એક માન્યતા છે કે ફિઝિકલ રિલેશનથી ફિઝિકલ કનેક્શન થાય છે. સેક્સ રિલેશનશિપ માટે જરૂરી છે, કારણ કે તેનાથી પાર્ટનર એકબીજાની વધારે નજીક આવે છે, તેથી તેને એક સુંદર સંબંધ કહેવામાં આવે છે.

કુદરતની ગિફ્ટ
પરિધિ અને અંકુશ છેલ્લા ૧ વર્ષથી રિલેશનશિપમાં છે. બંને સારી કંપનીમાં જેાબ કરે છે. પોતાના રિલેશન વિશે જણાવે છે કે જ્યારથી તેમની વચ્ચે ફિઝિકલ રિલેશન બંધાયો છે તેના સંબંધ વધારે સારા થયા છે. પરિધિ જણાવે છે કે તેના માટે અંકુશે તેની સાથે કોઈ જબરદસ્તી નથી કરી. આ બંનેની સહમતીથી બંધાયો હતો. મનુષ્ય માટે સેક્સને સૌથી વધારે સુખ આપતી અનુભૂતિ માનવામાં આવે છે. મહિલા અને પુરુષ બંને માટે તેના અહેસાસ અને અર્થ અલગઅલગ હોય છે. જેાકે બંને તેનાથી સંતુષ્ટ થાય છે, પરંતુ તેને લઈને તેમની માનસિકતા અલગ છે. પુરુષ તેને ટેન્શન દૂર કરવાનું માધ્યમ સમજે છે તો બીજી બાજુ મહિલાઓ માટે તે પ્રેમ અને આનંદ છે.
૪૫ વર્ષનો મનોજ જણાવે છે કે ઘરની જવાબદારી નિભાવતાં-નિભાવતાં ક્યારે તેના લગ્નની ઉંમર નીકળી ગઈ તેને ખબર જ ન પડી. જ્યારે તે આર્થિક રીતે સ્ટ્રોંગ છે ત્યારે તે તેની લાઈફ જીવવા માંગે છે. તેણે જણાવ્યું કે તે તેની જ ઓફિસની ૨૮ વર્ષની સેજલ (નામ બદલ્યું છે) સાથે છેલ્લા ૮ મહિનાથી રિલેશનમાં છે. તે જણાવે છે, ‘‘હું સેજલની દરેક જરૂરિયાતનું પૂરું ધ્યાન રાખું છું અને તે મારી જરૂરિયાતનું. અમારી વચ્ચે સેક્સ્યુઅલ રિલેશન પણ છે અને આ બંનેની સહમતીથી છે. હું તેની જરૂરિયાતનું ધ્યાન રાખીને તેની પર અહેસાન નથી કરી રહ્યો અને ન તો તે મારી પર. અમે બસ એકબીજાનો સાથ ઈચ્છીએ છીએ.’’

પ્રેમ વધે છે
રિલેશનશિપમાં સેક્સ કરવાનો મતલબ માત્ર યૌન સંતુષ્ટિ જ નથી, પરંતુ પોતાના પાર્ટનર સાથે એક મજબૂત સંબંધ કાયમ કરવો અને પ્રેમ વધારવાનો હોય છે. એક રિસર્ચ પરથી ખબર પડે છે કે રિલેશનશિપમાં સેક્સ કરવાથી કપલ વચ્ચે એક સ્વસ્થ સંબંધ કાયમ થાય છે. તેનાથી સંબંધ તૂટવાનું જેાખમ ઓછું હોય છે. રિલેશનશિપ એક્સપર્ટ વિશાલ નેગી જણાવે છે કે સેક્સ સંબંધને એક પગલું આગળ લઈ જાય છે. સંબંધમાં શારીરિક આકર્ષણનું ખૂબ મહત્ત્વ છે. શરૂઆતમાં સંબંધ બનાવવાની વાત હોય કે પછી પ્રેમ, સેક્સ સંબંધમાં એક મહત્ત્વનો રોલ નિભાવે છે. સેક્સથી પોતાના વિશે વધારે સકારાત્મક ધારણા બને છે.

