આજકાલ કુટુંબ, પરિવાર અને ઘર નાના થઈ રહ્યા છે. જ્યાં પહેલા મોટા પરિવારની વહુ ઘરમાં આવે તેને શુભ મનાતું હતું, કારણ કે મોટો પરિવાર એ વાતની ઓળખ રહેતો હતો કે ત્યાં સગાંસંબંધીમાં એકબીજા સાથેનો તાલમેલ સારો હશે. પરિવારના બધા એકબીજાના સુખદુખમાં સાથે ઊભા રહેતા હશે. જેાકે આ તાલમેલ બેસાડવો કોઈ સરળ કામ નથી. નાજુક સંબંધને મજબૂત બનાવવા માટે બધાની પસંદનાપસંદનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. આ બધાના વશની વાત નથી હોતી કે તેઓ પરિવારની એકતા જાળવી શકે. આ વાત માટે પ્રામાણિકતા, વાણી પર સંયમ, મનમાં ભેદભાવ ન હોવો, સ્વાર્થથી દૂર રહેવું, ધીરજ રાખવી વગેરે તમામ ગુણો હોવા ખૂબ જરૂરી છે. કેટલાક લોકો નાનીનાની વાતમાં નારાજ થઈ જાય છે. તેમને વારંવાર મનાવો, ત્યારે તેઓ સામાન્ય થાય છે, પરંતુ આ લોકોને કંઈ ખબર નથી હોતી કે તેઓ કઈ વાતે નારાજ થશે.
વ્યવહાર સારો રાખો
કેવી રીતે ચીડિયલ કે નાનીનાની વાતે ખોટું લાગે તેવા વ્યવહારના લીધે સંબંધમાં કડવાશ પેદા થાય છે.
અમૃતાના લગ્ન દિલ્લીના સી.એ. વિપિન સાથે થયા હતા. તેના લગ્નમાં ફેરા સમયે જ્યારે અમૃતાની પિતરાઈ બહેનોએ જૂતા છુપાવવાની વિધિ સમયે ભાવિ જીજાજીના જૂતા શોધવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે ત્યાં ન મળ્યા. પછી જાણવા મળ્યું કે જીજાનો નાનો ભાઈ જૂતા રૂમમાં મૂકવા ગયો છે. સાળીઓએ વિચાર્યું કે રૂમમાં કેવી રીતે જવું. પછી તેમણે પોતાના ભાઈને પણ સામેલ કરી લીધો અને તેને કહ્યું કે તું રૂમમાં જઈને જૂતા બહાર લઈ આવ. જે રૂમમાં જીજાનો નાનો ભાઈ જૂતા સાથે બેઠો હતો ત્યાં તે ગયો.
તે સમયે ઊંઘી રહેલા જીજાના ભાઈને લાગ્યું કે કોણ જાણે કોણ રૂમમાં ઘૂસી આવ્યું છે અને તે કંઈ જ જેાયાજાણ્યા વિના આવનાર પર તૂટી પડ્યો. ત્યાર પછી બંને વચ્ચે મારામારી થઈ ગઈ અને ફેરાની વચ્ચે બંને પક્ષે ઉગ્ર બોલચાલ થઈ ગઈ. જેાકે વર થોડો સમજદાર હતો, તે બંને પક્ષના વડીલો સામે માફી માંગવા લાગ્યો. ભાઈભાભી બંનેએ ખૂબ માફી માંગી જેથી ગમે તે રીતે પરિવારમાં શાંતિ જળવાય, પરંતુ દિયરની નારાજગી તો જેમની તેમ રહી. તેનું કહેવું હતું કે મને નવવધૂ પક્ષે માનસન્માન ન આપ્યા. ત્યાર પછી દિયર અવારનવાર ભાભીને મહેણાંટોણાં મારતો. આખરે હારીને મોટા ભાઈભાભી પરિવારથી અલગ થઈ ગયા.





