સુંદરતા નિખારવામાં સુંદર વાળની મહત્ત્વની ભૂમિકા રહેલી હોય છે. આ સ્થિતિમાં જરૂર છે વાળની નેચરલ બ્યૂટિ જાળવી રાખવા પૌષ્ટિકતાથી ભરપૂર ડાયટ લેવાની સાથેસાથે નેચરલ વસ્તુનો ઉપયોગ. તો આવો જાણીએ કે તમારા શેમ્પૂમાં કયાકયા ઈન્ગ્રીડિએંટ્સ હોવા જેાઈએ, જે તમારા વાળનું ધ્યાન રાખે :

આમળા આપે વાળને સ્ટ્રેંથ
આમળા વિટામિન સીનો ઉત્તમ સ્રોત હોવાની સાથેસાથે તે એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જેનાથી ન માત્ર પાચનતંત્ર અને લિવરની હેલ્થ સારી બને છે, પરંતુ તે વાળના ગ્રોથ તથા તેની હેલ્થ માટે પણ જરૂરી છે, કારણ કે આમળામાં રહેલા ફેટી એસિડ ફોલિકલ્સ સુધી પહોંચીને વાળને સોફ્ટ, શાઈનિંગ બનાવે છે અને તેને વોલ્યૂમ આપવાનું કામ કરે છે. સાથે તેમાં રહેલા આયર્ન અને કેરોટીન કન્ટેન્ટને વાળના ગ્રોથ માટે લાભદાયી માનવામાં આવે છે. તેનાથી વાળને સ્ટ્રેંથ મળે છે.

શિકાકઈ પોષણ આપે
વર્ષોથી શિકાકઈનો ઉપયોગ હેરકેર માટે થતો રહ્યો છે, કારણ કે તેમાં વિટામિન, એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટી હોવાથી તે ઈંફેક્શનને હીલ કરવા, ડેન્ડ્રફથી મુક્તિ અપાવવા અને હેર ફોલિકલ્સને નરિશ કરવાની સાથે વાળને સોફ્ટ તથા શાઈની બનાવવાનું કામ કરે છે, સાથે તેનાથી વાળ વધારે મજબૂત બને છે.

ગ્રીન એપલ રોકે હેર ફોલ
ગ્રીન એપલમાં વિટામિન તથા ન્યૂટ્રિએંટ્સ હોવાથી તે મૂળને મજબૂત કરીને વાળને ખરતા અટકાવે છે. સાથે જ્યારે વાળને પ્રોપર ન્યૂટ્રિશન મળે છે ત્યારે તેનાથી વાળ ભરાવદાર, લાંબા અને ચમકદાર બને છે. તેમાં હાઈ ફાઈબર કન્ટેન્ટ હોવાથી વાળની ક્વોલિટી પણ ઈમ્પ્રૂવ થાય છે. જેનાથી વાળની ખોવાયેલી બ્યૂટિ ધીરેધીરે પરત ફરવા લાગે છે.

વ્હીટ પ્રોટીન આપે મોઈશ્ચર
શેમ્પૂમાં વ્હીટ પ્રોટીન ઈન્ગ્રીડિએંટ હશે તો તે વાળના મોઈશ્ચરને રિટેન કરવાનું કામ કરશે. જેનાથી વાળ વધારે ચમકદાર દેખાય છે અને તેને વોલ્યૂમ પણ મળશે. જેા તમારા વાળ ડલ, નિસ્તેજ તેમજ વધારે હેર સ્ટાઈલિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી નેચરલ કોમળતા ગુમાવી ચૂક્યા હોય તો તમે વ્હીટ પ્રોટીનયુક્ત શેમ્પૂનો ઉપયોગ કરો, કારણ કે તે વાળને સોફ્ટ બનાવવાની સાથે વાળમાં ફ્રિઝીનેસને અટકાવવાનું કામ કરે છે. સુંદર વાળ માટે આ ઈન્ગ્રીડિએંટ્સ યુક્ત રોજ હર્બલ શેમ્પૂની તમે પસંદગી કરી શકો છો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....