વાર્તા – આશા ચંદ્રા.

જેમ એક જમાનામાં પહેલો વરસાદ પડતા જ ખેડૂતો હળ લઈને ખેતર જવા નીકળી પડતા હતા, તે રીતે ૨૦-૨૫ વર્ષ પહેલાં પહેલી છીંકના અવાજ સાથે દરેક ઘરમાં મહિલાઓ અને યુવતીઓના હાથમાં નીટિંગ સોયા જેાવા મળતા હતા. નાનામોટા, જાડાપાતળા, રંગબેરંગી સોયા લગભગ ૭-૮ મહિના સુધી દરેક પરિવારની મહિલાના હાથમાં જેાવા મળતા હતા. બાળક ભલે ને ખોળામાંથી નીકળીને પડી જાય, ચૂલા પર મૂકેલું દૂધ બહાર છલકાઈ જાય, પતિ ખાધા વિના ઓફિસ જતો રહે, પણ આ સોયા હાથમાં જાણે ચોંટી જતા હતા. આજે સોયાનું સ્થાન મોબાઈલ અને લેપટોપે લઈ લીધું છે.
સોયામાં એક ખાસિયત હતી. તે ભાલાની સાથે કવચનું પણ કામ કરતા હતા. માની લો કે, બાળકોએ પતિની કિંમતી એશ ટ્રે તોડી નાખી અને પતિ ગુસ્સે થતા પૂછે છે, ‘‘આ કોણે કર્યું?’’
અવાજ પરથી પત્નીને ખબર પડી જાય છે કે હવે લલ્લુ ગયો કામથી. તેની સાથે આંખના ખૂણેથી લલ્લુને થરથર કરતો પાછળ ઊભેલો જુએ છે. તેને માત્ર એક મિનિટનો જ સમય જેાઈએ બહાર ભાગવા માટે. બસ, તમે સોયાનું કવચ સામે ધરી દો.
અચાનક કેટલાક ફંદા સોયામાંથી નીકળી જતા અને ફેસ પર ભયંકર ગંભીરતાથી પત્ની તેમને ઉઠાવતી હતી. ગરદન એક બાજુ ઝૂકી જતી હતી. મેઘનાને હાથથી ગૂંથેલું સ્વેટર આજે પણ ખૂબ ગમે છે. તેણે તે જમાનાના અને આજના મેગેઝિન મૂકી રાખ્યા છે, તેમાંથી તે ડિઝાઈન લઈને મિટન, વૂલન કેપ, ની કેપ, સોક્સ વગેરે બનાવે છે. મૃદુલને તેની આ ઓલ્ડ ફેશન બિલકુલ ગમતી નથી ખાસ તો ત્યારે જ્યારે તે રાત્રે પથારીમાં હોય અને મેઘના નીટિંગ સોયામાં ફંદા નાખવામાં વ્યસ્ત રહેતી. તે ખૂબ ચિડાઈ જતો અને કેટલીય વાર તકિયો ઉઠાવીને ડ્રોઈંગરૂમમાં સોફા પર ઊંઘી જતો.
આ રીતે એક રાતે જ્યારે તે મેઘનાના સોયાથી કંટાળીને સોફા પર ઊંઘતો હતો ત્યારે તેને બેડરૂમમાંથી એક વ્યક્તિની ચીસ સંભળાઈ. ઘરમાં માત્ર મેઘના અને મૃદુલ, પછી આ કોણે ચીસ પાડી. તેણે કપડાં પહેરીને બેડરૂમમાં જઈને દરવાજેા ખોલ્યો તો જેાયું કે એક ૧૬ વર્ષનો છોકરો પોતાની આંખ દબાવીને ઊભો હતો અને મેઘના સોયા લઈને તેને મારવા હાથ ઉઠાવી રહી હતી.
છોકરાની આંખમાં ઈજા થઈ હતી, તેના એક ગાલમાંથી લોહી નીકળી રહ્યું હતું. મૃદુલે સ્થિતિ સંભાળી લીધી. છોકરાને પકડ્યો, બંનેએ મળીને તેના હાથ ઊનના દોરાથી બાંધી દીધા અને સોસાયટીના સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો. ખબર પડી કે તે છોકરો એક માળીનો હતો, જે કામ છોડીને ગયો હતો અને કદાચ ૨-૩ ચોરીમાં તેનો હાથ હતો, જે સોસાયટીના ફ્લેટમાં થઈ હતી.
થોડી વારમાં રાતના ૨ વાગે ફ્લેટ સામે ભીડ ભેગી થઈ ગઈ. દૂબળીપાતળી ઓલ્ડ ફેશન મેઘનાની પ્રશંસાના પુલ બધા બાંધી રહ્યા હતા. સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ હતી કે ૨૦ રૂપિયાના સોયા હવે હથિયાર બની ગયા હતા જાણે કે છોકરીના હાથમાં એકે ૪૭ હોય.
છોકરો થરથર ધ્રૂજી રહ્યો હતો. તેને ૨-૪ સોયા માર્યા પછી કહ્યું કે છેલ્લા ૪ મહિનામાં તેણે ૬ ફ્લેટમાં ચોરી કરી હતી. ૨ ચોરીની ઘટનામાં તો તેને જેાઈને મહિલાની સાથે પુરુષ પણ ડરી ગયો હતો, તેથી તે મેઘનાના ઘરમાં ઘૂસ્યો. તે કોન્ફિડેન્ટ હતો. તેને શું ખબર હતી કે તે રાતે ૨ વાગ્યા સુધી આછા પ્રકાશમાં સોયા ચલાવતી જેાવા મળશે.
બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા ત્યારે દરવાજેા બંધ કરીને સૌપ્રથમ મૃદુલે તે સોયાને ચૂમી લીધા, પછી મેઘનાના હાથને અને પછી મેઘનાની આંખોને.
સવારે ડોરબેલ રણક્યો ત્યારે બંને ગભરાઈ ગયા. બંને તૃપ્ત હતા. કપડાં પહેરીને દરવાજેા ખોલ્યો તો કામવાળી બાઈ પુષ્પા ૨-૩ બાઈ સાથે ઊભી હતી.
‘‘મેડમ આજે જલદી આવી ગઈ, કારણ કે આ બધા તમને જેાવા ઈચ્છતા હતા, પછી સંકોચ સાથે બોલી, ‘‘બધાને તમારા સોયાથી ગૂંથણ કરતા શીખવું છે. આ બધાની માઓ તેમને કાબૂમાં રાખતી હતી. તેમના બાપે પણ રાખી હતી. હવે બિચારી પતિનો માર ખાય છે. સોયા હાથમાં હશે તો પતિ થોડોક ડરશે.’’
મેઘના હસવા લાગી. આ જ પુષ્પા પૂરી સોસાયટીમાં મેઘના મેડમના આ જુનવાણી સમાચાર ફેલાવતી હતી.

