સામગ્રી :
૧ કપ સોજી
૧ કપ દહીં
૧ મોટી ચમચી ડુંગળી સમારેલી
૧ મોટી ચમચી ટામેટું સમારેલું
૧ મોટી ચમચી કોથમીર સમારેલી
૧/૨ નાની ચમચી લીલાં મરચાં સમારેલાં
૧ નાની ચમચી ફ્રૂટ સોલ્ટ
મીઠું સ્વાદ મુજબ.
રીત :
ફ્રૂટ સોલ્ટ સિવાયની અન્ય સામગ્રી મિક્સ કરો. જરૂર મુજબ પાણી નાખતા ઘટ્ટ ખીરું બનાવો. ફ્રૂટ સોલ્ટ નાખીને અપ્પમ મેકરમાં મિશ્રણ નાખી ધીમા ગેસ પર પકાવો. ફૂલી જતા અપ્પમ મેકરમાંથી કાઢીને લીલી ચટણી સાથે સર્વ કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