વાળ કમજેાર થવાના અનેક કારણ હોય છે, ઉંમર, હોર્મોનલ ગરબડ, તાણ, થિન બ્લડ દવા, અચાનક શરીરનું ઘટતું વજન, પર્યાવરણમાં બદલાવ, જેનરેટિંગ ઉત્પાદનનો ઉપયોગ વગેરેનથી વાળ શુષ્ક અને કમજેાર થવા લાગે છે. વાળની યોગ્ય કાળજી લો. વાળ સંબંધિત સમસ્યા માટે કેટલાક સરળ ઉપાય :

ગુલાબજળ : ગુલાબના પાણીનું પીએચ વાળના પીએચ જેવું જ છે. તેનો અર્થ એ છે કે ગુલાબજળ વાળના તેલને ઓછું કરી શકે છે અને તેની નેચરલ ચમકને પણ નિખારી શકે છે. ગુલાબજળ વાળ માટે ખૂબ સારું મોઈશ્ચરાઈઝર પણ છે. તેથી પાણીમાં ગુલાબજળને મિક્સ કરીને વાળને ધુઓ.

આમળા : વાળને ખરતાં બચાવવાનો એક ઉત્તમ ઈલાજ છે. તમારા વાળ પર આમળાના તેલની માલિશ કરવાથી સ્કેલ્પના રોમછિદ્રો મજબૂત થાય છે, જેથી વાળને મજબૂતાઈ અને ચમક મળે છે. આમળામાં વિટામિન સી હોય છે. તેથી તે કસમયે વાળને સફેદ થતાં અટકાવવામાં મદદ કરે છે, પણ ખંજવાળ આવતી સ્કેલ્પ માટે પણ સૌથી સારો ઉપચાર છે, જે સ્કેલ્પની અંદર સુધી પોષણ આપવાની ક્ષમતા ધરાવે છે. આમળા અને શિકાકઈની પેસ્ટ બનાવીને ૩૦ મિનિટ સુધી વાળમાં લગાવી રાખો. પછી ધોઈ લો.

બટાકા : બટાકામાં વિટામિન બી, વિટામિન સી, ઝિંક અને આયર્ન હોય છે, જે સ્કલ્પને પોષણ આપે છે અને વાળના ગ્રોથને વધારે છે. શેમ્પૂ કર્યા પછી વાળમાં બટાકાના રસને લગાવો અને તેને થોડો સમય રહેવા દો. ત્યાર પછી સ્વચ્છ પાણીથી તેને ધોઈ લો. લાંબા વાળ માટે ૧ કપ અને ટૂંકા વાળ માટે અડધો કપ બટાકાનો રસ પૂરતો રહેશે.

મીઠા લીમડાનાં પાન : મીઠા લીમડાનાં પાન વાળના ગ્રોથ માટે ફાયદાકારક છે અને તે વાળને કસમયે સફેદ થતા અટકાવે છે. મીઠા લીમડાના પાન ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર હોય છે અને આ બધાં તત્ત્વો વાળને મજબૂત બનાવે છે. મીઠા લીમડાના પાંદડામાં રહેલા પોષક તત્ત્વોથી સ્કેલ્પમાં રહેલા ડેડ સેલ્સ દૂર થાય છે તેમજ તે નવા અને હેલ્ધિ વાળ ઉગાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. મીઠા લીમડાના પાનને નાળિયેરના તેલની સાથે કાળા પડી જાય ત્યાં સુધી ગરમ કરો. ત્યાર પછી આ મિશ્રણને ઠંડું કરીને સ્કેલ્પ અને વાળ પર સારી રીતે લગાવતા થોડી વાર સ્કેલ્પ પર માલિશ કરો. આ મિશ્રણને ઓછામાં ઓછા ૧ કલાક સુધી રહેવા દો. ત્યાર પછી વાળને સારી રીતે ધોઈ લો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....