ્યો. ‘‘તેમાં હસવાની કઈ વાત છે? દરેક વ્યક્તિની પોતાની એક અલગ ચોઈસ હોય છે. માત્ર થોડીક ડ્રેસિંગ સેન્સ સારી હોવી જેાઈએ. પછી ખુશીથી પોતાની પસંદગીના કપડાં પહેરો અને યુવાન દેખાવો.’’ વાત સાચી છે.

ડ્રેસિંગ સેન્સ સારી હોય તો તમે દરેક પ્રકારના કપડાં પહેરી શકો છો. એક સલૂનના ઓનર પારુલ શર્માને જ્યારે મેં પૂછ્યું કે શું પોતાની ઉંમરથી નાના દેખાવા માટે પહેરવામાં આવતા કપડાની કોઈ ભૂમિકા હોય છે? ત્યારે તેમણે કહ્યું, ‘‘ઓફકોર્સ હોય છે, બધી મહિલાઓ પોતાની ઉંમર કરતા નાની દેખાવા ઈચ્છતી હોય છે. તેથી તેઓ જાતજાતના ઘરેલુ ઉપાય અજમાવે છે, પરંતુ આ બધા સિવાય નાના દેખાવા માટે પહેરવામાં આવેલા કપડાની પણ મહત્ત્વની ષ્ઠૂમિકા હોય છે. શરીર તથા પસંદ અનુસાર કપડાની પસંદગી તમને યુવાન દર્શાવવામાં ખૂબ મદદરૂપ બને છે.’’ મેં જ્યારે પૂછ્યું કે ઘણી મહિલાઓ પોતાની ટીનેજર્સ દીકરીઓની ફેશનના કપડાં પહેરતી હોય છે, તે વિશે તમારું શું કહેવું છે? એક ૪૦ વર્ષની મહિલા એવા કપડાં પહેરે તો વિચિત્ર નહીં લાગે? ત્યારે તેમણે કહ્યું, ‘‘ના, બિલકુલ નહીં, પરંતુ શરત એ છે કે મહિલાએ આ પ્રકારના ડ્રેસ પહેરવાનું પસંદ હોય તો તેને જાણ હોવી જેાઈએ કે તે આ ડ્રેસને કેવી રીતે કેરી કરે.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....