આજના સમયમાં પ્રદૂષણ, તાણ અને ખોટી દિનચર્યાના લીધે આપણી સ્કિન સમય પહેલાં નિસ્તેજ, ડ્રાય અને વૃદ્ધ થવા લાગે છે. નાની ઉંમરના લોકોમાં ફેસ પર ડાઘધબ્બા અને ખીલની સમસ્યા શરૂ થઈ જાય છે. આ સ્થિતિમાં જરૂરી છે કે આપણે ફેસની સ્કિનની સારી રીતે સારસંભાળ લઈએ અને મેકઅપ લગાવીને સમસ્યા છુપાવવાના બદલે તેને સ્વાભાવિક રીતે સ્વસ્થ અને આકર્ષક બનાવીએ. સ્કિનની દેખરેખનો એક મહત્ત્વનો ભાગ છે સફાઈ પછી એક સારી ક્વોલિટીના ફેસ સીરમનો ઉપયોગ કરવો. ફેસ સીરમ એક લાઈટ વેટ મોઈશ્ચરાઈઝર જેવું હોય છે. વોટર બેઝ હોવાથી તે સ્કિનના ઊંડાણમાં ઓબ્ઝોર્બ થઈને તેને અંદરથી ભીનાશ આપે છે. નિયમિત રીતે સીરમનો ઉપયોગ કરવાથી સ્કિન વધારે સ્વસ્થ, યુવા અને ચમકદાર બને છે, સાથે સ્કિનમાં ભીનાશ જળવાયેલી રહે છે.

ફેસ સીરમનો ઉપયોગ મોઈશ્ચરાઈઝર, સનસ્ક્રીન અને મેકઅપની નીચે એક બેઝ લેયરના તરીકે કરવામાં આવે છે. યુવાનોની યંગ સ્કિનને સામાન્ય રીતે તેની ખૂબ વધારે જરૂર નથી હોતી, પરંતુ તેનો ઉપયોગ કરવાથી તેમને એક સ્વસ્થ, સ્વચ્છ સ્કિન મળે છે અને સમય પહેલાં સ્કિનની ઉંમર વધવા અને કરચલીને અટકાવવામાં મદદ મળે છે. તમે પણ સ્કિનની સફાઈ અને ટોનિંગ પછી દિવસમાં ૧ અથવા ૨ વાર ફેસ સીરમનો ઉપયોગ કરી શકો છો. ફેસ માટે સીરમ કેમ જરૂરી ફેસ સીરમ એવા લોકો માટે ખાસ જરૂરી છે, જેા ફેસ પર ઊભરી રહેલી ઉંમરની અસર, ડાર્ક ડાઘધબ્બા, હાઈપરપિગમેન્ટેશન, ખીલ, બંધ રોમછિદ્ર અને ડિહાઈડ્રેશનના લીધે પરેશાન હોય છે. ફેસ સીરમના પ્રયોગથી તમને આ સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે.

ફેસ પરના ડાઘધબ્બા ઘટાડવામાં : રોજ સૂર્યમાંથી નીકળતા યૂવી કિરણો આપણી સ્કિનને નિસ્તેજ અને બેરંગ કરે છે. આ સ્થિતિમાં ફેસ સીરમમાં રહેલો ગ્લાઈકોલિક એસિડ સ્કિનને ચમકદાર બનાવવાની સાથે એક નવું કોમ્પ્લેક્શન આપે છે. તમે નિયમિત ફેસ સીરમનો ઉપયોગ કરશો તો થોડા દિવસમાં તમે જેાશો કે ફેસ પરથી ડાઘધબ્બા ઓછા થવા લાગ્યા છે. લગભગ ૧ મહિનામાં ફેસ પરની બારીક રેખા અને કરચલી પણ ઓછી થવા લાગે છે.
