તહેવારમાં મેકઅપને પરફેક્ટ રાખવો સરળ નથી હોતો. અહીં તમને કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે તમને ઘરે યોગ્ય મેકઅપ લુક મેળવવામાં મદદ કરશે. ટોનર, પ્રાઈમર, ફાઉન્ડેશન, કંસીલર, હાઈલાઈટર, લિપસ્ટિક, કાજલ, આઈલાઈનર અને બ્લશ (વૈકલ્પિક) જેવી બેઝિક મેકઅપ પ્રોડક્ટની જરૂર પડે છે. તમે બીજી કેટલીક મેકઅપ આઈટમ જેમ કે કલર કેરેક્ટર, બ્રોંઝર, આઈશેડો, ફેસ પાઉડર વગેરે રાખવાનું વિચારી શકો છો, પરંતુ તે જરૂરી નથી. તેના વિના કોઈ પણ મહિલા સરળતાથી કુદરતી અને પરફેક્ટ લુક પ્રાપ્ત કરી શકો છો.

આવો, હવે આપણે કેટલાક મુખ્ય મુદ્દાને અને તેનાથી બચવાની રીત વિશે વાત કરીએ, જેનો સામનો ઘણી વાર કરવો પડે છે :

કેકી અને પેચી મેકઅપ
કેટલાક મેકઅપ ઈન્ફ્લ્યુએંસર્સ હંમેશાં કહેતા હોય છે કે મેકઅપનો અર્થ થોડું કેકી હોવું છે અને તે સ્કિન પર હંમેશાં દેખાશે, પરંતુ આ વાત સાચી નથી. તમે હંમેશાં સૌપ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત સુનિશ્ચિત કરી શકો છો કે મેકઅપ લગાવતા પહેલાં તમારી સ્કિનના છિદ્રો છુપાવવા અને ટાઈટ કરવામાં આવે. અહીં સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમારે સ્કિનના ડાઘધબ્બા, ડાર્ક સર્કલ વગેરેને ઓળખવા અને સ્કિનને હેલ્પરૂપ થવાનું છે. જેાકે તમારે ડાઘધબ્બા અને ડાર્ક સર્કલને માત્ર એક મર્યાદા સુધી ઢાંકવાના છે, જ્યાં સુધી તે તમારી સ્કિન સાથે બ્લેંડ ન થાય. મહિલાઓ એમ વિચારીને વધારે ફાઉન્ડેશન અને કંસીલર લગાવી લેતી હોય છે કે તેનાથી તેમની ખામીઓ, ડાર્ક સર્કલ વગેરે ઢંકાઈ જાય.

જેાકે આ એક અપ્રાકૃતિક અને કેકી લુક આપે છે. મેકઅપ કરતા પહેલાં સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ સુનિશ્ચિત કરી લો કે તમે મેકઅપ પ્રક્રિયા શરૂ કરતા પહેલાં ટોનર, મોઈશ્ચરાઈઝર અને પ્રાઈમર લગાવી લીધા છે કે નહીં. આ પ્રક્રિયા તમારી સ્કિનને સ્મૂધ કેનવાસમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે. ત્યાર પછી તમે સરળતાથી પોતાનો મેકઅપ લગાવી શકો છો. અહીં બીજી એક મહત્ત્વની વાત એ છે કે જે દિવસે તમે એક્સફોલિએટ કરો તે દિવસે મેકઅપ ન કરો. આમ કરવાથી મેકઅપ તમારા રોમછિદ્રોમાં પ્રવેશ કરશે અને તેને બંધ કરશે. તે ૨ રીતે હાનિકારક હોય છે- પહેલું તે સ્કિનને નુકસાન પહોંચાડે છે અને બીજું એ કે તે તમારા મેકઅપને તૂટેલો દર્શાવે છે તેમજ પેચી લુક આપે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....