હવે જ્યારે કોઈ ઘર, લગ્નમાં જવાનું હોય, કોઈ બીમાર હોય, વિષ્ણુના સુદર્શનચક્રની જેમ સોયા હંમેશાં પર્સમાં રાખે છે અને આંખો નવીનવી ડિઝાઈનની પકડમાં વ્યસ્ત રહે છે કે મશીનના બનેલા સ્વેટરને કેવી રીતે તે હાથથી બનાવી શકે છે.
હવે ખબર પડી કે આ જ નહીં, આ સોયાના અન્ય ઉપયોગ પણ છે. ઠંડીમાં નાળિયેરનું તેલ જામી જાય તો સોયા બોટલમાં નાખીને તેલ કાઢી લીધું. ગરમ કરવાની ઝંઝટ કોણ કરે. કાનમાં ખંજવાળ આવે તો મજાથી સોયા ફરતે પાતળો રૂમાલ કે દુપટ્ટો ભરાવીને મેલ કાઢી લો. પિંટુ મસ્તી કરે તો લાકડીની જેમ તેનો ઉપયોગ કરો. ક્યાંક વોશબેસિનમાં કંઈક ફસાઈ જાય તો સોયા હાજર છે. કારણ વિના માથું ખંજવાળવા માટે તેનાથી સારી કોઈ વસ્તુ નથી. હવે મૃદુલના હાથમાં કેટલીય વાર સોયા રહે છે, તેનાથી દૂરની સ્વિચ બંધ કરવી સરળ રહે છે.
પૂરી સોસાયટીમાં મેઘના ફેમસ થઈ ગઈ છે. તે નાનીમોટી સેલિબ્રિટી બની ગઈ છે. સોયા એટલે સેલ્ફ ડિફેન્સ, ઠંડીથી પણ, ચોરથી પણ.

વધુ વાંચવા કિલક કરો....