સામગ્રી :
૨૫૦ ગ્રામ પનીર ક્યૂબ્સમાં ટુકડા કરેલા અને તળેલું
૧ મધ્યમ આકારની ડુંગળી છીણેલી
૧ મધ્યમ આકારનું ટામેટું છીણેલું
૧ નાની ચમચી આદુંલસણની પેસ્ટ
૨ મોટી ચમચી ટામેટો સોસ
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૨ નાની ચમચી ગરમ મસાલો
૧/૨ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ નાની ચમચી કાળાં મરી પાઉડર
૨ મોટી ચમચી તલ
૧ નાની ચમચી જીરું
૧ મોટી ડુંગળી લાંબી સમારેલી
૧ મોટું ટામેટું બીજ વિનાનું સમારેલું
૨ કેપ્સિકમ સમારેલા
મીઠું સ્વાદ મુજબ.

રીત :
પેનમાં તેલ ગરમ કરીને તેજ ગેસ પર જીરું તતડાવો. છીણેલી ડુંગળી નાખીને ફ્રાય કરો. ત્યાર પછી છીણેલું ટામેટું નાખીને તેલ છૂટવા સુધી પકાવો. આદુંલસણની પેસ્ટ પણ નાખો. તેમાં ટામેટો સોસ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ધાણા પાઉડર, કાળાં મરી પાઉડર, મીઠું અને ૩ મોટી ચમચી પાણી નાખો અને ગ્રેવી બનવા સુધી પકાવો. હવે ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ નાખો અને લગભગ ચડી જવા સુધી પકાવો. ફ્રાય કરેલું પનીર નાખીને સારી રીતે મિક્સ કરો અને કોથમીરથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....