હિંદી ફિલ્મ ‘રેફ્યૂજી’ થી કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી કરીના કપૂર ખાનની પહેલી ફિલ્મ સફળ નહોતી થઈ, પણ દર્શકોએ તેના કામની પ્રશંસા કરી અને તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો. કરીનાએ દરેક પ્રકારની ફિલ્મમાં અભિનય કર્યો, તેમાં તેની કેટલીય ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. કામ દરમિયાન કરીનાની મુલાકાત અભિનેતા સૈફ અલી ખાન સાથે થઈ. ૫ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે લગ્ન કરી લીધા. તેનો દીકરો તૈમૂર અલી ખાન છે. કરીનાએ ઝી ટીવીના રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ ૭’ દ્વારા પહેલી વાર ટીવી પર ડેબ્યૂ કર્યું છે. તેને મળીને રસપ્રદ વાતચીત થઈ. પ્રસ્તુત છે, તેની સાથે થયેલ વાતચીતના મુખ્ય અંશ :

ઘણાં વર્ષ પછી ટીવી પર આવવાનું કોઈ ખાસ કારણ?
મને પહેલાં પણ અનેક ઓફર મળી હતી, પણ મેં ના પાડી દીધી હતી. હું આ માધ્યમમાં કામ કરતા ગભરાતી હતી, કારણ કે તેની પહોંચ મોટા માપદંડ પર છે. આ શોનો કોન્સેપ્ટ મને ખૂબ ગમ્યો અને મેં હા પાડી દીધી. ટીવીમાં ડેબ્યૂ કરવાના લાંબા સમયનું કારણ એ પણ છે કે શો તે લેવલનો હોવો જરૂરી હતો, જે મારે જેાઈતો હતો. આજે સૈફ પણ મારા કામ માટે ઉત્સાહિત છે અને રોજ શૂટથી આવ્યા પછી મારી પ્રતિક્રિયા જાણવા ઈચ્છે છે. મારાં માતાપિતાને પણ આ શો ગમ્યો છે.

તમને ડાન્સ કરવો કેટલો ગમે છે?
ડાન્સ એક પ્રકારની એનર્જી, સકારાત્મકતા અને ખુશી આપે છે. મારી ફિલ્મમાં એવા અનેક ગીત હતા, તેમાં ડાન્સ કરવાની ખૂબ મજા આવી. હકીકતમાં ડાન્સ પ્રકૃતિથી લઈને પ્રાણી અને મનુષ્ય દરેકને ગમે છે.

તમને ડાન્સની કઈ શૈલી ગમે છે? શું ડાન્સને મજબૂત બનાવવા માટે શાસ્ત્રીય નૃત્ય શીખવું જરૂરી છે? કોઈ એવું ડાન્સ ફોર્મ, જેા તમે શીખવા ઈચ્છતા હતા?
મને ક્લાસિકલ ડાન્સ ખૂબ ગમે છે, પણ આજે દરેક પ્રકારના ડાન્સ લોકો કરે છે. આ શોમાં દરેક પ્રકારના લોકો પર્ફોર્મ કરી રહ્યા છે. હકીકતમાં ડાન્સ ભાવનાને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે, પછી ભલે તે કથકલી, ઓડિસી, કથક કે વેસ્ટર્ન કોઈ પણ હોય. બધાને જેાવા ગમે છે. આજના યૂથ એક્રોબેટિકને ડાન્સમાં સામેલ કરે છે, તે જેાવાની મજા આવે છે. મને એ વાતનો અફસોસ થાય છે કે હું પંડિત બિરજુ મહારાજ સાથે ડાન્સ ન કરી શકી, કારણ કે હું ક્યારેય શાસ્ત્રીય નૃત્ય નથી શીખી. આજે પણ મને શાસ્ત્રીય નૃત્ય સૌથી વધારે જેાવું ગમે છે. તમારા પરિવારના સભ્યો સારો ડાન્સ કરે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....