મહાનગરમાં રહેતી આધેડ માનસી એક મધ્યમવર્ગીય ગૃહિણી છે. પોતાના ફક્કડ પ્રોફેસર પતિની મર્યાદિત આવકમાંથી તેની અને ઘરની જરૂરિયાત જેમતેમ કરીને પૂરી થતી હતી, પરંતુ ઈચ્છા અને શોખ પૂરા થતા નહોતા. પૈસાની એટલી ખેંચ રહેતી કે તે પોતાની ૮ વર્ષની દીકરીના સ્કૂલના જૂતા ફાટી જતા તરત ખરીદી શકતી નહોતી. તેમ છતાં તેણે પોતાના સીધાસાદા પતિને કોઈ ફરિયાદ કરી નહોતી. પરંતુ મનમાં જે અસંતોષ ફેલાઈ રહ્યો હતો તે એ સમયે ઉજાગર થઈ ગયો જ્યારે પોતાની એક પરિચિત દ્વારા તે પૈસા કમાવા માટે શોખથી દેહવેપાર કરવા લાગી. વિચારતા આ વાત ખૂબ અટપટી જરૂર લાગે છે કે સિંદૂરથી લાંબી માંગ ભરનાર એક ભારતીય નારી આ ગંદકી ભરેલો રસ્તોે પૈસા કમાવા માટે પસંદ કરશે અને તે પણ ખાસ કરીને ૯૦ ના દાયકામાં જ્યારે સામાજિક મુક્તપણું, ઉદારતા અથવા આઝાદી આજની સરખામણીમાં ૨૫ વર્ષ પાછળ હતા.
૧૯૯૭ માં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યે એક એવી વાત ‘આસ્થા’ ફિલ્મથી કહેવાનું જેાખમ ઉઠાવ્યું હતું જેને અપેક્ષા મુજબ દર્શકોએ પસંદ કરી નહોતી, પરંતુ કોઈ તો વાત હતી ફિલ્મ ‘આસ્થા’ માં કે ઘણા બધા લોકોએ તેને જેાઈ પણ હતી અને ન ફિલ્મની કહાણી સાથે અસહમત થઈ શક્યા હતા.
ફિલ્મમાં માનસીની ભૂમિકામાં રેખાએ જેટલી દમદાર એક્ટિંગ કરી હતી તેટલી જ દમદાર એક્ટિંગ અમરના રોલમાં ઓમપુરીએ કરી હતી. અભાવોનો સામનો કરી રહેલા એક મિડલ ક્લાસ પતિપત્નીની તમામ પ્રકારની મુશ્કેલીને ઉજાગર કરતી આ ફિલ્મની એક મહત્ત્વની વાત સેક્સ ઉન્મુકતા પણ હતી. મિસ્ટર દત્તના રોલમાં નવીન નિશ્ચલ હતા જે માનસીના ગ્રાહક હતા. પછી તેમની સાથે માનસીની આર્થિક જરૂરિયાત પૂરી થવા લાગે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે સેક્સ સંબંધી જરૂરિયાત ઘણી બધી જિજ્ઞાસા સાથે માથું ઊંચકવા લાગે છે. વાસ્તવમાં દત્ત સેક્સના કિસ્સામાં ખૂબ પ્રયોગવાદી અને ધીરજવાન હોય છે. તેઓ માનસી પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડતા નથી કે ખેંચાખેંચ કરતા નથી, પરંતુ ખૂબ કલાત્મક રીતે સેક્સ કરે છે.

સેક્સ પર મૌન કેમ
દત્ત માનસીને નખથી લઈને વાળ સુધી ચૂમે છે, તેને ખૂબ શાંતિથી કલાત્મક રીતે ઉત્તેજિત કરે છે ત્યારે સેક્સ સુખના દરિયામાં ડૂબકીઓ લગાવતી માનસીને અહેસાસ થાય છે કે આ બાબતે પતિ અમર પરંપરાવાદી અને અનાડી છે. પરિણામસ્વરૂપ તે દત્ત પાસેથી જે શીખે છે, તેને અમર પર અજમાવા લાગે છે, જેને આ પ્રકારના લાંબા ફોરપ્લે વાળા સેક્સનો કોઈ ખાસ અનુભવ નથી હોતો. પછી આનંદની આ ક્ષણમાં તે પોતાની પત્નીને ખૂબ ભોળાભાવે ઉત્સુકતાવશ પૂછી બેસે છે કે તું આ બધું ક્યાંથી શીખીને આવી છે. જેાકે માનસી પતિ અમરના આ પ્રશ્નને ટાળી દે છે અને ફિલ્મ આ રીતે આગળ વધે છે.
તે સમયે ફિલ્મ સમીક્ષક અને બુદ્ધિજીવી દર્શક નક્કી કરી શક્યા નહોતા કે આખરે આ ફિલ્મ દ્વારા બાસુ ભટ્ટાચાર્ય વાસ્તવમાં કહેવા કે દર્શાવવા શું ઈચ્છી રહ્યા છે. એક પત્નીની સેક્સની મર્યાદા અને દબાયેલી અસંતુષ્ટિ કે પછી એક ગૃહિણીનું પાર્ટટાઈમ કોલગર્લ બનવું. શક્ય છે આ બંને વાત રહી હોય, પરંતુ આ પહેલી ફિલ્મ હતી જેમાં એ વાત મુખ્યત્વે દર્શાવવામાં આવી હતી કે એક પત્નીની પણ સેક્સ સંબંધી પોતાની ચોઈસ અને ઈચ્છા હોય છે જે મોટાભાગે અવ્યક્ત રહી જાય છે. તેના કેટલાક પારિવારિક અને સામાજિક કારણો પણ છે જે આખરે સાબિત કરે છે કે મહિલા સેક્સ બાબતે પણ શોષિત અને પુરુષ પર નિર્ભર છે.