આનંદનો અહેસાસ
યોગા ઈન્સ્ટ્રક્ટર કપિલ જણાવે છે કે જ્યારે એક છોકરો અને છોકરી પોતાની સહમતીથી કપલ તરીકે એક રિલેશનશિપમાં આવે છે ત્યારે તે પોતાના પ્રેમને વ્યક્ત કરવાની અલગઅલગ રીત અપનાવે છે. તેમાંથી એક રીત સેક્સ પણ છે. તે જણાવે છે કે તેનાથી ન માત્ર શારીરિક પરંતુ ભાવનાત્મક રીતે તેમને પરસ્પર જેાડાણનો અહેસાસ થાય છે. પોતાની સલાહ આપતા તે જણાવે છે કે સેક્સમાં કોઈ કોઈની પર અહેસાન નથી કરતું. આ બંનેના શરીરની ન માત્ર જરૂરિયાત છે, પરંતુ આ પ્રેમને એક્સપ્રેસ કરવાની એક રીત છે. તેનાથી શરીર હંમેશાં એક્ટિવ મોડમાં રહે છે.

સર્વે શું કહે છે
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬ મુજબ, ભારતમાં લગભગ ૯૦ ટકા લોકો ૩૦ વર્ષ પહેલાં સેક્સ કરી લે છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે મોટાભાગના છોકરાઓ ૨૦ થી ૨૪ વર્ષની ઉંમરમાં સેક્સ કરી લે છે, બીજી બાજુ મહિલાઓ ૧૫ થી ૧૯ વર્ષની ઉંમર વચ્ચે પ્રથમ સેક્સ એન્જેય કરે છે. એનએફએચએસના ડેટા મુજબ, ભારતીય પુરુષની સરખામણીમાં મહિલાઓ જલદી સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જાય છે. ૧૫ વર્ષની ઉંમર સુધી છોકરાની સરખામણીમાં છોકરીઓમાં સેક્સનો અનુભવ કરવાની શક્યતા વધારે હોય છે.
સર્વેમાં ૨૫ થી ૪૯ વર્ષની મહિલાઓને પૂછવામાં?આવ્યું કે તેમને પહેલી વાર શારીરિક સંબંધ ક્યારે બાંધ્યો? તેમાં ૧૦.૩ ટકા મહિલાઓએ માન્યું કે ૧૫ વર્ષ સુધી તે એક વાર સંબંધ બનાવી ચૂકી હતી. બીજી બાજુ આ ઉંમરમાં સેક્સ કરનાર પુરુષોનો આંકડો ૦.૮ ટકા હતો. જેા વાત કરવામાં આવે કે શું સેક્સ કરવું પોતાના પાર્ટનર પર એક અહેસાન છે તો એ બિલકુલ ખોટું છે. આ એક શારીરિક?અને ભાવનાત્મક સંબંધ છે જે ૨ લોકો વચ્ચે સહમતીથી બંધાય છે.

