વાર્તા – પૂનમ અહમદ.

કિચનના એક સ્વચ્છ ખૂણામાં ફરસ પર બિછાવેલી પથારી પર મધુવંતી પડખા ફરી રહી હતી. પડખા ફરે પણ કેમ નહીં, યુવાનીના સપનામાં ડૂબેલી આંખોમાં ઊંઘ કેવી રીતે આવે, જ્યારે બેડરૂમમાંથી એવા અવાજ આવી રહ્યા હોય કે કોઈ પણ માણસ ઊંઘમાંથી જાગી જાય. તે ચિંતામાં આડી પડી હતી. તેને ખબર હતી કે હમણાં જ નશામાં ડૂબેલી નાયશા ફ્રિજમાંથી ઠંડું પાણી લેવા આવશે અથવા તેનાથી ઊભું નહીં થવાય તો મધુમધુ બૂમો પાડશે કે પછી નાયશાનો બોયફ્રેન્ડ દેવાંશ પાણી લેવા આવશે.
એક વર્ષમાં મધુવંતી એટલું તો સમજી ગઈ હતી કે નાયશા ભરપૂર દારૂ પીધા પછી પોતાના બોયફ્રેન્ડ સાથે મનભરીને એ બધું જ કરે છે, જેને ન કરવા દેવા માટે નાયશાના ગામમાં રહેતા પેરન્ટ્સે તેને પોતાની દીકરી સાથે મોકલ્યો હતો, પરંતુ મધુવંતી કેવી રીતે નાયશાની લાઈફસ્ટાઈલમાં ચંચુપાત કરી શકતી હતી, તે આખરે હતી તો એક નોકર ને. શું તેની એટલી હેસિયત હતી કે નાયશાને કોઈ શિખામણ આપે?
એટલામાં તેને પગલાનો અવાજ સંભળાયો. તેણે પોતાની આંખ બંધ કરી દીધી. કિચનમાં અંધારું હતું, પરંતુ મધુવંતીની આંખો અંધારામાં જેવા ટેવાયેલી હતી. કિચનમાં દેવાંશ હતો, તેના ડિયોની સુગંધ મધુવંતીને ખૂબ ગમતી હતી.
મધુવંતીનું મન આ સુગંધથી ખીલી ઊઠ્યું હતું. તેણે ધીરેથી અર્ધખુલ્લી આંખે જેાયું તો દેવાંશ ફ્રિજમાંથી પાણીની બોટલ કાઢી રહ્યો હતો. તેના તંદુરસ્ત શરીર પર મધુવંતીની નજર ચોંટી ગઈ હતી. થોડી વારમાં દેવાંશ ચાલ્યો ગયો, પરંતુ નાયશાના ખડખડાટ હસવાના અવાજથી મધુવંતી મોડા સુધી ઊંઘી ન શકી. પછી રોજની જેમ નાયશાના બેડરૂમ તરફ ધ્યાન લગાવતાંલગાવતાં તે ઊંઘી ગઈ.
આ વશી, મુંબઈની એક બિલ્ડિંગનો વન બેડરૂમ ફ્લેટ હતો. નાયશાએ આ ફ્લેટને મુંબઈ આવતા પોતાના કલીગની મદદથી ભાડે લીધો હતો. તે માલેગાંવની રહેવાસી હતી અને અત્યરે સારા હોદ્દા પર કામ કરતી હતી. તેના પેરન્ટ્સે પોતાના ઘરમાં કામ કરતી મેડની દૂરની સંબંધી મધુવંતીને નાયશાની સારસંભાળ માટે મુંબઈ મોકલી દીધી હતી. જેાકે મુંબઈમાં નાયશા કેવી રીતે જીવે છે, તેની જાણ તેના સીધાસાદા પેરન્ટ્સને થઈ શકે તેમ નહોતી.

નાયશા એ પોતાનો અભ્યાસ પુણે રહીને કર્યો હતો, જ્યાં તેના ઘણા બધા બોયફ્રેન્ડ રહ્યા હતા. તેની આઝાદ લાઈફમાં જેા સૌથી ખરાબ લત લાગી હતી તે ચિક્કાર દારૂ પીવાની હતી. દિવસે ઓફિસ અને સાંજ પડતા કોઈને કોઈ બોયફ્રેન્ડ અને દારૂ. બસ આ જ હતી નાયશાની જિંદગી.
