વાર્તા – પૂનમ અહમદ

૨ યુવાન દિલના ધબકારા ધીમા થયા ત્યારે એકબીજાની આગોશમાં બંધાયેલ કોરલ અને નિવાને સમય જેાયો. બંને હસી પડ્યા.
કોરલે કહ્યું, ‘‘તરત જ સમય જેાવાનું યાદ આવ્યું ને. અત્યાર સુધી ઉત્સાહમાં કંઈ યાદ નહોતું?’’
‘‘હા યાર, અન્મયનો બર્થ-ડે છે, તેની પાર્ટીમાં જવાનું છે ને. રાતે આવે છે ને?’’
‘‘જેાઉં છું.’’
સામે ટેબલ પર મૂકેલો ફોન જેાતા નિવાને કહ્યું, ‘‘જેાવાનું શુંતેની ગર્લફ્રેન્ડ પલકે તેના માટે પાર્ટી રાખી છે, પલક અને તું બેસ્ટ ફ્રેન્ડ છો, તારે તો આવવું જ પડશે ને.’’
‘‘હકીકતમાં મમ્મી સાથે તેમની ફ્રેન્ડના ઘરે કોઈ ફંક્શનમાં પણ જવાનું છે, પપ્પા બહાર ગયા છે, નાનો ભાઈ કિયાન આવા ફંક્શનમાં જતો નથી, તને ખબર જ છે, મારે જ બલિનો બકરો બનવું પડે છે.’’ કપડાં ઠીક કરતા કોરલ બોલી.
એટલામાં કોરલના ફોનની રિંગ વાગી. મમ્મી સરિતાનો ફોન હતો. તેણે ઉઠાવ્યો, ‘‘હા મમ્મી, આવી રહી છું, પણ મમ્મી રાતે થોડી વાર અન્મયની પાર્ટીમાં જવા દેજે પ્લીઝ.’’
ફોન મૂકતા કોરલના ચહેરાની સ્માઈલ કહેતી હતી કે તેને થોડી વાર માટે પાર્ટીમાં જવાની પરમિશન મળી ગઈ છે. નિવાને ફરી એક વાર કિસ કરતા પૂછ્યું, ‘‘હવે ક્યારે મળીશ?’’
‘‘આ રૂમની ચાવી તારી પાસે ક્યાં સુધી છે?’’
‘‘રજત આવતા અઠવાડિયે આવશે, ત્યાં સુધી આપણે એશ કરીશું. આ રૂમ હાલમાં કેટલાય પ્રેમીઓનું ઠેકાણું બન્યો છે. તને ખબર છે, કાલે રાતે પલક અને અન્મય અહીં એડવાન્સમાં બર્થ-ડે સેલિબ્રેટ કરીને ગયા.’’ નિવાને જેારથી હસતા કોરલને કહ્યું તો તે પણ હસતા બોલી, ‘‘અચ્છા. મેડમને પૂછું છું. તેણે મને ના કહ્યું.’’
‘‘અરે, આવી વાત છોકરા આરામથી શેર કરે છે, છોકરીઓ સાહેલીઓથી છુપાવે છે. ચાલ, હવે તને ઘરે મૂકી દઉં. રાતે તો મળવાનું જ છે.’’
સુલ્તાનપુરના આ મહોલ્લાથી થોડે દૂર રસ્તા પર નિવાને બાઈક ઊભી રાખી અને કોરલને ઉતારીને ચાલ્યો ગયો. આ નાની જગ્યા હતી. આ બધા મિત્રો એક જ કોલેજમાં ભણતા હતા. પરસ્પર બધાનો કોઈ ને કોઈ પ્રેમ પ્રસંગ ચાલતો રહેતો. કોરલ, તનિમા, વંશા અને પલક બાળપણની સાહેલીઓ હતી. આજકાલ રજત પોતાના ગામ ગયો હતો. પોતાના રૂમની ચાવી નિવાનને આપીને ગયો હતો. જ્યાં કોરલ અને પલક પોતાના બોયફ્રેન્ડ સાથે સમય વિતાવીને એન્જેય કરતા હતા.

તનિમા ની મિત્રતા રિદિત અને વંશાની મિત્રતા વીરાંશથી શરૂ થઈ હતી, પણ આ ચારેય હજી આગળ નહોતા વધ્યા. એક ઠીકઠાક હોટલમાં રાતે પાર્ટીમાં બધાએ મસ્તી કરી. મોટા શહેરની જેમ બધા શક્ય એટલું એન્જેાય કરતા હતા, પણ સુલ્તાનપુર દિલ્લી, મુંબઈ જેવી જગ્યા નહોતી કે કોઈ જેાઈ જવાની ચિંતા ન હોય. હજી તેમના ઘરવાળાને ‘લોકો શું કહેશે’ વાળી મોટી જવાબદારી હતી. તેથી છોકરીઓને જલદી ઘરે આવવાની સલાહ અપાતી હતી.
