ટ્રેડિશનલ પોશાક પસંદ કરનારી અભિનેત્રી વિદ્યા બાલને કહ્યું હતું કે તેમને ઝૂમખા એટલા પસંદ છે કે તે તેને ખરીદવાની એક તક ગુમાવતી નથી. તે ટ્રેનમાં વેચાતા ૫ રૂપિયાના સસ્તા ઝૂમખા સુધી ખરીદીને પહેરે છે. વિદ્યા બાલન પરંપરાગત જ્વેલરીની મોટી ચાહક છે.
સોનમ કપૂર પોતાની સ્ટાઈલ સાથે એક્સપેરિમેન્ટ કરે છે અને તેનો આ લુક બધાને ખૂબ ગમે છે. તેને પણ જ્વેલરીનો ખૂબ શોખ છે. તે જ્વેલરી ભલે ને મોંઘી હોય કે સસ્તી, ડ્રેસ સાથે મેચિંગ જ પહેરે છે. તે મુજબ ડ્રેસ ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન જ્વેલરી દરેક પોશાકની જરૂર છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણને ખૂબ ટ્રેન્ડી જ્વેલરી પહેરવી ગમે છે. તેને લાંબા અને લટકતા એરિંગ્સ પહેરેલી જેાઈ શકો છો, કારણ કે તેનો ફેસ લાંબો છે. આ વિશે કૃષ્ણા જ્વેલરી એક્સપર્ટ હરિકૃષ્ણા જણાવે છે કે ફેસ વ્યક્તિના વ્યક્તિત્વનો અરીસો હોય છે. યોગ્ય જ્વેલરી સુંદરતાને અનેક ગણી વધારે છે, તેથી હેવી જ્વેલરીથી વધારે એલીગેન્ટ લુકવાળી જ્વેલરી આજના યૂથની પહેલી પસંદ હોય છે અને આ જ ટ્રેન્ડ છે. તેથી જ્યારે પણ કોઈ મહિલા મારી પાસે આવે છે ત્યારે તેને હું ફેસ મુજબ જ્વેલરી ખરીદવાની સલાહ આપું છું. એટલું જ નહીં, કેટલીય વાર જેાયું છે કે જ્વેલરીની પસંદગી ફેસ મુજબ ન કરતા પૂરો ફેસ બદલાઈ જાય છે.
આવો જાણીએ કે કેવી જ્વેલરી પહેરવી જેાઈએ, જેથી બધાની નજર તમારી પર આવીને કેન્દ્રિત થશે :

ઓવલ ફેસ
ઓવલ ફેસની સૌથી સારી વાત એ છે કે આ મહિલાઓ કોઈ પણ લંબાઈ અને સ્ટાઈલના નેકલેસ પહેરી શકે છે. આ રીતે ઓવલ અથવા ટિયર ડ્રોપ ડિઝાઈનવાળા રાઉન્ડ નેકલેસ જે તમારા ફેસના શેપની નકલ કરે છે, બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. બીજી બાજુ જિઓમેટ્રિકલ પેંડેંટ સાથે શોર્ટ નેકલેસ મિનિમલિસ્ટિક લુક માટે શાનદાર હોય છે. લુકને પરફેક્ટ બનાવવા માટે સ્ટડેડ એરિંગ્સ અથવા વાઈડ એરિંગ્સ સારો લુક આપે છે.

લોંગ ફેસ
લોંગ ફેસમાં કપાળથી ચિન સુધીની લંબાઈ વધારે હોય છે, જે તેમને ઓવલ ફેસથી અલગ બનાવે છે. આ પ્રકારના ફેસ માટે એક સરળ ઉપાય એ છે કે ફેસની લંબાઈને ઓછી કરતી જ્વેલરી પસંદ કરો, જે ફેસની પહોળાઈ પર વધારે ભાર આપે છે. પહોળા ફેસ પર ઈમ્પ્રેશન આપવા માટે ગરદન પર ઊંચા ચંકિયરનેક પીસની પસંદગી સારો વિકલ્પ છે.
આ ફેસ માટે ફુલ ચોકર સેટ પણ શ્રેભ વિકલ્પ છે. તે ઉપરાંત શેંડલિયર એરિંગ્સ લુકને કમ્પ્લીટ કરવા માટે સૌથી બેસ્ટ છે. ફ્લોરલ ડિઝાઈન પણ આ પ્રકારના ફેસ માટે સૌથી
બેસ્ટ છે.

