સમરની સીઝન શરૂ થતા દરેકને કંઈ ને કંઈ નવું પહેરવાની ઈચ્છા હોય છે અને તેમાં પણ વાત જ્યારે ફેશનની હોય તો પછી કહેવું જ શું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેશનના વિવિધ રૂપ તમને અચૂક જેાવા મળશે. આવો, જાણીએ કે આ સમર સીઝનમાં કયાકયા ડ્રેસિસ અને ફૂટવેર તમને આપશે ગોર્ઝિયસ લુક :
સીકવંસ વર્કથી સજાવેલા કપડાં :
સમરમાં (સીકવન્સ) ચમકદાર વસ્ત્રોને વધારે પસંદ કરવામાં આવે છે. એક ઉત્તમ દિવસની શરૂઆત માટે સીકવન્સ વર્કવાળા ટોપ અને લેંગિંગ પહેરો અથવા તો લાઈન સ્કર્ટ પહેરો. આ બંને ડ્રેસિસ તમને સ્ટાઈલિશ લુક આપશે. ગોલ્ડન, સિલ્વર જેવા ચમકદાર રંગની સાથેસાથ વાદળી, કાળો, લાલ, નારંગી, મજેન્ટા વગેરે રંગનો પ્રયોગ કરો, તેની સાથે હળવા રંગનો સ્કાર્ફ અથવા જેકેટ પહેરો.
વિન્ટેજ ફ્લોરલ :
આ પ્રકારના કપડાનું ચલણ ૪૦ અને ૫૦ ના દાયકામાં હતું. હવે ફરીથી તેની માંગ વધી રહી છે. ફ્લોરલ ડિઝાઈન ધરાવતી મેક્સી અથવા મિડી ડ્રેસ પહેરો અથવા તો ફ્લોરલ ટોપ સાથે ડેનિમ જેકેટ પહેરો. તદુપરાંત ફ્લોરલ પ્રિન્ટવાળો સ્કાર્ફ, મોબાઈલ કવર, બેગ અથવા મોજં પણ અપનાવી શકો છો.
ફ્રિંજી (ઝાલરયુક્ત) ડ્રેસ :
સાંજને શાનદાર બનાવવા અથવા તો ડિનર પર જવા માટે ફ્રિંજી સ્કર્ટ પહેરો. તેની સાથે ઊંચી એડી અથવા પહોળી એડીના સેન્ડલ પહેરી શકો છો. કોકટેલ રિંગ અથવા ખૂબસૂરત રાઉન્ડ એરિંગ્સ પહેરીને પણ સ્ટાઈલમાં વધારો કરી શકો છો. પેસ્ટલ કલરના કપડાં : આ સીઝનમાં પેસ્ટલ એટલે કે હળવા રંગના કપડાં તમારા વોર્ડરોબમાં સૌથી ઉત્તમ વિકલ્પ રહેશે. પીળા, રીંગણી, લીલા, ગુલાબી, નારંગી વગેરે રંગના કપડાં પસંદ કરો. આ રંગ હળવા જરૂર હોય છે, પરંતુ આકર્ષક તો લાગે છે. લાઈલેક કલર (લાઈટ પર્પલ) : લાઈલેક કલર સમરમાં ખૂબ શોભી ઊઠે છે. લવન્ડર શેડ ઘણી રીતે પહેરી શકાય છે. ઓફિસમાં શર્ટની જેમ, પાર્ટીમાં ટોપની જેમ અને ઈવનિંગ પાર્ટીમાં ગાઉનની જેમ.