મધુવંતીને આશ્ચર્ય થતું કે ગામડાની નાયશા અહીં મુંબઈમાં ઓળખી શકાય તેવી રહી નહોતી. ગામમાં તે એટલી સુશીલ, સંસ્કારી બનીને રહેતી કે લોકો કહેતા કે છોકરી હોય તો નાયશા જેવી. ઘરની બહાર રહેવા પર પણ કોઈ ખરાબ આદત નહીં. હવે હાલની સ્થિતિ જેાઈને મધુવંતી મનોમન હસતી હતી. તેણે અત્યાર સુધી માત્ર છોકરાના આવા કામ અને આદત વિશે સાંભળ્યું હતું. મૂવીમાં આ બધું જેાયું હતું. હવે નાયશાના આ રંગઢંગ તેને એટલા આશ્ચર્યજનક લાગી રહ્યા હતા કે તેની પોતાની પણ દબાયેલી ઈચ્છાઓ જાગૃત થવા તૈયાર થઈ હતી.
સવારે મધુવંતી સૌપ્રથમ ઊઠી. ફ્રેશ થઈને નાસ્તો અને નાયશાના ટિફિનની તૈયારી કરવા લાગી. ત્યાં સુધીમાં નાયશા અને દેવાંશ પણ ઊંઘીને ઊઠી ગયા હતા. મધુવંતી ઘણા બધા કામ પતાવી ચૂકી હતી. તેણે બંનેના હાથમાં ચાના કપ પકડાવીને નાયશાનું ટિફિન પેક કરીને ટેબલ પર મૂકી દીધું.
દેવાંશે કહ્યું, ‘‘યાર નાયશા, તારે તો ખૂબ એશઆરામ છે. મધુ બધું કામ સંભાળી લે છે. અરે મધુ, મારે બધું કામ જાતે જ કરવું પડે છે. યાર, તું મારા ઘરે પણ આવ ને.’’ કહેતા દેવાંશ મધુને જેાઈને હસ્યો, ત્યારે મધુ પણ ખૂબ અદાથી તેની સામે જેાઈને હસી.
નાયશાએ આ જેાઈને દેવાંશને બનાવટી ઠપકો આપ્યો, ‘‘ખબરદાર, મધુ પર નજર નાખી છે તો, તે ક્યાંક જતી રહેશે તો હું મરી જઈશ. મારા કામ મારાથી થતા નથી, તે વાત પણ સાચી છે. યાર મધુ, તું તેની વાત પર ધ્યાન ન આપીશ અને તેને પ્રોત્સાહન ન આપ. દેવાંશ મધુ મારી છે અને મારી જ રહેશે.’’
હસીમજાક, છેડછાડની સાથે સવારની ચા પીવાઈ ગઈ અને દેવાંશ પોતાના ઘરે ચાલ્યો ગયો. તે થોડેક દૂર આવેલી એક બિલ્ડિંગમાં રહેતો હતો. પછી નાયશા પણ ઓફિસ જવા માટે તૈયાર થવા લાગી. નાસ્તો કરતા તેણે કહ્યું, ‘‘મધુ, તારા સાથથી મારી લાઈફ ખૂબ ઈઝી રહે છે, મારે કોઈ કામ નથી કરવા પડતા. થેન્ક્યૂ યાર, તું મારી ખાસ છે. મારા ઘરના લોકો પણ ખુશ છે કે અહીં હું એકલી નથી અને સાંભળ, જેા રાત્રે દેવાંશ મારા કરતા પહેલાં આવી જાય તો તેને ખાવાનું પૂછી લેજે. મારે એક મીટિંગ છે એટલે મોડું થશે.’’
મધુ નાયશાથી ૪ વર્ષ નાની હતી. ગામમાં તેના માતાપિતા તેની ૨ મોટી બહેનના લગ્ન માટે પરેશાન હતા, તેથી તેઓ એમ જ વિચારીને પોતાના મનને સાંત્વના આપતા હતા કે હાલપૂરતું મધુ જ્યાં રહે છે, ત્યાં આરામથી રહે છે, નાયશા તેને પોતાના ઘરે મોકલવા માટે સારા એવા પૈસા આપતી હતી.
