પૂજા બેનર્જી ટીવીની લોકપ્રિય અભિનેત્રી છે. તે રાષ્ટ્રીય લેવલની સ્વિમર પણ રહી ચૂકી છે. એમ ટીવી ‘રોડીઝ સીઝન ૮’ ની તે ફાઈનાલિસ્ટ રહી છે. ‘સ્વિમ ટીમ’, ‘નાગાર્જુન - એક યોદ્ધા’, ‘ચંદ્ર નંદિની’, ‘ચંદ્રકાંતા’, ‘દિલ હી તો હૈ’ જેવા કેટલાય શોમાં તે જેાવા મળી છે. તાજેતરમાં ‘કસોટી જિંદગી કી’ અને આલ્ટ બાલાજીની વેબ સીરિઝ ‘કહને કો હમસફર હૈં સીઝન -૨ ’ માં જેાવા મળી રહી છે. વેબ સીરિઝના પ્રમોશન માટે દિલ્લી આવી હતી. અહીં પૂજા બેનર્જીએ ફિટનેસ વિશે વિસ્તારથી જણાવ્યું. આવો જાણીએ, શું કરે છે પૂજા પોતાની ફિટનેસ માટે અને શું સૂચન કરે છે પોતાના ફેન માટે:

સ્વયં પર ધ્યાન આપો :
આપણે જીવનમાં એટલા બિઝી રહીએ છીએ કે સૌથી વધારે આપણે સ્વયંને નજરઅંદાજ કરીએ છીએ, જે ખોટું છે. આપણી પાસે ઓછામાં ઓછા ૨૪ કલાકમાંથી ૧ કલાક તો ફિટનેસ માટે હોવો જેાઈએ. તે આપણી શારીરિક અને માનસિક શાંતિ માટે જરૂરી છે. હું સ્વયંને પ્રેમ કરું છું, તેથી રોજ ૧ કલાક સ્વયં માટે કાઢું છું ભલે ગમે તેટલી બિઝી રહું. હું માનું છું કે ફિટનેસ સૌપ્રથમ સ્વયં માટે જરૂરી છે, તેથી આપણે પરિવાર વિશે વિચારી શકીશું, બીજાની મદદ કરી શકીશું. ફિટ રહેવાની ભાવના આપણા મગજમાં હોવી જેાઈએ. મેં જણાવ્યું કે સ્વયંની ફિટનેસ માટે ૧ કલાક હોવો જેાઈએ. તો આપણે આ ૧ કલાકમાં કરવાનું એ છે કે જેને જે કામ ગમે છે તે કરી શકે છે. કોઈને સ્વિમિંગ કરવું ગમે છે તો તે સ્વિમિંગ કરે, કોઈને ડાન્સ કરવો ગમે છે તો તે ડાન્સ કરે અથવા પોતાની પસંદની કોઈ રમત રમે. ફિઝિકલ એક્સર્સાઈઝ કરો એટલે કે શરીરને એવા ઝોનમાં લઈ જાઓ કે પરસેવો વહે અને શરીર એક્ટિવ રહે. આ દરેક મહિલાએ કરવું જેાઈએ, કારણ કે આપણે અહીં મહિલાઓ ફિટનેસ બાબતે બેદરકાર રહે છે. શહેરમાં તો હવે જાગૃતિ આવી છે, પણ નાના શહેર અને ગામડામાં આજે પણ મહિલાઓ આ વાતને સમજતી નથી કે રોજ એક્સર્સાઈઝ કરવી કેટલી જરૂરી છે. મારા દિવસની શરૂઆત એક્સર્સાઈઝથી થાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....