મહત્ત્વપૂર્ણ રોલ પ્લે કરે છે
આઈટી મેનેજર સારાંશ જણાવે છે કે લાઈફમાં સેક્સ એક મહત્ત્વનો રોલ પ્લે કરે છે. કોઈ તેને અહેસાન તરીકે લે છે તો તે નિમ્ન માનસિકતાનો શિકાર છે. તે કોઈની પર કોઈ અહેસાન નથી. આ એક પરસ્પરની અનુભૂતિ છે, જે ૨ લોકો વચ્ચે પ્રેમ વધારે છે. કેટલીક છોકરીઓ એવી પણ હોય છે જે સમજે છે કે જેા તેનો પાર્ટનર તેના તમામ ખર્ચા ઉઠાવશે તો જ તે તેને સેક્સ સુખ આપશે. આવી છોકરીઓ વિશે મુક્તા જણાવે છે કે આ છોકરીઓ જે ફિઝિકલ રિલેશન બનાવે છે તેમાં તેમની સહમતી છે. તે આ સંબંધ પોતાની સહમતીથી બનાવી રહી છે. તેની સાથે કોઈ જબરદસ્તી નથી કરતું. ભલે ને તે આ સંબંધ પોતાની જરૂરિયાત માટે જ કેમ ન બનાવતી હોય.
કાનપુરથી દિલ્લી આવીને અભ્યાસ કરતી ૨૦ વર્ષની જાહ્નવી (નામ બદલ્યું છે) જણાવે છે કે તે એક છોકરા સાથે ૧ વર્ષથી રિલેશનશિપમાં છે. તે જણાવે છે કે તે છોકરો તેના તમામ ખર્ચા ઉઠાવે છે જેમ કે મોબાઈલ રિચાર્જ, શોપિંગ, બ્યૂટિપાર્લર, ટ્રાવેલ. ત્યાં સુધી કે તેની કોલેજની ફી પણ અને બદલામાં તે તેની સાથે ફરે છે, તેને ભરપૂર પ્રેમ આપે છે. તે જણાવે છે કે આવું કરીને તે બંનેની જરૂરિયાત પૂરી થઈ રહી છે ન કે કોઈ અહેસાન.

જ્યારે પ્રેમમાં દગો મળે
૩૦ વર્ષની દીપ્તિ (નામ બદલ્યું છે) જણાવે છે કે પોતાના એક્સથી દગો મળ્યા પછી તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેમાંથી નીકળવા માટે તે ડેટિંગ સાઈટ ‘ટિંડર’ દ્વારા લોકોને મળવા લાગી. એક દિવસે તેની મુલાકાત ૨૯ વર્ષના સંકલ્પ સાથે થઈ. જેાકે સંકલ્પ સુદઢ બોડીની સાથેસાથે એક અમીર પરિવારનો હતો. તેથી દીપ્તિ તેનાથી પ્રભાવિત થઈ ગઈ. બંનેની સહમતીથી તેમણે શારીરિક સંબંધ બનાવ્યો. દીપ્તિ કહે છે કે અમે બંને એડલ્ટ છીએ અને આ અમારી સહમતીથી બનાવેલો સંબંધ હતો. તેથી તેને કોઈ પણ રીતે ખોટું ન કહી શકાય. એક આંકડા મુજબ, દુનિયાભરમાં લોકપ્રિય ડેટિંગ એપ ટિંડરના ૨૦૨૧ માં ૯.૬ મિલિયન ગ્રાહક હતા. તેના ૭૫ મિલિયન માસિક સક્રિય ઉપયોગકર્તા છે. ટિંડરે ૨૦૨૧ માં ૧.૬ બિલિયન કમાણી કરી, જે આગળના વર્ષની સરખામણીમાં ૧૭ ટકા વધારે હતી. ટિંડરના ૬૦ ટકા ઉપયોગકર્તા ૩૫ વર્ષથી નાની ઉંમરના છે. તેના ૩/૪ ઉપયોગકર્તા પુરુષ છે, પરંતુ મહિલાઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે.
આ રીતે બંબલ અને ટ્રૂલી મેડલી ડેટિંગ એપ્સ ભારતમાં સૌથી લોકપ્રિય ડેટિંગ એપ્સમાંથી છે. તે ઉપરાંત ફેસબુકે પણ ડેટિંગ માટે અલગથી સુવિધા આપી છે. હા, હેપન, દિલમિલ, મેચ ડોટ કોમ જેવી ડેટિંગ એપ પર પણ યુવા મોટી સંખ્યામાં રોમાન્સ કરે છે. તાજેતરમાં શુગર ડેડીનો એક કોન્સપ્ટ ટ્રેન્ડમાં છે. તેનો પ્રભાવ પશ્ચિમી દેશમાં વધારે છે. તેમાં એક અમીર વૃદ્ધ વ્યક્તિ તેની સાથે ડેટ કરતી મહિલાને મોંઘી ગિફ્ટ આપે છે. બદલામાં તે તેની એકલતા દૂર કરે છે. તેમાં સેક્સ સંબંધ પણ સામેલ છે.

