સ્મોકી ડાર્ક આંખો કોઈનું પણ મન મોહી લે છે. કોઈ મહિલા કે છોકરીની સુંદરતા વધારવામાં તેની આકર્ષક આંખો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી તે આઈ મેકઅપ પર વધારે ધ્યાન આપે છે અને કોઈ મેકઅપ કર્યો હોય કે નહીં, આઈલાઈનરથી આંખોને ટચઅપ આપવાથી ફેસનો લુક બદલાઈ જાય છે. આઈ મેકઅપમાં કાજલ સાથે સૌથી મહત્ત્વપૂર્ણ આઈલાઈનર હોય છે. છોકરીઓના મેકઅપ બોક્સમાં કાજલ અને આઈલાઈનર અચૂક હોય છે, કારણ કે છોકરીઓ પાર્ટી માટે તૈયાર થતી વખતે આઈલાઈનરનો ઉપયોગ જરૂર કરે છે. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની આઈલાઈનર ઉપલબ્ધ છે, જે મુખ્યત્વે ૪ પ્રકારની હોય છે :

પેન્સિલ આઈલાઈનર
પેન્સિલ અથવા કાજલ લાઈનર બેઝિક આઈલાઈનર છે. પહેલા પેન્સિલ આઈલાઈનરનો ટ્રેન્ડ હતો. તેનો ઉપયોગ આંખોને સ્મોકી લુક આપવા માટે કરવામાં આવે છે. તમે આઈલાઈનર લગાવવામાં હજી નવા છો તો પેન્સિલ આઈલાઈનરનો ઉપયોગ કરો. તેના ફેલાવાનો ડર નથી હોતો અને આંખને મનપસંદ આકાર મળી જાય છે. બસ ધ્યાન રાખો કે તમે કોંટેક્ટ લેન્સ લગાવો છો તો પેન્સિલ આઈલાઈનરનો ઉપયોગ ન કરો. લાઈનર લગાવતી વખતે તમારો હાથ ધ્રૂજે છે તો અણીદાર પેન્સિલના બદલે ગોળ અણીવાળી પેન્સિલ લો. તેથી પેન્સિલ આંખમાં વાગવાનો ડર ન રહે.

લિક્વિડ આઈલાઈનર
જ્યારે તમે લાઈનર લગાવવામાં પરફેક્ટ થઈ જાઓ ત્યારે લિક્વિડ લાઈનર ખરીદી શકો છો. જેને વિંગ લાઈનર લગાવવી પસંદ હોય તેમના માટે પણ લિક્વિડ લાઈનર બેસ્ટ છે. લિક્વિડ લાઈનર લગાવતા પહેલાં બ્રશનો ઉપયોગ કરો અને તેને આંખની નીચેની પાંપણ પર ભૂલથી પણ ન લગાવો, નહીં તો તે ફેલાઈને આંખનો મેકઅપ બગાડી દેશે. તમે ઈચ્છો છો તો લાઈનર પૂરો દિવસ ટકે તે માટે વોટરપ્રૂફ લિક્વિડ લાઈનર ખરીદો.

જેલ આઈલાઈનર
સ્મોકી આઈઝ મેળવવા માટે જેલ આઈલાઈનર બેસ્ટ ઓપ્શન છે. આ આઈલાઈનર લિક્વિડ અને પેન્સિલ લાઈનરથી અલગ હોય છે. એક નાના બોક્સમાં કાજલ અને બ્રશ હોય છે. બ્રશની મદદથી આઈલાઈનર લગાવવી પડે છે. તેને લિક્વિડ લાઈનરથી લગાવવામાં સરળતા રહે છે. મેટ ફિનિશિંગ માટે જેલ આઈલાઈનર સારી રહે છે.

ફેલ્ટ ટિપ લાઈનર
ફેલ્ટ ટિપ લાઈનર એક એવી આઈ પ્રોડક્ટ છે, જે બિલકુલ માર્કર પેન જેવી દેખાય છે. આ લાઈનર અન્ય લાઈનરની સરખામણીમાં જલદી સુકાઈ જાય છે. આ તે મહિલાઓ માટે બેસ્ટ છે જે વિંગ લાઈનર લગાવવાનું પસંદ કરે છે. તમે ઉતાવળમાં છો તો આ લાઈનરને આંખો પર અપ્લાય કરી શકો છો.

