ફિલ્મ ‘સંઘર્ષ’ માં બાળ કલાકાર તરીકે કામ કરનારી અભિનેત્રી આલિયા ભટ્ટે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી પોતાનો મજબૂત અભિનય બોલીવુડમાં બતાવ્યો. ફિલ્મમાં તેનું ભોળપણ દર્શકોને ખૂબ ગમ્યું. યુવાઓને તો આ ફિલ્મ ખૂબ જ ગમી. ટીનેજર આલિયાએ બધાનું દિલ જીતી લીધું. ત્યાર પછી આવેલી ફિલ્મ ‘હાઈવે’ માં તેણે વીરા ત્રિપાઠીની પ્રભાવશાળી ભૂમિકા ભજવીને દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું. ‘ઉડતા પંજાબ’ પણ તેની એક સ્ટ્રોંગ ફિલ્મ છે, જેમાં તેણે બિહારી નંદાની ભૂમિકા ભજવીને બધાને ચકિત કરી દીધા.

આ ફિલ્મ માટે તેને ૨૦૧૬ માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળી ચૂક્યો છે.
ત્યાર પછી ‘૨ સ્ટેટ્સ’, ‘હંપ્ટી શર્મા કી દુલહનિયાં’, ‘ઉડતા પંજાબ’, ‘કપૂર એન્ડ સન્સ’, ‘ડિયર જિંદગી’ વગેરેમાં આટલી નાની ઉંમરમાં અલગઅલગ ભૂમિકા ભજવીને આલિયા આજે બોલીવુડની પોપ્યુલર એક્ટ્રેસ બની ગઈ છે. આજે તેને દરેક નિર્માતા નિર્દેશક પોતાની ફિલ્મમાં લેવા ઈચ્છે છે.

અભિનય એક કલા છે :
આલિયા કહે છે, ‘‘અભિનય એક કલા છે અને તેમાં છુપાયેલા વ્યક્તિત્વને તમે જાણી લો, તો અભિનય કરવો સરળ થઈ જાય છે. મેં દરેક અભિનયને જીવંત કરવા માટે ખૂબ મહેનત કરી છે. પછી તે ‘ઉડતા પંજાબ’ ની બિહારી નંદા હોય કે ‘હાઈવે’ ની વીરા ત્રિપાઠી અથવા ‘ડિયર જિંદગી’ ની કાયરા, બધામાં મેં મારી એક અલગ ઓળખ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.’’

આલિયાનું નામ કેટલીય વાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જેાડાયું છે. કેટલીય વાર તે બંને સાથે જેાવા પણ મળ્યા, પરંતુ આલિયા માત્ર તેને એક મિત્ર જણાવે છે. ફિલ્મ ‘ડિયર જિંદગી’ તેના દિલની ખૂબ નજીક છે. તેમાં તેણે જણાવ્યું કે જેા તમારામાં કોઈ કમી છે, તો તેને છુપાવો નહીં, પરંતુ સેલિબ્રેટ કરો.

તે જણાવે છે, ‘‘મને જલદીજલદી બોલવાની ટેવ છે, પરંતુ હું તેને છુપાવતી નથી, પરંતુ સેલિબ્રેટ કરું છું. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ કમી જરૂર હોય છે અને હોવી પણ જેાઈએ, જેથી તે તેમાંથી નીકળવાનો રસ્તો જાતે વિચારે.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....