મધુ રોમાંચથી ભરાઈ ગઈ હતી કે ચાલો આજે દેવાંશ નાયશા પહેલા આવશે. તે પોતે પણ મનોમન દેવાંશ પર ઓળઘોળ હતી, પરંતુ પોતાની હેસિયત યાદ આવતા જ તે કોઈ પણ પ્રકારની ખોટી હરકત કરવા નહોતી ઈચ્છતી. દેવાંશને જેાવો તેના યુવા મનને ખૂબ ગમતું હતું. ૭ વાગતા જ દેવાંશે ડોરબેલ વગાડ્યો.
મધુવંતી સાંજથી નહાઈધોઈને સ્વચ્છ કપડામાં સજીને મનોમન તેની રાહ જેાઈ રહી હતી. જેાકે સુંદર તો તે પણ હતી.
દેવાંશ આવતા જ સોફા પર ફસડાઈ પડ્યો અને બોલ્યો, ‘‘નેશ તો મોડી આવશે ને?’’
‘‘હા.’’
મધુવંતીને આશ્ચર્ય થયું કે જ્યારે તેને ખબર છે કે નાયશા મોડી આવવાની છે તો પછી તે જલદી કેમ આવી ગયો. પછી દેવાંશે ઊઠીને કિચનમાં જઈને એક ગ્લાસમાં થોડો દારૂ લીધો, તેમાં બરફ નાખતા કહ્યું, ‘‘મધુ તેં ક્યારેય દારૂ પીધો છે?’’
‘‘ના.’’
‘‘તો આવ, આજે ટેસ્ટ કરી લે.’’
‘‘ના, ના, બિલકુલ નહીં.’’
‘‘અરે આવી જા ને.’’ કહેતાંકહેતાં દેવાંશે પોતાનો ગ્લાસ તેના મોંએ લગાવી દીધો. ઘૂંટ ભરતા મધુવંતી પાછળ હટી ગઈ. પછી દેવાંશ થોડો નજીક આવવા લાગ્યો. જેવો મધુવંતીની કમરમાં દેવાંશે હાથ નાખ્યો, એટલામાં ડોરબેલ રણકી ઊઠી. દેવાંશ તરત સોફા પર જઈને બેસી ગયો.
તે નાયશા હતી. તેણે આશ્ચર્ય સાથે કહ્યું, ‘‘અરે તું જલદી આવી ગયો?’’
‘‘હા, મન નથી લાગતું હવે એકલા.’’ કહેતા તેણે ઊભા થઈને નાયશાના ગાલ પર કિસ કરી દીધી અને મધુને જેાઈને હસ્યો.
નાયશાએ પણ તેના રોમાંસનો આનંદ ઉઠાવતા કહ્યું, ‘‘અરે, મને હાથ સેનિટાઈઝ કરવા દે, કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે.’’
‘‘તું કેમ ચિંતા કરે છે, આપણી પાસે મધુ છે ને. લોકડાઉનમાં લોકો મેડ માટે રડતા રહી ગયા હતા, જ્યારે તેં આરામ કર્યો છે.’’
‘‘ફ્રેશ થઈને આવું છું. મારા માટે એક પેગ બનાવીને તૈયાર રાખજે. લાવ અત્યારે તારામાંથી એક ઘૂંટ પી લઉં.’’ કહેતા નાયશા દેવાંશનો પૂરો ગ્લાસ ખાલી કરીને નહાવા ચાલી ગઈ.
દેવાંશ હસતોહસતો કિચન તરફ જવા લાગ્યો. જતાંજતાં તેણે મધુવંતી સામે જે નજરથી જેાયું, ત્યારે મધુ પણ રોમાંચિત થઈ ગઈ. તે ડિનરની તૈયારી કરવા લાગી. અચાનક તેણે દેવાંશને કહ્યું, ‘‘થોડી વસ્તુ પૂરી થઈ ગઈ છે, દીદીને કહેજે તરત જઈને લઈને આવે.’’
