સામગ્રી :
૧૧/૨ કપ વેસણ
૧/૨ કપ મકાઈનો લોટ
૨ મોટી ચમચી ઘી
૧/૨ કપ પનીર
૧ લીલું મરચું સમારેલું
૧ મોટી ચમચી કોથમીર સમારેલી
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મકાઈના લોટને છાણીને વેસણ, ઘી અને મીઠું નાખીને ગૂંદી લો. ગરમ પાણીમાં લોટના લૂઆ બનાવીને ૮-૧૦ મિનિટ પકાવો. પાણીમાંથી કાઢીને સારી રીતે મસળીને નાના બોલ્સ બનાવો. પનીરને મસળીને તેમાં કોથમીર, લીલું મરચું અને મીઠું નાખો. લોટના નાનાનાના બોલ્સ વચ્ચે પનીરનું મિશ્રણ ભરીને સારી રીતે બંધ કરીને ગરમ તેલમાં ક્રિસ્પી તળો, સરસવના શાક સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....