ટેલિવિઝન સીરિયલ ‘કસોટી જિંદગી કી’ માં પ્રેરણાનો અભિનય નિભાવનારી શ્વેતા તિવારીના અંગત જીવનમાં ફરીથી તોફાન આવ્યું છે. તે ફરીથી બરબાદીના માર્ગ પર છે. એક બાજુ દીકરી છે તો બીજી બાજુ તેનો બીજેા પતિ. તેનું જીવન મુશ્કેલીમાં છે હવે તે શું કરે. એક મા તરીકે છેવટે શ્વેતાએ મક્કમતાથી નિર્ણય લીધો અને સમતા નગર પોલીસ સ્ટેશનમાં પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી. આ પૂરા મામલાને સંપૂર્ણ રીતે જાણતા પહેલાં એ સમજી લો કે શ્વેતા તિવારીના જીવનમાં અગાઉ પહેલું તોફાન ક્યારે અને કેવી રીતે આવ્યું હતું. શ્વેતા તિવારીનો જન્મ ૪ ઓક્ટોબર, ૧૯૮૦ માં પ્રતાપગઢમાં થયો હતો. ટેલિવિઝન અને ફિલ્મોથી પ્રભાવિત થઈને તેણે ભોજપુરી હીરો રાજ ચૌધરી સાથે માત્ર ૧૮ વર્ષની ઉંમરે ૧૯૯૮માં લગ્ન કરી લીધા હતા. ૨ વર્ષ પછી જ તેમની એક દીકરી પલક પણ જન્મી હતી. પાછળથી ખબર પડી કે રાજ ચૌધરી દારૂ પીને ભાનમાં નથી રહેતો અને શ્વેતા તિવારી સાથે ખરાબ રીતે બોલવા અને વર્તણૂક કરવાની સાથેસાથે મારપીટ પણ કરતો હતો. તે દારૂના નશામાં પોતાની દીકરી પલકને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતો હતો.

આ વાતથી કંટાળીને વર્ષ ૨૦૦૭ માં શ્વેતાએ રાજ ચૌધરી સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લીધા પછી શ્વેતા તિવારી વ્યક્તિગત જીવનમાં એકલી થઈ ગઈ. લગભગ ૩-૪ વર્ષના ડેટિંગ પછી તેણે અભિનવ કોહલી સાથે વર્ષ ૨૦૧૩ માં બીજા લગ્ન કરી લીધા. વર્ષ ૨૦૧૬ માં આ બંનેનો એક દીકરો રેયાંશ પણ જન્મ્યો હતો. હા, આ ફિલ્મી અથવા ટેલિવિઝનની કહાણી નથી, પરંતુ હકીકત છે. હવે શ્વેતા તિવારીએ તેના બીજા પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે અને તેની વિરુદ્ધ ૧૧ ઓગસ્ટ, ૨૦૧૯ માં સમતા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શ્વેતા તિવારી જણાવે છે કે ૧૯ વર્ષની દીકરી પલકને તેનો પતિ અભિનવ કોહલી અશ્લીલ મેસેજ બતાવતો હતો. તેની સાથે તે પલકની મારપીટ પણ કરતો હતો. શ્વેતા તિવારીની ફરિયાદ પછી પોલીસે અભિનવ કોહલીની ધરપકડ કરી લીધી અને તેની ૪ કલાક સુધી પૂછપરછ કરી. લગભગ ૨ વર્ષથી શ્વેતા અને પતિ અભિનવ વચ્ચે કેટલાય ઝઘડા ચાલી રહ્યા હતા. જેાકે તેણે ચુપ રહેવું યોગ્ય સમજ્યું, પરંતુ એક ઝઘડામાં અભિનવે શ્વેતાની દીકરી પલકને થપ્પડ મારી દીધો હતો, ત્યાર પછી તે ચુપ ન રહી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....