આઈલાઈનર લગાવતી વખતે ધ્યાન રાખવાની વાત
તમે પહેલી વાર પેન્સિલ આઈલાઈનરનો ઉપયોગ કરો. ફેસ પર મોઈશ્ચરાઈઝર લગાવ્યા પછી તરત આઈલાઈનરનો ઉપયોગ ન કરો. તમારી સ્કિન ઓઈલી છે તો આઈલાઈનર લગાવતાં પહેલાં ફેસ કોઈ ટિશ્યૂ પેપરથી સાફ કરો, જેથી તેની પર કોઈ પ્રકારનું ઓઈલ ન રહે.
ધ્યાન રાખો કે આઈલાઈનર લગાવતી વખતે એક વારમાં એક જ લેયર એપ્લાય કરો. ત્યાર પછી તેને જાડી કરવા માટે બીજું અને ત્રીજું લેયર લગાવો. આઈલાઈનર લગાવતી વખતે આંખની આસપાસ ફેલાઈ જાય તો તેને સુકાતા પહેલાં તરત કોઈ કોટન અથવા ભીના કપડાથી સાફ કરો.
આઈલાઈનરનો ઉપયોગ કર્યા પછી બ્રશને હંમેશાં ગરમ પાણીથી ધોઈને હવામાં સૂકવા દો. આવું કરવાથી બેક્ટેરિયા ઈંફેક્શનથી બચી શકાય છે. આઈલાઈનર અને લિપસ્ટિકને કોઈ બીજા સાથે શેર ન કરો.
દર વખતે એક જ બ્રશથી મેકઅપ કરવાથી બેક્ટેરિયા ઊછરે છે, તેથી ૩-૪ મહિના પછી આઈલાઈનર બ્રશ બદલો.

આઈલાઈનર લગાવવાની સાચી રીત
સૌપ્રથમ ફેસને ક્લીન કરો. ત્યાર પછી ફેસ પર મોઈશ્ચરાઈઝર અને આંખની ચારેય બાજુ ક્રીમ લગાવો. ફાઉન્ડેશન આઈલાઈનરને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરશે. તમારી આંખોની આસપાસ જ્યાં તમે મેકઅપ કરો છો ત્યાં થોડા પ્રમાણમાં પ્રાઈમર લગાવો. તેનું મુખ્ય કામ સ્કિનને સોફ્ટ કરવાનું હોય છે.
પાંપણ અને આંખની નીચે કંસીલર લગાવો. તેને યોગ્ય રીતે બ્લેન્ડ કરો. લાઈનર ખાસ કરીને લિક્વિડ આઈલાઈનર લગાવતી વખતે કેટલાકના હાથ ધ્રૂજે છે. તેના માટે સારું છે કે તમે કોણીને કોઈ ટેબલ પર રાખો. તમારી લેશિસ ઉપર આંખની અંદરના ભાગથી બહારની બાજુ અને સીધી લાઈન બનાવો. પહેલી વાર લિક્વિડ લાઈનર લગાવતી મહિલાઓ અથવા છોકરીઓ માટે સીધી લાઈન બનાવવી મુશ્કેલ હોય છે.
તેથી ઉપરની લેશ લાઈનના બદલે એક સમાન ગેપ રાખતા થોડાથોડા અંતરે નાનાનાના ડોટ્સના નિશાન બનાવો અને આઈલાઈનર લગાવવાનું શરૂ કરો. હવે લેશ લાઈનના બદલે જે ડોટ્સ બનાવ્યા હતા. તેને જેાડવા માટે નાનાનાના સ્ટ્રોક લગાવો.
જ્યારે લાઈનર લગાવવાની પ્રક્રિયા પૂરી થાય ત્યારે નીચેની લેશ લાઈનને એક પેન્સિલ લાઈનર સાથે આગળ વધારો. તમારી આઈલાઈનર ફેલ ગઈ છે તો આઈ મેકઅપ રિમૂવરથી તેને રિમૂવ કરો.

અલગઅલગ રંગની આઈલાઈનરની અસર
તમારે બોલ્ડ ઈફેક્ટ જેાઈએ તો બ્લેક કલર પસંદ કરો. સ્મોકી લુક માટે બ્રાઉન કલર બેસ્ટ છે. આંખોને મોટી બતાવવા માટે વાઈટ કલરની આઈલાઈનર લગાવો. આંખોને બ્રાઈટ બતાવવા માટે ગ્રે કલર પસંદ કરો અને જેા આંખનો ટ્રેન્ડી લુક ઈચ્છો છો તો ગ્રીન કલરની આઈલાઈનરનો ઉપયોગ કરો. ગ્લિટરથી સ્પાર્કલ લુક મેળવી શકો છો.

આંખના શેપ મુજબ આઈલાઈનર
કેટલીય વાર મહિલાઓ આઈલાઈનર લગાવે છે, પણ તે તેમના ફેસ મુજબ સૂટ નથી કરતી, કારણ કે આઈલાઈનરનો લુક તેમની આંખના શેપ પર નિર્ભર કરે છે. તેથી લાઈનર લગાવતા પહેલાં તમારી આંખના શેપ વિશે જાણો અને પછી જેવો તમારી આંખનો શેપ હોય તે મુજબ લાઈનર લગાવો.

