વાર્તા – સિદ્ધાર્થ યાદવ.

લાંબા વાળને ખભા સુધી કપાવીને મેં મારી હેરસ્ટાઈલ સંપૂર્ણપણે બદલી નાખી હતી, સાથે બ્યૂટિપાર્લર પણ જઈ આવી હતી, તેથી ચહેરો થોડો વધારે ચમકતો હતો. કુલ મળીને હું એમ કહેવા ઈચ્છું છું કે તે રાત્રે સંજય સાથે બજારમાં ફરતા હું એટલી સુંદર દેખાતી હતી કે મારા માટે તો સ્વયંને ઓળખવી મુશ્કેલ થઈ ગઈ હતી.
મને સંજયના બોસ અરૂણે ન ઓળખી ત્યારે કોઈ આશ્ચર્ય ન થયું, પરંતુ મને ન ઓળખવું તેમને ખૂબ મોંઘું પડ્યું.
બજારમાં એક દુકાનદારે રેડીમેડ સૂટ બહાર લટકાવી રાખ્યો હતો. જ્યારે અરૂણનો અવાજ મારા કાન સુધી પહોંચ્યો ત્યારે હું તેને જેાઈ રહી હતી. હું લટકાવેલા એક સૂટની પાછળ હતી, તેથી તે મને જેાઈ શક્યા નહોતા.
‘‘હેલો, સંજય. હાઉ ઈઝ લાઈફ?’’ અરૂણનો બિનજરૂરી ઊંચો અવાજ સાંભળીને મને લાગ્યું કે તેઓ પીધેલા છે.
‘‘આઈ એમ ફાઈન સર. તમે અહીં…?’’ સંજયનો સ્વર આદરપૂર્ણ હતો.
‘‘આશ્ચર્ય થાય છે ને મને અહીં જેાઈને?’’
‘‘ના એવું નથી સર?’’
‘‘લાગી તો એવું રહ્યું છે. ક્યાં ગઈ તે ફટાકડી?’’
‘‘કોણ સર?’’
‘‘હવે શાણો ન બન, યાર. ભાભીથી છુપાઈને ખૂબ જેારદાર વસ્તુ ફેરવી રહ્યો છે.’’
‘‘હું મારી વાઈફ સાથે ફરી રહ્યો છું સર.’’ મેં મારા પતિના અવાજમાં ગુસ્સાના વધી રહેલા ભાવ સ્પષ્ટપણે અનુભવ્યા.
‘‘વાહ બેટા, તારા બોસને મૂરખ બનાવી રહ્યો છે, અરે શું હું ભાભીને નથી ઓળખતો.’’
‘‘સર, તે ખરેખર મારી વાઈફ છે.’’
‘‘કેમ જૂઠું બોલી રહ્યો છે? હું ભાભીને તારી ફરિયાદ થોડો કરવાનો છું. આજકાલ મારી વાઈફ પિયર ગઈ છે. જેા મોજમસ્તી માટે ખાલી ફ્લેટ જેાઈતો હોય તો આ સેવક તારી સેવામાં હાજર છે, પરંતુ જેા તું મને પણ મોજમસ્તીમાં સામેલ કરે તો…’’
‘‘સર, મારી વાઈફ માટે…’’
‘‘અરે નહીં કરે તો પણ ચાલશે. આમ તો પ્રમોશન જેા જલદી જેાઈતું હોય તો તારા આ બોસને ખુશ રાખ બેટા. જેા આ ફૂલઝડી ચાલુ વસ્તુ હોય અને તારું મન તેનાથી ભરાઈ ગયું હોય તો તે મને ટ્રાન્સફર કરી દે…’’
‘‘યૂ બાસ્ટર્ડ. તારા જ કર્મચારીની પત્ની માટે આટલી ગંદી ભાષાનો પ્રયોગ કરવાની તારી હિંમત કેવી રીતે થઈ?’’ ગુસ્સામાં પાગલ થતા મેં અચાનક સામે આવીને તેને થપ્પડ મારવા હાથ ઉપાડી લીધો, પરંતુ સંજયે મને પાછળ ખેંચીને તેનાથી દૂર કરી દીધી.