અન્મય અને નિવાને થોડી વધારે પી લીધી તો છોકરીઓ તેમની વાતોથી અસહજ થઈ ગઈ. બંને ક્યારેક કોઈ છોકરીના ગળે પડતા, ક્યારેક કોઈ. કોરલના ચહેરા પર ગુસ્સો હતો, તેણે નિવાનને કહ્યું, ‘‘અમે જઈએ છીએ, અમને ઘરે મૂકી જાઓ.’’
નશામાં ધુત નિવાને તેના ટોપને ઉપર ઉઠાવી દીધું, ‘‘હજી તો ડાન્સ બાકી છે.’’
આટલા લોકો વચ્ચે આ અપમાનથી કોરલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ચીસ પાડી, ‘‘શટઅપ.’’ અને તેણે નિવાનને ધક્કો મારી દીધો.
નિવાન હોશમાં જ નહોતો. તે નીચે જમીન પર પડી ગયો. ‘‘હમણાં તને બતાવું છું.’’ કહેતાંકહેતાં તે ખિસ્સામાં પોતાનો ફોન શોધવા લાગ્યો. કોઈને કંઈ જ સમજાયું નહીં. નિવાન જાણે હોશ ગુમાવી બેઠો હતો, બોલ્યો, ‘‘તારો આજનો વીડિયો બધાને બતાવું છું, ઊભી રહે.’’
આવું કહેતા જાણે સન્નાટો છવાઈ ગયો. કોરલને જાણે કરંટ લાગ્યો. તેની આંખો ડર અને શરમના માર્યા ભીંજાઈ ગઈ. રિદિતે નિવાનનો હાથ પકડીને તેને ઉઠાવ્યો અને જબરદસ્તી બહાર લઈ ગયો. વીરાંશ પણ તેની પાછળ ગયો. બંને જબરદસ્તી તેને બાઈક પર બેસાડીને તેના ઘરે મૂકવા નીકળ્યા. રસ્તામાં નિવાને ઊલટી કરવા માટે બાઈક ઊભી રખાવી. રસ્તા કિનારે તેને બેસાડીને રિદિતે વીરાંશને કહ્યું, ‘‘તેના ફોનમાં કોઈ વીડિયો છે, યાર. તે ગમે ત્યારે કોરલને બ્લેકમેલ કરી શકે છે. આ સારી તક છે, તે વીડિયો આપણે ડિલીટ કરી દઈશું.’’
‘‘સાચે, આ જ તક છે.’’
વીરાંશે બાઈક પર નિવાન વચ્ચે બેઠા પછી ધીરેથી નિવાનના જિન્સના ખિસ્સામાં હાથ નાખીને તેનો ફોન કાઢ્યો. ચાલતી બાઈક પર બેઠાંબેઠાં ફોનમાં વીડિયો જેાયો. કોરલ અને નિવાનની અંતરંગ પળોનો વીડિયો હતો. વીરાંશને આશ્ચર્ય થયું અને દુખ. વીડિયો જલદીથી ડિલીટ કરીને તેણે ફોન પાછો તેના ખિસ્સામાં મૂકી દીધો. નિવાનને તેના ઘરે મૂકીને તે બંને પાછા પાર્ટીમાં ગયા. તનીષા, વંશા અને પલક ત્રણે કોરલને સાંત્વના આપતા હતા. કોરલ ચુપ બેઠી હતી.
વીરાંશે કહ્યું, ‘‘હવે ચિંતા ન કર, કોરલ. અમે રસ્તામાં જ વીડિયો ડિલીટ કરી દીધો છે.’’
કોરલે ઊંડો શ્વાસ લેતા કહ્યું, ‘‘અમને પણ ઘરે મૂકી જાઓ.’’
બધા પોતપોતાના ઘરે જવા નીકળી ગયા. પાર્ટીમાં રંગમાં ભંગ પડી ગયો હતો.