સમાજ માટે અપરાધ છે
સમયગાળો કહેવા માટે નારી સશક્તીકરણનો નથી, પણ આ દિશામાં છેલ્લા વર્ષમાં થોડું ઘણું થયું પણ છે. મહિલાઓને અધિકાર મળ્યા છે. અરે, મળ્યા ક્યાં છે તેમણે પોતાના જેારે પ્રાપ્ત કર્યા છે અને પોતાના પગ પર ઊભી રહેતી થઈ ગઈ છે. સંપત્તિ અને પોતાની એક અલગ ઓળખ બનાવી છે, નિર્ણય પણ જાતે લઈ રહી છે, પરંતુ આ બધું અડધું અધૂરું અને એક વર્ગ વિશેષ સુધી સીમિત રહ્યું છે જેમાં સેક્સની ચર્ચા સુધી થતી નથી અને જેા થોડી ઘણી થાય છે તો પણ પ્રતિબંધોથી ભરેલા સમાજમાં તેને આજે પણ અપરાધ માનવામાં આવે છે.
ભોપાલની ૫૫ વર્ષની એક સરકારી અધિકારી નામ ન છાપવાની શરતે જણાવે છે કે તેમના લગ્નને ૨૮ વર્ષ થયા છે. તેમની દીકરીના પણ લગ્ન થવાના છે, પરંતુ આ વર્ષમાં તેઓ ક્યારેય પોતાના પતિને પોતાની સેક્સની ઈચ્છા ખૂલીને જણાવી શક્યા નથી કે પોતાને કેવા પ્રકારનો સેક્સ પસંદ છે અને તે વધારે આનંદ આપે છે. આ સાહિબાને જેાકે પતિ સામે કોઈ ફરિયાદ નથી. પતિ તેમને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ સેક્સના કિસ્સામાં એવું થયું છે જે બધું પતિએ ઈચ્છ્યું અને આજે પણ એવું થઈ રહ્યું છે. પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી.

ખચકાટની મારી મહિલા
શું તેમની સ્થિતિ માનસી જેવી છે? અહીં કહી શકાય છે કે ઓછામાં ઓછું પૈસાના કિસ્સામાં નથી, પરંતુ તેમને કોઈ બહારની જાણકારી અથવા ચંચુપાત એ અહેસાસ તો છે કે જિંદગી ભલે ને સારી રીતે પસાર થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક એક ખાલીપો રહી ગયો છે જેને પૂરો કરવા માટે ન તેમણે ક્યારેય પહેલ કરી કે ન તેમના પતિએ તેની જરૂરિયાત અનુભવી. તેમને એ વાતનો ડર હતો કે જેા સેક્સ સંબંધી ઈચ્છા વ્યક્ત કરવામાં આવશે તો પતિ તેને નકારાત્મક નજરથી જેાશે અને શંકા પણ કરવા લાગશે. તે ‘આસ્થા’ ફિલ્મના અમરની જેમ સહજભાવથી નહીં પૂછે કે તું આ બધું ક્યાંથી શીખીને આવી છે, પરંતુ મહેણાં મારશે તું મારા શીખવ્યા વિના સેક્સમાં એક્સપર્ટ થઈ ગઈ છે. આમ પણ કોઈ પણ પત્ની પોતાના લગ્નજીવનમાં આ પ્રકારની કડવાશ કે શંકા નહીં ઈચ્છે, તેથી એક મશીનની જેમ તે સેક્સનો શિકાર બને છે જેને કહેનાર ડ્યૂટિ સેક્સ પણ કહે છે. આ પ્રકારના સેક્સને આનંદદાયક અને સંતુષ્ટિભર્યું સેક્સ કહી શકાય નહીં.

