ભલે ને ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં જવાનું હોય કે પછી પોતાની એંગેજમેન્ટ સેરેમની હોય, દરેક છોકરી પોતાને સ્ટાઈલિશ તેમજ મોડર્ન બતાવવા માટે આધુનિક વેસ્ટર્ન ડ્રેસિસથી પોતાના લુકને નિખારવાની કોશિશ કરે છે અને જેા આ વેસ્ટર્ન ડ્રેસમાં ગાઉનની વાત હોય તો તે બરાબર પણ છે, કારણ કે આજે પાર્ટી, મેરેજ ફંક્શનમાં મોટાભાગની મહિલાઓ તથા છોકરીઓ પોતાને સ્ટાઈલિશ દર્શાવવાની સાથેસાથે કંફર્ટેબલ લુક આપવા માટે ગાઉન પહેરવાનું પસંદ કરે છે, કારણ કે ગાઉનમાં તેમને સ્ટાઈલની સાથેસાથે કંફર્ટ મળે છે.
તે જેાતા તમારા માટે એ વાત જાણવી ખૂબ જરૂરી બની જાય છે કે ગાઉનમાં તમારો લુક કેવો હોવો જેાઈએ. તમારા આઉટફિટ તમારી પર શોભે તો ખરા જ સાથે જ્યારે તમે તેને પહેરીને નીકળો તો જેાનાર તમને જેાતા રહી જાય. એક નજર જેાઈએ કે શું ધ્યાન રાખવું :

જ્યારે ગાઉન એ લાઈન હોય
એ લાઈન ગાઉન એક તરફ દેખાવે એલિગન્ટ દેખાય છે, જ્યારે બીજી તરફ તે દરેક પ્રકારના બોડી શેપ પર સૂટ કરે છે. આ પ્રકારના ગાઉનને તમે પાર્ટીમાં, બીજા કોઈ પ્રસંગે, ત્યાં સુધી કે બ્રાઈડલ પણ તેને પોતાના કોઈ ફંક્શન દરમિયાન પહેરીને બ્યૂટિફુલ લુક આપી શકે છે, પરંતુ જેા એ લાઈન ગાઉન પર ડીપ નેક હોય તો તમે તેની સાથે સ્માર્ટ ટ્રેન્ડી શોર્ટ નેકપીસ કેરી કરો અને કાનમાં તેના મેચિંગ હેંગિંગ એરિંગ્સ પહેરો. તેનાથી ગાઉનનો ગ્રેસ વધી જાય છે અને તેમાં પણ જે ગાઉન પર લોંગ સ્લીવ્સ હોય, તો હાથ પર કંઈ જ ન પહેરો, માત્ર હાઈ હીલ્સ તથા હાથમાં ક્લચ લઈને આ ગાઉનને કંપ્લીટ લુક આપો.

જ્યારે ગાઉન હોય હોલ્ટર નેક
આજકાલ ભલે ને હોલ્ટર નેક ડ્રેસની વાત થઈ રહી હોય કે પછી હોલ્ટર નેક ગાઉનની, તે બંને ખૂબ ટ્રેન્ડમાં છે. આ પ્રકારના ગાઉન ન માત્ર દેખાવમાં સ્માર્ટ લાગે છે, પરંતુ તેને પહેરીને તમે સેક્સી દેખાવા લાગો છો. આ સ્થિતિમાં જ્યારે તમે તમારી એંગેજમેન્ટ પાર્ટી દરમિયાન તેનો વિચાર કરો છો, ત્યારે ગળાને સિંપલ રાખો અને ગાઉનમાં હાથના ગ્રેસને વધારવા માટે તમે એક હાથમાં સ્ટોનવાળું બ્રેસલેટ અથવા બંને હાથમાં ડ્રેસ સાથે મેચ કરતા સ્ટોનવર્કના કડા કેરી કરી શકો છો. અહીં જણાવી દઈએ કે આ સ્ટાઈલના ગાઉન સાથે જેા તમે પેન્સિલ હીલ પહેરી લો તો જેાનારની નજર તમારા પરથી દૂર નહીં થાય. તેની સાથે હાથમાં ડિઝાઈનર પોટલી બેગ તમારા લુકને કંપ્લીટ કરવાનું કામ કરશે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....