કેટલીય વાર આપણે હસીમજાકમાં પોતાની શાલીનતા ભૂલી જઈએ છીએ અને સહજતાથી કંઈક ખોટું બોલી નાખીએ છીએ અને જેની સાથે આપણે મજાક કરીએ છીએ તેને ગમતું નથી અને તે આપણાથી રિસાઈ જાય છે. તેનાથી આપણા સંબંધમાં તિરાડ પડી જાય છે. તેથી મજાક હંમેશાં શાલીનતા અને સારી વાણીથી કરવામાં આવે તો જ સારું છે. કેટલીય વાર જેાયું છે કે જે શબ્દો આપણે વારંવાર બોલીએ છીએ તે જ આપણા મોં પર આવી જાય છે પછી ભલે ને તે સારા હોય કે ખરાબ, તેથી શબ્દોનું ધ્યાન રાખો. પછી ભલે ને તે મજાકમાં જ કેમ ન બોલાયા હોય, કારણ કે આપણા મોંમાંથી નીકળેલો ૧-૧ શબ્દ આપણા ચારિત્ર્ય અને વ્યવહારનો પરિચય આપે છે. જેા આપણે કોઈ ખોટો શબ્દ બોલીએ છીએ તો લોકોના દિલમાં ઘૃણાને પાત્ર બનીએ છીએ અને જેા આપણે સારા શબ્દો અને પ્રેમથી વાત કરીએ છીએ તો બધાનું દિલ જીતી લઈએ છીએ. તેથી કોઈની પણ સાથે વાતચીત કરતી વખતે શબ્દોનું ધ્યાન રાખો.
જ્યારે ટીકા કરો
આપણે કોઈની કરવી કરવી હોય તો પ્રયત્ન કરો કે કટુ શબ્દોનો ઉપયોગ ન કરો. ટીકા આપણે સકારાત્મક પણ કરી શકીએ છીએ. તેના માટે કેટલાક ઉપાય નીચે આપ્યા છે :
રવિ પાર્ટીમાં દારૂ પીને આવ્યો હતો અને બધા સાથે લડાઈઝઘડો કરતો હતો. એટલામાં તેના મિત્ર તેને ખરુંખોટું કહેવા લાગ્યા, પરંતુ મિત્રો ટીકા કરતી વખતે ભૂલી ગયા કે અહીં બધા પોતાના પરિવાર સાથે આવ્યા છે. શું રવિ સાથે આવો વ્યવહાર યોગ્ય છે? આ સમયે તમે ટીકા કરતી વખતે પોતાના શબ્દોનું ધ્યાન રાખો, તેને પ્રેમથી સમજવવાની કોશિશ કરો કે તેના લીધે પાર્ટીની મજા બગડી ગઈ, કારણ કે આજે બધા મિત્રો પરિવાર સાથે મોજમસ્તી કરવા ઈચ્છતા હતા, પરંતુ તેના લીધે આ શક્ય ન બન્યું.
તેને ભવિષ્યમાં કોઈ પણ પાર્ટીમાં દારૂ પીધા વિના આવવાનું કહો, જેથી તે પણ મિત્રો સાથે પાર્ટી એન્જેય કરી શકે અને યાદગાર ક્ષણ વિતાવી શકે. આ રીતે તેની માનસિકતા સકારાત્મક થશે અને બીજી વાર તે પાર્ટીમાં આવો વ્યવહાર નહીં કરે. આ રીતે ટીકા સકારાત્મક પણ કરી શકો છો.