નાયશાનો ફ્લેટ ચોથા ફ્લોર પર હતો. નીચે જઈને મધુએ થોડા શાકભાજી ખરીદ્યા. તેની પાસે એટલા પૈસા રહેતા હતા કે તે ઘરનો સામાન લાવી શકે. પરત આવતા તે બિલ્ડિંગના વોચમેન સુધીર સાથે વાત કરવા લાગી. તે પણ તેની ઉંમરનો હતો અને બંને છેલ્લા ૩ મહિનાથી ખૂબ નજીક આવી ગયા હતા.
આમ પણ મુંબઈની સોસાયટીમાં જે લોકો વોચમેન તરીકે નોકરી કરે છે, તેમાંથી મોટાભાગના દૂરના રાજ્યના નાના ગામડામાંથી એકલા જ, પરિવાર વિના અહીં આવેલા હોય છે. અહીં ૧ જ રૂમ ઘણા બધા શેર કરતા હોય છે. સુધીર અહીં દિવસે ડ્યૂટી કરતો હતો અને વિમલ રાત્રે. આ બંને વોચમેન સાથે મધુવંતીના નજીકના સંબંધ બની ગયા હતા.

મધુને તે પછી ઊંઘ ન આવી. દેવાંશ જેવો છોકરો તેની પાસે આવ્યો છે અને જેા તે તેને થોડી છૂટછાટ લેવા દેશે તો તેનું જીવન બદલાઈ શકે છે…

આજકાલ આ સોસયાટીમાં એકલા રહેનારને ભાડે ફ્લેટ નહોતા આપવામાં આવતા, પરંતુ નાયશા અને મધુવંતીને બધા લોકો ખૂબ સજ્જન સમજતા હતા. જેાકે તે બંને પણ અહીં કોઈને ફરિયાદની તક નહોતી આપતી. નાયશાના બોયફ્રેન્ડ પણ હંમેશાં ચુપચાપ આવતા અને ચુપચાપ ચાલ્યા જતા, તેથી છોકરાઓનું આ રીતે આવવુંજવું કોઈની નજરમાં ખાસ નહોતું આવતું. નાયશાના ફ્લોર પર રહેતા એક પરિવારમાં વૃદ્ધ દંપતી હતું, જ્યારે બાકીના બંને ફ્લેટ બંધ રહેતા હતા.
સુધીરે મધુવંતીને કહ્યું, ‘‘હું કાલે દિવસે આવી જાઉં? તારી મેડમ ઓફિસે જશે ને?’’
‘‘આવી જજે.’’ મધુએ મસ્તીભરી અદામાં કહ્યું, ‘‘અને હા, આવી જઈશ પછી થોડી મસ્તી જરૂર કરીશું. ઘણો સામાન મેડમે લાવીને મૂક્યો છે.’’
‘‘વાહ, હું આવું જ છું.’’ બોલીને સુધીર હસ્યો.
આજકાલ નાયશાનો વ્યવહાર જેાઈને મધુ પણ ખૂલીને એ બધું જ કરવા લાગી હતી જે નાયશા કરતી હતી. ઉપર આવતા મધુએ જેાયું તો દેવાંશ અને નાયશા બેડરૂમમાં બંધ થઈ ગયા હતા. પછી તે પણ લાવેલા સામાનને ગોઠવવા લાગી. ડિનર સમયે બંને બેડરૂમમાંથી બહાર નીકળ્યા.
દેવાંશની આંખોની ખુમારી જેાઈને મધુનું મન પણ તેની તરફ આકર્ષિત થઈ ગયું. જેાકે દેવાંશ પણ તેને જેાઈ રહ્યો હતો. બંને ડિનર કર્યા પછી થોડો સમય ટીવી જેાઈને પછી ઊંઘવા ચાલ્યા ગયા. રાત ફરીથી એવી જ હતી, જેવી રોજ રહેતી હતી. મોડી રાતે મધુની આંખ અચાનક ખૂલી ગઈ, જેાયું તો પોતાની નજીક બેસીને દેવાંશ તેને સ્પર્શ કરી રહ્યો હતો. પછી ઝડપથી તે બેઠી વળી ગઈ, ત્યારે દેવાંશ ધીરેથી બોલ્યો, ‘‘મધુ ઊંઘે છે. તું મને ગમવા લાગી છે.’’