બીજા દિવસે કોરલ કોલેજ ન આવી. તેના મનમાં શું ચાલતું હતું, તે જ જાણતી હતી. નિવાનને જ્યારે ભાન આવ્યું, ત્યારે માથું પકડીને બેસી ગયો. અન્મયને ફોન કર્યો. અન્મયે તેને ખૂબ ઠપકો આપ્યો. નિવાને કેટલીય વાર કોરલને ફોન કર્યો, તેણે એક વાર પણ તેનો ફોન રિસીવ ન કર્યો. નિવાન બીજા દિવસે કોલેજ જઈને કોરલ વિશે તેની સાહેલીઓ સાથે પૂછપરછ કરી, માફી માંગી. વીડિયો કેમ બનાવ્યો હતો, તેની પાસે કોઈ જવાબ નહોતો. કોરલ ૨ દિવસ કોલેજ નહોતી ગઈ. તબિયત ખરાબ થવાનું બહાનું બનાવીને મમ્મીને ટાળતી રહી. ત્રીજા દિવસે તે હંમેશાંની જેમ પૂરા આત્મવિશ્વાસ સાથે કોલેજ પહોંચી. પૂરું ગ્રૂપ કેન્ટીનના એક ખૂણામાં બેઠું હતું.
નિવાને તેને જેાતા જ કાન પકડી લીધો, ‘‘મને માફ કરી દે, કોરલ. મારાથી ભૂલ થઈ ગઈ.’’
‘‘હા, મેં તને માફ કર્યો.’’
‘‘સાચે?’’
બધાએ કહ્યું, ‘‘વાહ કોરલ… કૂલ, યાર. તું ગજબ છે.’’
કોરલ હસતી રહી. નિવાને તેનો હાથ પકડી લીધો, ‘‘ઊઠ કોરલ, મારી સાથે બહાર ચાલ, મારે તારી સાથે વાત કરવી છે.’’
‘‘અહીં કર બધાની સામે.’’

કોઈ સમજી ન શક્યું કે કોરલ કેવા મૂડમાં છે. કોરલ જાણે મનોમન કોઈ વાત માટે પોતાને તૈયાર કરતા બોલી, ‘‘જેા નિવાન હું તને વીડિયો બનાવવા માટે કંઈ જ નહીં કહું, જેમ તું તે દિવસે તે ક્ષણનો વીડિયો બનાવી રહ્યો હતો, હું પણ બનાવી રહી હતી. એ તો શું છે ને, તારા વ્યવહાર પર મને શંકા હતી. તે દિવસે તારા ફોન સાથે મારો પણ ફોન આપણો રોમાન્સ રેકોર્ડ કરતો હતો.
આજકાલ બ્રેકઅપ પછી બ્લેકમેલ સામાન્ય છે અને હું કોઈ મુશ્કેલીમાં ફસાવા નહોતી ઈચ્છતી. શું કરું, તારા જેવા છોકરાના લીધે પ્રેમનો અર્થ બદલાઈ ગયો છે તો સમયની ડિમાન્ડ છે કે અમે પણ થોડા તૈયાર રહીએ. હવે તારા ફોનમાં તો તે વીડિયો નથી, પણ મારી પાસે છે. મારું જ્યારે મન થશે, તે વીડિયોમાંથી મારો ચહેરો રિમૂવ કરીને જેને મન થશે, બતાવીશ. જે છોકરી તારી લાઈફમાં આગળ આવશે, વીડિયો ત્યારે કામ આવશે. આશા છે કે આવી હરકત કોઈ બીજી છોકરી સાથે નહીં કરે અને મને તો હવે ભૂલી જ જા. તારી સામે કોઈ ફરિયાદ નથી, પણ હવે કોઈ સંબંધ પણ નથી.’’
કોઈને કંઈ જ સમજાયું નહીં કે કોરલ શું કહી રહી છે. જ્યાં સુધી બધા સમજી શકે, કોરલ ત્યાંથી ઊઠીને પોતાના વિચારોમાં ચાલી રહી હતી. તેણે પોતાનું દુખ કોઈની સાથે શેર ન કર્યું, પણ દુખ તો થયું જ નહોતું. વિશ્વાસ તૂટતા દુખ કોને ન થાય. કોઈને જણાવ્યું નહોતું કે તેનું દિલ કેવું તૂટ્યું, પણ તે પોતાના દુખથી છુટકારો મેળવવા ઈચ્છતી હતી. તેની પાસે એવો કોઈ વીડિયો નહોતો.
નિવાનની લાઈફમાં આગળ જે પણ છોકરી આવે તે તેની સાથે આવું ન કરે, તેથી તે બધા સામે જૂઠું બોલી હતી કે તેની પાસે પણ વીડિયો છે. તેણે ચાલતાંચાલતાં પાછળ ફરીને જેાયું. બધા ફ્રેન્ડ્સ તેની તરફ જ જેાઈ રહ્યા હતા. તેણે જેાયું, નિવાન માથું પકડીને બેઠો છે. તે રાહતના શ્વાસ લેતા આગળ વધી.

વધુ વાંચવા કિલક કરો....