સમાજના પ્રતિબંધનો શિકાર
એવી લગભગ ૯૦ ટકા મહિલાઓ રૂઢિવાદી અને સેક્સ બાબતે પણ પૂર્વગ્રહી સમાજના અત્યાચારનો શિકાર બનેલી છે, જે મહિલાઓને સેક્સ સંતુષ્ટિનો તેમનો હક નથી આપતો બરાબર એવી જ રીતે લગ્ન, ડિવોર્સ, મિલકત કે મતદાન સુધ્ધાનો નથી આપવામાં આવતો. સેક્સ સંતુષ્ટિ પર ક્યારેય ખૂલીને વાત ન કરવા દેવી પુરુષોના વર્ચસ્વવાળા સમાજનું બીજું એક ઉદાહરણ અને એકાધિકાર રહ્યા છે, જે મહિલા સશક્તીકરણની ફેશન અને અનુભાન સાથે ક્યારેય મેળ નથી ખાતા.
મોટાભાગના પુરુષો પણ સેકસ પોર્ન ફિલ્મમાંથી શીખતા હોય છે, જેનો સાર એ હોય છે કે મહિલા આક્રમક અને ઉતાવળભર્યા સેક્સથી સંતુષ્ટ થાય છે. જેાકે આ ખોટી માન્યતાનું કોઈ પણ જાહેર મંચ પરથી ક્યારેય કોઈ ખંડન આજ દિન સુધી નથી થયું. ધર્મની જેમ સેક્સ પણ જાતિગત મુદ્દો છે,પરંતુ ફરક માત્ર એટલો છે કે ધર્મનો પ્રસાર કોઈ પુરાવાને આરશ્રત નથી, જ્યારે સેક્સનું સંકુચિતપણું ક્યારેય મુક્તપણું લઈ શકશે એવું લાગતું નથી. કોઈ મહિલા જેા આ વિષયે ખૂલીને વાત કરે તો તેને કંઈ જ વિચાર્યા વિના ચાલુ, નિર્લજ્જ અને ચારિત્ર્યહીન જાહેર કરી દેવામાં આવે છે. જ્યારે બીજા મુદ્દા પર બોલવામાં પુરુષો પાસે મૌન રહેવા અથવા સમજૂતી કરવા સિવાય બીજેા કોઈ માર્ગ નથી રહેતો.

સેક્સ પર હોબાળાનો હેતુ
હકીકત એ છે કે પ્રગતિ અને આધુનિકતાના તમામ દાવા પછી પણ પરિવાર અને સમાજમાં સેક્સ પરની ચર્ચા પ્રતિબંધિત છે અને જે કોઈ પરંપરાને બાજુમાં મૂકીને કાયદાની અથવા નવી પેઢી માટે શિક્ષાપ્રદ વાત કરે પણ તો તેને સમાજ સંસ્કૃતિ અને ધર્મનો દુશ્મન જાહેર કરીને તેની પર મધમાખીની જેમ તૂટી પડે છે. આ વાતનું તાજું ઉદાહરણ સાંસદ અને એક સમયના સફળ અભિનેત્રી જયા બચ્ચન છે, જેમણે એક શો દ્વારા પોતાની પૌત્રી નવ્યા નવેલી નંદાને એમ કહ્યું કે મને કોઈ સમસ્યા નથી. જેા તારા બાળકો લગ્ન વિના જન્મ્યા હોય. આ વાત પર તેઓ તરત ભક્તોની નજરમાં ધર્મ અને સંસ્કૃતિને ભ્રષ્ટ કરનાર બની ગયા. સોશિયલ મીડિયા પર એવા વીડિયોની ભરમાર થઈ ગઈ જેમાં જયા બચ્ચનને પાણી પીને કોસવામાં આવ્યા. આ સનાતની લોકો કુંતી અને કર્ણ જેવા ડઝનો પૌરાણિક કિસ્સા અને ઉદાહરણને ભૂલી જાય છે જેમાં કુંવારી મા બનવું સામાન્ય વાત હતી.
આ જ વાત મહિલાઓની સેક્સ ઈચ્છા પર પણ લાગુ પડે છે, જેને અંતર્ગત તેમનું ઈચ્છા વ્યક્ત કરવું એક પ્રકારની જાહેર નિર્લજ્જતા બની જાય છે. તેમને બાળપણથી શીખવવામાં આવે છે કે સેક્સ ખરાબ વાત છે અને પતિ સિવાય બીજા કોઈની સાથે સેક્સ કરવું તેનાથી પણ વધારે ખરાબ વાત છે. એમ પણ માની લેવામાં આવ્યું છે કે સેક્સની પહેલ કરવી અને તેની રીત નક્કી કરવી તે પુરુષોની જવાબદારી છે, પછી ભલે ને મહિલા તેનાથી સંતુષ્ટ થાય કે ન થાય, તેમ છતાં પોતાની સંતુષ્ટિને પ્રગટ કરવી તેનો ધર્મ છે. બરાબરીની વાત અને દરજ્જેા સશક્તીકરણનો મહત્ત્વપૂર્ણ ભાગ છે, પરંતુ સેક્સમાં તેનો અભાવ મહિલાઓના પછાતપણાનું મોટું કારણ છે, જેથી તેમનામાં અપેક્ષિત આત્મવિશ્વાસ નથી આવી શકતો. જેાકે નવા કપલ્સને એક હદ સુધી તેનો અપવાદ કહી શકાય છે , પરંતુ તેમની સંખ્યા હજી એટલી નથી કે કોઈ ક્રાંતિના તેમને જનક કહી શકાય.
– ભારત ભૂષણ શ્રીવાસ્તવ.

વધુ વાંચવા કિલક કરો....