સામાન્ય રીતે પુરુષોનું કાર્યક્ષેત્ર ઘરની ચારદીવાલની બહાર હોય છે અને ઘરગૃહસ્થીની જવાબદારી મહિલાઓ સંભાળે છે, પરંતુ હવે તેનાથી વિપરીત થઈ રહ્યું છે. પત્ની નોકરી કરે છે અને પતિ બેરોજગાર થઈને ઘરના કામ કરે છે. કેટલાક આળસુ પતિ આર્થિક દષ્ટિથી પત્નીની કમાણી પર નિર્ભર રહે છે ‘ભગવાન ખાવાનું આપે તો કોણ કમાવા જાય’ ના સિદ્ધાંત પર ચાલતા પતિ આજીવન નકામા પડી રહે છે. તેઓ ઘરેલુ કામકાજ અને બાળકોની દેખરેખ કરી શકે છે, પણ કોઈ કામધંધો નહીં. આવા પતિ અને તેમની પત્નીઓએ સતર્ક થઈ જવું જેાઈએ, કારણ કે ઘરમાં રહેતા પતિઓને હૃદયની બીમારી થાય છે, જે તેમને કસમયે મોતના મોંમાં ધકેલે છે. ઘરમાં રહીને બાળકોની દેખરેખ કરનાર પતિઓને હૃદયની બીમારી થવાની શક્યતા વધી જાય છે.

આ વાત અમેરિકામાં કરવામાં આવેલા એક સર્વે પછી સામે આવી છે. ઘરમાં રહીને બાળકોની જવાબદારી સંભાળનાર પતિઓને હૃદયની બીમારી થવા અને તેમના જલદી મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. આ વાત કાર્ય સંબંધિત તાણ અને કોરોનરી બીમારી વિશે કરવામાં આવેલા એક સર્વે દરમિયાન સામે આવી હતી. ઘરમાં રહેતા પતિઓના સ્વાસ્થ્યને જેાખમ એટલે હોય છે, કારણ કે તેમને પોતાના પરિજનો, મિત્રો અને સાથીઓનું સમર્થન અથવા સહયોગ નથી મળતો, જ્યારે ઘર માટે કામ છોડતી એકલી કમાઉ મહિલાને પ્રશંસા મળે છે.

હંમેશાં તાણમાં રહેવું
પુરુષો પર એ સિદ્ધ કરવાનું દબાણ હોય છે કે તે મહિલાથી સારું કામ કરી શકે છે, તેથી તે હંમેશાં તાણમાં રહે છે. એક સંશોધન સતત ૧૦ વર્ષ સુધી ૧૮ વર્ષથી લઈને ૭૭ વર્ષ સુધીના ૨,૬૮૨ પતિ પર કરવામાં આવ્યું. આ સર્વે પરથી ખબર પડી કે ઘરે રહેતા પતિ પોતાના અન્ય સમવયસ્ક લોકોની અપેક્ષા ૧૦ વર્ષ પહેલાં મૃત્યુ પામે છે. સર્વે કર્તાઓએ આ પતિઓની ઉંમર, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, વજન, ડાયાબિટીસ અને ધૂમ્રપાન કરવાની ટેવને જ્યારે આધાર બનાવ્યો, ત્યારે આ સર્વેનાં પરિણામ સાચાં આવ્યાં. ઓછી આવક મેળવનાર અથવા અભ્યાસ વચ્ચે છોડવા મજબૂર થતા પુરુષોને પણ હૃદયની બીમારી થવા અને સમય પહેલાં મૃત્યુ થવાની શક્યતા વધારે રહે છે. સારી આવક પ્રાપ્ત કરનાર પુરુષો જેમ કે ડોક્ટર, વકીલ, એન્જિનિયર, આર્કિટેક્ટ અને શિક્ષકોને હૃદયની બીમારી થવાનું જેાખમ હોય છે, પરંતુ વધારે નહીં.

સરળ નથી ડિવોર્સ લેવા
પત્નીઓએ યાદ રાખવું જેાઈએ કે તે નકામા પતિથી ડિવોર્સ નથી લઈ શકતી, કારણ કે ભારતીય અદાલત હિંદુ મહિલાને પતિની સેવક આજે પણ માને છે અને તેમના માટે પતિ જન્મોનો સાથ હોય છે ભલે કોઢી હોય, વેશ્યાગાસી હોય. નકામા પતિનું આવરણ પણ પત્ની માટે સારું રહે છે, કારણ કે નથી તે છે અને બીજા હાથ મારતા ડરે છે. આ સામાજિક પરંપરા કેટલાય નકામા પતિને ઉગ્ર બનાવે છે. તે મારપીટનો સહારો લેવા લાગે છે. નકામા પતિનું મૃત્યુ જલદી એટલે થાય છે કે ન પત્ની, ન બાળકો આવા લોકોની સંભાળ લે છે. જરૂર પડતા તેમને નજરઅંદાજ કરે છે. હા એક વાર મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે હિંમત બતાવીને બેરોજગાર પતિને કમાઉ પત્ની પાસેથી ગુજારાભથ્થું અપાવવાનો ઈન્કાર કર્યો હતો જે પત્નીથી અલગ રહેતો હતો. આવા પતિ નાની બીમારી પણ કેટલીય વાર જણાવી નથી શકતા.
– કિરણ બાલા.

વધુ વાંચવા કિલક કરો....