સંબંધ મરજીથી બાંધે છે
બેંગલુરુની રહેવાસી ૨૩ વર્ષની અદિતિ (નામ બદલ્યું છે) જણાવે છે કે ૩ વર્ષ મહેનત કર્યા પછી પણ તેનું પ્રમોશન નહોતું થયું ત્યારે તેને ખબર પડી કે તેના બોસ પોતાની સાથે સેક્સ કરતી છોકરીઓનું જલદી પ્રમોશન કરી દે છે. કરિયરમાં જલદી ગ્રોથ મેળવવા માટે તેણે એવું કર્યું. કરિયરમાં ગ્રોથ મેળવવા માટે કેટલીય મોડલ, ફેશન ડિઝાઈનર અને મીડિયા ઈન્ડસ્ટ્રી સાથે જેાડાયેલા છોકરાછોકરીઓ બોસ, મેનેજર, સીનિયર સાથે સેક્સ કરવા તૈયાર થઈ જાય છે. તેમની સાથે કોઈ જબરદસ્તી નથી થતી, પણ પોતાની મરજીથી કરે છે.
અદાલતમાં એવા કેટલાય કેસ નોંધાયા છે જેમાં છોકરીની ઉંમર ૧૮ વર્ષથી નાની હોવાથી તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હોય, જ્યારે આ સંબંધમાં સેક્સ બંનેની મરજીથી થાય છે. કાયદાકીય સહમતીથી સેક્સની ઉંમર ૧૮ વર્ષ છે. તેનો મતલબ એ થયો કે જેા ૧૮ વર્ષની નાની ઉંમરની છોકરી સાથે ભલે તેની સહમતીથી સંબંધ બાંધ્યો હોય, તે છતાં તે અપરાધની શ્રેણીમાં આવશે. પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ) આ કાયદા હેઠળ ૧૮ વર્ષથી નાની ઉંમરના લોકોને ‘બાળક’ માનવામાં આવે છે. આ કાયદામાં સહમતીથી સેક્સની ઉંમર ૧૮ વર્ષ છે. જેા ૧૮ વર્ષથી નાની ઉંમરની કોઈ છોકરી પોતાની સહમતીથી સંબંધ બાંધે છે તો પણ તેની સહમતીનો અર્થ નથી રહેતો. આવા કેસમાં છોકરાની ધરપકડ કરી લેવામાં આવે છે અને તેની પર રેપનો કેસ નોંધાય છે.

સુખનો અહેસાસ
બીજી બાજુ એવા પણ લોકો છે, જે એક પાર્ટનર હોવા છતાં કોઈ અન્ય વ્યક્તિ સાથે સેક્સ્યુઅલ રિલેશન રાખે છે. તે તેને ખોટું નથી માનતા. ૨૦૧૪ માં ગ્લોબલ ડેટિંગ વેબસાઈટ એશ્લે મેડિસન ભારતમાં લોંચ કરવામાં આવી હતી. આ વેબસાઈટે ભારતમાં એક સર્વે કરાવ્યો હતો. સર્વેમાં એ વાત સામે આવી કે ૭૬ ટકા મહિલાઓ અને ૬૧ ટકા પુરુષ પોતાના પાર્ટનરને દગો આપવાને ખોટું નથી માનતા. જ્યારે ૨ પાર્ટનર પોતાની સહમતીથી સેક્સ કરે છે ત્યારે તે જબરદસ્તી નથી કહેવાતી. તે આ પોતાની ખુશીથી કરે છે અને તેના માટે તે પોતે જવાબદાર છે. તેને કોઈ અહેસાન સમજવું ખોટું છે. આ એક શારીરિક સુખ છે જે દરેક વ્યક્તિ માણવા ઈચ્છે છે.
– પ્રિયંકા યાદવ.

વધુ વાંચવા કિલક કરો....