જેાકે અડધી ઊંઘમાં બેઠી થઈ ગયેલી મધુ સાવચેત થઈ ગઈ અને બોલી, ‘‘ના સાહેબ, તમે અહીંથી જતા રહો.’’
‘‘ઠીક છે, દિવસે મળીશું.’’
મધુને ફરીથી ઊંઘ ન આવી. તેને લાગ્યું કે દેવાંશ જેવો છોકરો તેની પાસે આવ્યો છે અને જેા તે થોડી છૂટછાટ લેવા દેશે તો પોતાનું જીવન બદલાઈ શકે છે. તેણે વિચાર્યું કે સુધીર અને વિમલ જેવા વોચમેન તેને શું સુખ આપશે.

બધા પોતાનો ટાઈમપાસ કરી રહ્યા છે અને તે પણ ક્યાં તેમની સાથે જીવનમાં આગળ વધવાની છે. મોજમસ્તી દેવાંશ સાથે વધારે થઈ શકે છે. બાકીની રાત મધુએ પોતાના ભવિષ્ય વિશે વિચારતા પસાર કરી.
નાયશા રોજની જેમ દારૂ પીને નશામાં ચકચૂર થઈને ઊંઘી ગઈ હતી. તે એક વાર ઊંઘી ગયા પછી સીધી સવારે જ ઊઠતી હતી. બીજા દિવસે સવારે બંને નીકળી ગયા ત્યારે મધુએ ઈન્ટરકોમ પર સુધીરને જલદીથી ઉપર આવી જવા કહ્યું. સુધીરે બાજુની બિલ્ડિંગના વોચમેનને ધ્યાન રાખવાનું કહી દીધું કે હું થોડી વારમાં આવું છું.’’
અહીં આસપાસના બધા વોચમેનને એકબીજા સાથે ખૂબ બનતું હતું. પછી સુધીર સાથે બેસીને મધુએ થોડો દારૂ પીધો, પછી નાયશાના બેડ પર બધી માનમર્યાદા ભૂલીને આનંદ માણ્યો અને સાથે બેસીને ભોજન કર્યું. આજે નાયશાના બેડ પર ઊંઘતાંઊંઘતાં તે કલ્પના કરી રહી હતી કે દેવાંશ પણ ખૂબ જલદી પોતાની સાથે અહીં હશે. ઘણી વાર વીકેન્ડમાં દેવાંશ અને નાયશા લોનાવાલા અથવા માથેરાન ચાલ્યા જતા ત્યારે મધુ રાત્રે વોચમેન વિમલને આ જ રીતે પોતાની પાસે બોલાવી લેતી. જેાકે બંને વોચમેન તેની પર મરતા હતા.

હવે મધુવંતી પણ ગામ જવા નહોતી ઈચ્છતી, તેને શહેરની આબોહવા અને અહીંની રહેણીકરણી ખૂબ ગમવા લાગી હતી. થોડા દિવસ પછી એક રાત માટે નાયશાને પુણે જવાનું થયું. ક્લાયંટ મીટિંગ હતી. નાયશા તેને સૂચના આપીને જતી રહી. રાત્રે ૮ વાગે દેવાંશ આવ્યો, પરંતુ તે ચોંકી નહીં, કારણ કે તે મનોમન આ વાત માટે સજીધજીને તૈયાર હતી. દેવાંશ આવતા જ પાગલ બનીને તેનો હાથ પકડીને પ્રેમભરી વાતો કરવા લાગ્યો અને મધુ પણ સુંદર સપનામાં ડૂબતીડુબાડતી રહી. પછી એ જ થયું જે થવાનું હતું. એ જ દેવાંશ હતો, એ જ બેડરૂમ, એ જ બેડ અને એ જ દારૂના પેગ. માત્ર આ સમયે નાયશાની જગ્યાએ મધુવંતી હતી જે આ સમયે નાયશાની જગ્યા પર જેાઈને સ્વયંને ભાગ્યશાળી માની રહી હતી.