ગોળાકાર આંખ : રાઉન્ડ શેપવાળી આંખ મોટી હોય છે. આવી આંખ માટે વિંડ આઈલાઈનર બેસ્ટ હોય છે.
બદામ શેપ આંખ : આ શેપની આંખવાળી મહિલાઓ કોઈ પણ પ્રકારની આઈલાઈનર લગાવી શકે છે, પરંતુ વિંડ આઈલાઈનર બદામ શેપની આંખ પર વધારે સારી લાગે છે. આંખના ઈનર કોર્નરથી લાઈન ખેંચવાનું શરૂ કરો અને ધીરેધીરે લાઈન જાડી કરો. આંખના ખૂણા પર વિંગને ફેલાવો.
નાની આંખ : નાની આંખ માટે લાઈનરને ઉપરની લેશ લાઈનથી પાતળી દોરતા શરૂ કરો અને છેલ્લે આવીને તેને થોડી જાડી કરો. આંખો મોટી દેખાશે.
મોટી આંખ : આ મહિલાઓ કેટ આઈલાઈનર અને વિંગ્ડ સ્ટાઈલ બંને અપનાવી શકે છે.
ઉપસેલી આંખ : આ આંખનો શેપ થોડો ઉપસેલો રહે છે અને પાંપણ પણ મોટી હોય છે. એવી મહિલાઓ પોતાની આંખ પર શરૂઆતની લાઈનથી લઈને કોર્નર સુધી જાડી અને પાતળી એક જેવી લાઈનર અપ્લાય કરી શકો છો.

સારી બ્રાન્ડની ટ્રેન્ડી આઈલાઈનર
રેવલોન કલરસ્ટે એક્જેક્ટિફાય લિક્વિડ લાઈનર.
કલર બાર જસ્ટ સ્મોકી આઈ પેન્સિલ લાઈનર.
એનવાયએક્સ પ્રોફેશનલ મેકઅપ મેટ લિક્વિડ લાઈનર.
બોબી બ્રાઉન લોંગ વેર જેલ આઈલાઈનર.
મેક ફ્લૂઈડલાઈન જેલ આઈલાઈનર.
લેક્મે એબ્સોલ્યૂટ ગ્લોસ આર્ટિસ્ટ આઈલાઈનર.
એવન ગ્લેમર સ્ટિક આઈલાઈનર.
મેબલીન લાસ્ટિંગ ડ્રામા જેલ લાઈનર.
લોરિયલ પેરિસ સુપર લાઈનર સુપર સ્ટાર ડુઓ ડિઝાઈનર.
કલરબાર પ્રિસિશન વોટરપ્રૂફ લિક્વિડ આઈલાઈનર.
લેક્મે આઈકોનિક લાઈનર પેન ફાઈન ટિપ.
મેબેલિન ન્યૂયોર્ક જીજી હદીદ જેલ આઈલાઈનર.

આઈલાઈનર લગાવવાની ટિપ્સ
આઈલાઈનર લગાવતા પહેલાં આઈલેશિસને કર્લ કરો. તેથી આંખો મોટી અને સુંદર દેખાય.
આઈલાઈનર લગાવતી વખતે ઉપરની આઈલેશ લાઈનની સેન્ટરથી આઈલાઈનર લગાવવાનું શરૂ કરો. આંખ પર લાઈનર લગાવતી વખતે હંમેશાં નીચે જુઓ. ઉપર જેાવાથી શેપ બગડે છે.
જેા આઈલાઈનર આંખમાં જતી રહે તો તે જ સમયે આંખને બરાબર ધોઈ લો. વિંગ બનાવતી વખતે પાંપણ ખેંચશો નહીં, નહીં તો વિંગ બગડી જશે. કેટ આઈલાઈનર લુક માટે પહેલાં કાજલ પેન્સિલની મદદથી લાઈન બનાવો. ત્યાર પછી આઈલાઈનરનો ઉપયોગ કરો. લાઈનર હંમેશાં આરામથી લગાવો. આંખને મોટી બતાવવા માટે લોઅર લેશ લાઈન પર વાઈટ કાજલ પેન્સિલ અથવા વાઈટ લાઈનર લગાવી શકો છો.
આંખને બ્રાઈટ બતાવવા માટે આંખ અને નાકની વચ્ચે આઈ કોર્નર પર હાઈલાઈટર અપ્લાય કરો.

વધુ વાંચવા કિલક કરો....