વેડિંગ પાર્ટીમાં જવા માટે તૈયાર થતી વખતે દરેક યુવતીનું સપનું હોય છે કે તે દુલ્હનથી પણ વધારે સુંદર અને આકર્ષક દેખાય. તેનો ડ્રેસ અને હેરસ્ટાઈલ એવા હોય કે લોકોની નજર તેની પર કેન્દ્રિત રહે. આવો, અમે તમને કેટલીક સિંપલ, પણ આકર્ષક હેરસ્ટાઈલ વિશે જણાવીએ, જેા તમે વેડિંગ પાર્ટીમાં ટ્રાય કરી શકો છો :

સોફ્ટ હેર લુક
વેડિંગ પાર્ટીમાં તમે એક સોફ્ટ હેર લુક કેરી કરી શકો છો. હેરને સરખા ભાગમાં ડિસ્ટ્રિબ્યૂટ કરીને સોફ્ટ કર્લ્સ બનાવો. ટોંગ રોડ કે સ્ટ્રેટનિંગ રોડનો ઉપયોગ કરીને તમે કર્લ્સ બનાવી શકો છો. પૂરા કર્લ્સ બન્યા પછી ફિંગરની મદદથી લૂઝ કરો. આ રીતે તમે સોફ્ટ કર્લ્સ બનાવો. સોફ્ટ કર્લ્સને વધારે અટ્રેક્ટિવ બનાવવા ઈચ્છો છો તો આગળથી બ્રેડ લઈ શકો છો.
આ રીતે આકર્ષક ઈંડોવેસ્ટર્ન લુક મળશે. હેરને ફ્રેશ ફ્લાવર્સ સાથે એક્સેસરિઝ કરો. કોઈ ક્લોઝ ફેમિલી વેડિંગ અથવા પાર્ટીમાં જવા માટે આ સુંદર ટ્રેડિંગ અને સદાબહાર હેરસ્ટાઈલ લુક છે.

વિક્ટોરિયન બન
જ્યારે તમે કોઈ ક્લોઝ ફંક્શનમાં જાઓ છો, જેમ કે તમે વરવધૂના બહેન અથવા ભાભી છો તો આવી કોઈ ટાઈડઅપ હેરસ્ટાઈલ બનાવી શકો છો. જે ફ્રંટમાં તમને પ્રોપર સ્લીક સેટિંગ આપે છે. તમે ફ્રંટમાં ફિંગર સેટિંગથી તેને વધારે આકર્ષક બનાવો. સામેથી પાર્ટિશનને સરખા સેક્શન સાથે ફિંગર સેટિંગ સાથે ફ્રંટ સ્વાઈપ કરો, જેથી થોડો ભાગ માથા પર આવે.
તમે ટીકાની સાથે તેને ડેકોરેટ કરી શકો છો. પાછળ ખૂબ સુંદર બ્રેડ સાથે બન બનાવી શકો છો. તેમાં તમે નોર્મલ ચોટી બનાવી શકો છો જે સુંદર ફ્રેશ ફ્લાવરથી તેને ડેકોરેટ કરી શકો છો.

પ્રિન્સેસ બ્રેડ
આ ટ્રેન્ડી હેરસ્ટાઈલ છે. આ સ્ટાઈલને બ્રાઈડ પણ કેરી કરી શકે છે અને કોઈ વેડિંગ પાર્ટીમાં જવા માટે તમે પણ અપનાવી શકો છો. તેમાં સુંદર રીતે મેસ્સી ચોટી બનાવવામાં આવે છે. તમે આ સ્ટાઈલ ઓરિજિનલ હેર સાથે બનાવી શકો છો કે પછી એક્સટેન્શન પણ અટેચ કરી શકો છો. તેને સુંદર રીતે તમે લેફ્ટ ટૂ રાઈટ અને રાઈટ ટૂ લેફ્ટ બનાવો. પછી ધીરેધીરે ફિંગર્સ સાથે ઓપન કરશો.
તે એક મેસ્સી લુક આપે છે, જે આજકાલ ટ્રેન્ડમાં છે. તમે બ્રેડને પણ ફ્રેશ ફ્લાવરથી ડેકોરેટ કરી શકો છો. તેથી એ વધારે સુંદર લાગશે. ફ્રેશ ફ્લાવરમાં તમે રોઝિસ યૂઝ કરી શકો છો, જિપ્સી ફ્લાવર કે કાર્નેશંસનો યૂઝ કરી શકો છો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....