ધીરેધીરે આ રૂટિન બની ગયું. બંને એકબીજામાં એટલા ડૂબેલા રહેવા લાગ્યા કે પછી ઘણી વાર મધુવંતી નાયશાના ઓફિસ ગયા પછી દેવાંશના ફ્લેટ પર જતી હતી. તેના ઘરની દરેક વસ્તુની સંભાળ પોતાના હાથે પ્રેમથી લેતી. જેાકે આવી વાતો ક્યાં સુધી છુપાયેલી રાખી શકાય છે? એક રાત્રે નાયશાની આંખ ખૂલી ગઈ, જેાયું તો દેવાંશ બેડ પર નહોતો. તે નશામાં લથડિયા ખાતી લિવિંગરૂમમાં આવી પછી સોફા પર દેવાંશ અને મધુવંતીને જે હાલતમાં જેાયા ત્યારે તેનો પૂરો નશો ઊતરી ગયો અને જેારજેારથી ગુસ્સામાં બૂમો પાડવા લાગી, ‘‘દેવાંશ…’’
‘‘સોરી નાયશા.’’ બોલીને પોતાના કપડાં ઠીક કરતો તે પોતાનો સામાન લઈને તરત નાયશાના ફ્લેટમાંથી નીકળી ગયો.
નાયશા હવે મધુવંતી પર ગુસ્સો ઠાલવી રહી હતી. થોડી વાર તે સાંભળતી રહી, પછી ખૂલીને મેદાનમાં આવતા બોલી, ‘‘મને અહીંથી જવા માટે કહેશો દીદી, હું જતી રહીશ, કોઈ વાત નહીં, પછી કરજેા બધા કામ જાતે. ગામમાં જઈને તમારી બોટલનો હિસાબ બધાને જણાવીશ પછી જેાજેા. તમારા ઘરવાળા પણ તમને કેવી રીતે સુધારે છે. તમે તો નશામાં રોજ ડૂબેલા રહો છો, તમારા ઘરના લોકોને જૂઠું કહો છો. હવે મારે પણ નથી રહેવું તમારી સાથે. હું દેવાંશ સાહેબના ઘરે રહીશ. વળી, સસોસાયટીવાળા પણ. તમને વધારે દિવસ અહીં એકલા રહેવા નહીં દે. તમારી બધી ખરાબ ટેવની જાણ બધાને થશે. બાકી રહી વાત મારી તો કાલે સવારે હું દેવાંશ સાહેબના ઘરે જતી રહીશ.’’

નાયશા મધુના શબ્દો સાંભળીને પોતાનું માથું પકડીને બેસી ગઈ. જેને અભણ સમજીને નોકરાણીની જેમ રાખી હતી, તે હવે એક સિંહણની જેમ ગર્જી રહી હતી તેની સામે. મધુવંતી કિચનમાં જઈને પોતાની જગ્યા પર ઊંઘી ગઈ. નાયશા સોફા પર માથું પકડીને ચિંતામાં ઉદાસ ચહેરે બેઠી હતી. તેની ખરાબ ટેવે તેને ક્યાંયની રહેવા દીધી નહોતી.
આ પહેલા જેટલા પણ બોયફ્રેન્ડ સાથેના તેના સંબંધ પૂરા થયા હતા. તેના કારણમાં ક્યાંક ને ક્યાંક તેના આ રીતે આઝાદીના નામે ઘણા બધા બોયફ્રેન્ડ સાથે સંબંધ રાખવા અને ખૂબ દારૂ પીવો હતા.
લાઈફને બિલકુલ ફ્રી બનીને જીવવામાં વિશ્વાસ ધરાવતી નાયશાને હવે કંઈ જ સમજાતું નહોતું કે તે મધુનું શું કરે. તેને પોતાની સાથે રાખવામાં નુકસાન તો હતું જ અને કાઢી મૂકવામાં પણ. ગામ જઈને મધુ તેની અહીં મુંબઈની રહેણીકરણીની પૂરી પોલ ખોલી શકે તેમ હતી. નાયશા હવે ખૂબ ખરાબ રીતે ફસાઈ હતી. મધુ જેા જાય તો તેને મળતો આરામ પણ પૂરો થઈ જવાનો હતો. બીજી તરફ દેવાંશનો સાથ પણ છૂટી ગયો હતો. તેને બંને તરફથી માત્ર નુકસાન જ હતું.

વધુ વાંચવા કિલક કરો....