હાર્ટશેપ ફેસ
આવા ફેસ ઘણી વાર શોર્ટર, પોઈન્ટેડ ચિનવાળા હોય છે અને ફેસનો ઉપરનો અડધો ભાગ પહોળો હોય છે. આ પ્રકારના ફેસ માટે કોઈ પણ પ્રકારની જ્વેલરી પસંદ કરવાની સૌથી બેસ્ટ રીત છે, કપાળની પહોળાઈ ઓછી કરવા અને વાઈડર જેાલાઈનનું ડિપ્રેશન પેદા કરતા નેકપીસ અને તે મુજબ એરિંગ્સ.
તેમાં લોંગ, વી શેપ નેકલેસ ચિનને હાઈલાઈટ કરે છે, તેથી લોંગ નેકલેસના બદલે શોર્ટ નેકલેસ, કર્વ અને રાઉન્ડ, ગરદનની ચારે બાજુ કમ્પ્લીટ લુક આપે છે અને કપાળની પહોળાઈને સંતુલિત કરવામાં મદદ કરે છે. લેયર્ડ નેકલેસ પણ એક બેસ્ટ પીસ છે અને જેા પેંડેંટ માટે ઉત્સુક છો, તો એક એડજસ્ટેબલ ચેન સાથે તેને પસંદ કરો, જેથી તેને ગળામાં ઈચ્છો એટલી નાની રાખી શકો. તે ઉપરાંત ટિયર ડ્રોપ એરિંગ્સ પણ નિશ્ચિત રીતે લુકને વધારે નિખારે છે.

રાઉન્ડ ફેસ
રાઉન્ડ ફેસ ઓવલ ફેસની સરખામણીમાં એક ખાસ અનુપાતમાં હોય છે, રાઉન્ડ ફોરહેડ અને જેાલાઈન ફેસની સુંદરતા વધારે છે. શાર્પ સ્ટોન જ્વેલરીની પસંદગી લુકમાં શાર્પનેસ લાવવામાં મદદ કરે છે. લાંબા પેંડેંટ અને નેકલેસ જે કોલરબોનની નીચે વીશેપ બનાવે છે, રાઉન્ડ ફેસવાળાને સુંદર લાગે છે. રાઉન્ડ ફેસવાળાને ચંકિયર અને ચોકરનેક લેસ પહેરવાથી બચવું જેાઈએ. ફેસ મુજબ તેમણે કોન્ટ્રાસ્ટ માટે ચોકોર અને આયાતકારવાળા નેકલેસ પસંદ કરવા જેાઈએ.

સ્ક્વેર ફેસ
સ્ક્વેર ફેસવાળાનું કપાળ, ગાલ અને જેાલાઈન સમાન પહોળાઈની હોય છે. કપાળથી લઈને ચિન સુધીની ઊંચાઈ પણ ફેસની પહોળાઈ સમાન હોય છે. સ્ક્વેર ફેસને સ્ટોંસની જ્વેલરી પસંદ કરવી યોગ્ય મનાય છે, કારણ કે આ ફેસના શાર્પ એજેસને ઘટાડે છે. તે માટે શાર્પ જિઓમેટ્રિક ડિઝાઈનથી બચવું સૌથી સારું રહે છે, કારણ કે આ ફેસના સ્ક્વેરને ઘટાડવાના બદલે તેમાં શાર્પનેસ જેાડે છે. ટેસલ જેવા આકર્ષક કંપોનેન્ટ સાથે લોંગ વર્ટિકલ નેકલેસ સ્ક્વેર ફેસ માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે. લોંગ નેકલેસ પસંદ કરવાથી ફેસ લાંબો દેખાય છે અને ફેસની સોફ્ટનેસ પણ ઝલકે છે. લાંબા એરિંગ્સ આવા ફેસવાળા માટે યોગ્ય મનાય છે.

પિયર શેપ ફેસ
તેમાં પહોંળા ચિન તથા કપાળ નેરો હોય છે. એવામાં એવી જ્વેલરી પસંદ કરવી જેાઈએ, જેા સમાન અનુપાતમાં સંતુલન બનાવવા માટે જેાલાઈન અને ચિકબોંસની પહોળાઈ ઓછી કરે. મિક્સ્ડ લંબાઈની ચેન, નેકલેસ અને પેંડેંટની પસંદ કરતા મહિલા ખાસ બની જાય છે અને તેના ફેસ પરથી કોઈની નજર હટવી મુશ્કેલ હોય છે.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....