આપણે હંમેશાં ન્યૂ યરનું સ્વાગત કરવા એક્સાઈટેડ રહીએ છીએ, કારણ કે ન્યૂ યર આપણા માટે એક નવી તક લઈને આવે છે. આપણામાં આત્મવિશ્વાસથી કંઈક કરવાની અદમ્ય ઈચ્છા જાગૃત થાય છે. આપણે ન્યૂ યર માટે અનેક પ્લાન કરીએ છીએ. આઈ એમ સ્યોર કે તમે પણ કોઈને કોઈ સેલિબ્રેશન પ્લાન કરવાનું વિચારી જ લીધું હશે. ન્યૂ યરની આસપાસ કેટલીય પાર્ટી એટેન્ડ કરીએ છીએ. તમે પણ જેા ક્રિસમસ અને ન્યૂ યરમાં પરિવારજનો, મિત્રો કે પછી કોઈ ખાસ સાથે ફરવાનો પ્લાન બનાવો છો તો અત્યારથી તૈયારી શરૂ કરો. અન્ય વસ્તુની સાથેસાથે સ્કિન કેર રૂટિન ફોલો કરો, જેથી તમારા ફેસ પર અલગ નિખાર અને ચમક દેખાશે. ન્યૂ યર પર દમકતી સ્કિન સાથે તમે સૌથી ડિફરન્ટ લુકમાં જેાવા મળશો. ફેસ પર ગ્લો લાવવા તમારે રોજ શિડ્યૂલમાં માત્ર કેટલાક સ્ટેપ સામેલ કરવાના છે. આ સંદર્ભમાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ગુંજન અઘેરા પટેલ જણાવે છે કે તમે પણ ન્યૂ યર પર સૌથી વધારે ગ્લો કરવા ઈચ્છો છો તો તમારી સ્કિનની કાળજી માટે આ ટિપ્સનું પાલન કરવાનું બિલકુલ ન ભૂલો :
એક્સફોલિએટ કરો : તમારી સ્કિન પર બ્લેક અથવા વાઈટ હેડ્સ વધારે દેખાય છે કે પછી ડેડ સ્કિન સેલ્સના લીધે ફેસ ડલ દેખાય છે તો આ સ્થિતિથી બચવા માટે તમારે નિયમિત તમારી સ્કિનને એક્સફોલિએટ કરતા રહેવું જેાઈએ. ન્યૂ યર પર ચમકતો ફેસ મેળવવા માટે આ સ્ટેપ સૌથી વધારે જરૂરી છે. એક્સફોલિએટ કરવા માટે તમે સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો અથવા ઘરે જાતે એક્સફોલિએટ બનાવી શકો છો. તેના માટે તમારે હાઈડ્રેટિંગ અને મોઈશ્ચરાઈઝિંગ તત્ત્વ અને સ્ક્રબ ઈન્ગ્રીડિએંટ્સની જરૂર પડશે. અઠવાડિયામાં વધારેમાં વધારે ૨ વાર સ્ક્રબ કરો. તેનાથી વધારે સ્ક્રબ કરવાથી સ્કિન પરનું કુદરતી ઓઈલ ગુમાવી શકો છો, જેથી સ્કિન ડ્રાય થઈ શકે છે.