ચહેરો ચાંદ જેવો ચમકતો રહે, તેની પર એક પણ ડાઘધબ્બા કે ખીલ ન હોય, એવું દરેક છોકરી તથા મહિલા ઈચ્છે છે, પરંતુ ઈચ્છવા છતાં કોઈની આ ઈચ્છા પૂરી નથી થઈ શકતી, કારણ કે એક પ્રદૂષણ, લાઈફસ્ટાઈલ અને બીજું આપણું સ્કિન કેર રૂટિન આપણા ચહેરા પર ખીલ જેવી સમસ્યાને જન્મ આપે છે. આમ તો બીજા ઘણા બધા કારણ છે ખીલ થવાના, પરંતુ કારણ ગમે તે હોય, ખીલ દેખાવમાં સારા નથી લાગતા. સાથે તે આપણા આત્મવિશ્વાસને ઘટાડવાનું કામ પણ કરે છે. આ સ્થિતિમાં જરૂરી છે ખીલની ટ્રીટમેન્ટ માટે યોગ્ય બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની. તો આવો જાણીએ તેના વિશે :

ન્યૂટ્રોજિના ઓઈલ ફ્રી ફેસવોશ
આ ફેસવોશ તથા ક્લીંઝર ખીલ પ્રોન સ્કિન માટે ખૂબ સારા છે, કારણ કે તેમાં સેલિસિલિક એસિડ, જે સ્કિનના આઉટર લેયરને ક્લીન કરવાની સાથેસાથે પોર્સમાં જઈને સીબમને રિમૂવ કરવાનું કામ કરે છે. તે પોર્સને ક્લોગ થવાથી પણ અટકાવે છે. તેમાં રહેલો ગ્લાઈકોલિક એસિડ, ઈવન સ્કિન ટોન આપવાનું કામ કરે છે અને તેમાં રહેલો લાઈપોહાઈડ્રોક્સી એસિડ સ્કિન પરથી એક્સેસ ઓઈલને રિમૂવ કરીને ક્લીયર સ્કિન આપવાનું કામ કરે છે. આ ફેસવોશની ખાસિયત એ છે કે તે દરેક સ્કિન ટાઈપ પર સૂટ કરવાની સાથેસાથે સ્કિનને હાઈડ્રેટ રાખે છે.

કાયા સેલિસિલિક એસિડ ફેસવોશ
આ માઈલ્ડ ક્લીંઝર તમારી સ્કિનને ડીપ ક્લીન કરીને ખીલની સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે, કારણ કે તેમાં છે સેલિસિલિક એસિડ, જે સ્કિનને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના પોર્સને ડીપ ક્લીન કરવાનું કામ કરે છે, જેનાથી પોર્સમાં જામેલી ગંદકી, ધૂળમાટી તથા ઓઈલ સરળતાથી રિમૂવ થઈ જાય છે, સાથે તે સ્કિનને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે. જેા તમારે ખીલ વિનાની સુંદર સ્કિન જેાઈતી હોય, તો આ ફેસવોશ માત્ર થોડા અઠવાડિયામાં તમારી સ્કિન પર મેજિક ઈફેક્ટ આપવાનું કામ કરે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....