નિસ્તેજ સ્કિનને ચમક આપવા માટે : ઉંમર વધવાની સાથે આપણી સ્કિન પોતાની ચમક ગુમાવવા લાગે છે. આ સ્થિતિમાં સ્કિન માટે ફેસ સીરમ જરૂરી બની જાય છે, જે સ્કિનના ઊંડાણમાં જઈને ચમક પરત લાવવાનું કામ કરે છે.
એન્ટિએજિંગ માટે : ‘ધ જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ એસ્થેટિક ડર્મેટોલોજી’ દ્વારા કરવામાં આવેલી એક શોધમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે ફેસ સીરમ ફેસ પર આવતી બારીક રેખા અને કરચલીને ઓછી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માત્ર ૨-૩ અઠવાડિયાના ઉપયોગ પછી તમને તફાવત સ્પષ્ટ દેખાશે. એન્ટિએજિંગ માટે તમારે હ્યાલૂરોનિક એસિડયુક્ત હાઈડ્રેટિંગ સીરમ પસંદ કરવું જેાઈએ. આ ફેસ સીરમ તમારી સ્કિનને યુવા લુક આપવાની સાથે કરચલીને દૂર કરે છે. કેટલાક ફેસ સીરમ વિટામિન-સી યુક્ત ઉપલબ્ધ છે. આ સીરમ પણ એન્ટિએજિંગ માટે બેસ્ટ છે.
ખીલ દૂર કરવા માટે : તમારા ફેસ પર ખીલ થતા હોય તો તમારે ફેસ સીરમનો ઉપયોગ કરવો જેાઈએ. તેમાં બેંજેઈલ પેરોક્સાઈડ અને સેલિસિક્લિક એસિડ હોય છે, જે ખીલને ધીરેધીરે ઓછા કરે છે અને તમને પહેલાં કરતાં વધારે સ્વસ્થ સ્કિન મળી જાય છે.
મોઈશ્ચર અને વોલ્યૂમમાં મદદ માટે : ઉંમર વધવાની સાથે તમારી સ્કિન ખાસ ગાલ અને આંખ નીચેનો ભાગ પોતાનું મોઈશ્ચર ગુમાવવા લાગે છે. આ સ્થિતિમાં ફેસ સીરમનો ઉપયોગ ફેસના આ ભાગમાં વોલ્યૂમ અને મોઈશ્ચર પરત લાવે છે. ફેસ સીરમના ૨-૩ ટીપા આંગળી પર લઈને જ્યારે તમે પૂરા ફેસ પર લગાવો છો ત્યારે થોડા જ સમયમાં ફરક દેખાવા લાગે છે.
સ્કિનને એક્સફોલિએટ કરવા માટે : ફેસ સીરમમાં લેક્ટિક અને ફોલિક એસિડ હોય છે, જે સ્કિનને સ્મૂધ ફીલ અને ઈવન ટોન આપે છે.
સ્કિનને હાઈડ્રેટ કરવા માટે : તમે તમારી સ્કિનને ડ્રાય અને નિસ્તેજ અનુભવી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમને મોઈશ્ચરાઈઝર ઉપરાંત કંઈક વધારે જરૂર છે. ફેસ ક્રીમ પર નિર્ભર રહેવાના બદલે તમે હાઈડ્રેટિંગ ફેસ સીરમનો પ્રયોગ કરીને ડ્રાય સ્કિનમાં ભીનાશ પરત લાવી શકો છો.
સુંદર દેખાવા માટે : ફેસ સીરમમાં કોલોજન કંટેન્ટ હોય છે, જેથી તમને સ્કિનના ટેક્સ્ચરમાં સુધારો દેખાશે. સ્કિન પહેલાંથી વધારે સુંદર અને સ્વસ્થ દેખાવા લાગે છે. તમારી સ્કિન પર ખુલ્લા રોમછિદ્રો હોય તો તે ઓછા થશે. બ્લેકહેડ્સની સાથે વાઈટહેડ્સ ઓછા થવા લાગશે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....