‘‘અરે, તમે ખરેખર ભાભી નીકળ્યા. આ ખૂબ મોટી મિસ અંડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, ભા…’’
‘‘ડોન્ટ કોલ મી ભાભી.’’ મેં એટલી જેારથી બૂમ પાડી કે લોકો અમારી તરફ જેાવા લાગ્યા, ‘‘સંજય તમારાથી ઉંમરમાં નાનો છે તો પછી હું તમારી ભાભી કેવી રીતે થઈ? દરેક મહિલાને અશ્લીલ નજરથી જેાનાર, ગંદી નાળાના કીડા, ડોન્ટ યૂ એવર કોલ મી ભાભી.’’
‘‘યાર સંજય, તારી વાઈફને ચુપ કરાવ. તે થોડી વધારે પડતી બકવાસ કરી…’’
‘‘શું હું બકવાસ કરી રહી છું અને તમે થોડી વાર પહેલાં શું ગીતા સંભળાવી રહ્યા હતા? ખરેખર મને હવે થઈ રહ્યું છે કે તમારું મોં તોડી નાખું.’’ સંજયની પકડમાંથી છૂટવાની મારી કોશિશ જેાઈને તેઓ ૨ પગલાં પાછળ હટી ગયા.
‘‘પ્રિયા, શાંત થા… હવે સર પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે… યૂ કૂલ ડાઉન, પ્લીઝ.’’ ગુસ્સાને ભૂલીને સંજયે મને સમજાવવાની કોશિશ કરી, પરંતુ મારી અંદર ગુસ્સાનો લાવા એટલો જેારથી ઊકળી રહ્યો હતો કે મને તેનો બોલેલો એક પણ શબ્દ ન સમજયો.
‘‘તેઓ સર હશે તમારા. મારી નજરમાં તેઓ જૂતાથી પીટવા લાયક હતા. હું તેને એમ છોડીશ નહીં, પછી મેં સંજયની પકડમાંથી આઝાદ થવાની ફરીથી કોશિશ કરી ત્યારે બોસે ત્યાંથી ભાગી છૂટવામાં જ પોતાની ભલાઈ સમજી.’’
તેમના ચાલ્યા ગયા પછી પણ મેં તેમને ખરુંખોટું સંભળાવવાનું બંધ ન કર્યું. આમ તો સંજયની સાથેસાથે હું પણ મનોમન આશ્ચર્ય અનુભવી રહી હતી કે આજે મારી અંદર આટલો ગુસ્સો ક્યાંથી આવી રહ્યો છે.
જ્યારે હું થોડી શાંત થઈ ત્યારે સંજયનો ગુસ્સો વધવા લાગ્યો, ‘‘મારા બોસને આટલી ખરાબ રીતે અપમાનિત કરીને તેં મારું પ્રમોશન અટકાવી દીધું છે. શું તું પાગલ થઈ ગઈ હતી?’’
‘‘જ્યારે મારા માટે તે નાલાયક માણસ અપશબ્દો બોલી રહ્યો હતો, ત્યારે તમે તેને ઠપકો કેમ ન આપ્યો?’’ મેં સંજયને ફરિયાદ કરી.
‘‘તેં મને તેની તબિયત ઠીક કરવાની તક ક્યાં આપી? મેં સાંભળી લીધું હોત ને. જેા હું બોલ્યો હોત તો તેમણે પોતાનો બકવાસ બંધ કરી દીધો હોત અથવા મારા હાથે માર ખાધો હોત, પરંતુ તારે ગુસ્સામાં આટલા પાગલ થવાની શું જરૂર હતી?’’
‘‘હવે મારી પર ગુસ્સો ન કરો. મને કંઈ જ યાદ નથી કે મેં તમારા બોસને શું કહ્યું છે. લાગે છે કે આટલો બધો ગુસ્સો કરવાથી મારા મગજની કોઈ નસ ફાટી ગઈ છે. મને ખૂબ જેારથી ચક્કર આવી રહ્યા છે.’’ બોલીને મેં મારું માથું બંને હાથથી પરેશાન અંદાજમાં પકડી લીધું ત્યારે સંજય મને ઠપકો આપવાનું ભૂલીને ચિંતિત દેખાવા લાગ્યા.
સંજય મને વધારે ઠપકો ન આપે, તે માટે મેં ચુપ રહેવું જ યોગ્ય સમજ્યું. આમ પણ તેમના તેજ ગુસ્સાથી માત્ર હું જ નહીં, પરંતુ તેમને જાણનાર દરેક વ્યક્તિ ડરતા હતા.
અહીં બજાર તરફ આવતા એક રિક્ષાવાળો ખોટી દિશાથી તેમની મોટરસાઈકલ સામે આવી ગયો હતો અને સંજયે જ્યારે તેને ઠપકો આપ્યો ત્યારે તેણે ઊલટુંસીધું બોલવાની હિંમત કરી હતી.

સંજય ક્યાં આવી ભૂલને સહન કરે તેમ હતા. મારા રોકવાના ખૂબ પ્રયત્ન છતાં પણ તેમણે પોતાની મોટરસાઈકલ રોકીને તે રિક્ષાવાળાને ૩-૪ થપ્પડ મારી દીધી. સંજયના હાઈટબોડી જેાઈને પ્રતિકાર કરવાની બિચારા રિક્ષાવાળાની હિંમત નહોતી ચાલી.
મારો મૂડ તે સમયથી જ બગડી ગયો હતો. અરૂણની આવી ગંદી વાત સાંભળીને હું મારા ગુસ્સા પર નિયંત્રણ જે રીતે ગુમાવી બેઠી હતી, તેના મૂળમાં મારા મતે આ રિક્ષાવાળાની ઘટના જ હતી.
અમારા લગ્નને હજી ૬ મહિના પણ નહોતા થયા. તેમના તેજ ગુસ્સાના લીધે મેં ખૂબ પરેશાની સહન કરી છે. ઘણી વાર મારે લોકો સામે નીચે જેાવું પડ્યું છે. ઘણી વાર પોતાની જાતને શરમમાં અને અપમાનિત અનુભવી છે.
તેઓ રસ્તા પર ચાલતા હોય ત્યારે પણ ગુસ્સો તેમના નાક પર હોય છે. આજે સાંજે ચોથા રિક્ષાવાળાએ તેમના હાથનો માર ખાધો હતો. જ્યારે બીજા બાઈક કે સ્કૂટરવાળા સાથે તેમની ખૂબ તૂતૂમેંમેં થતી રહે છે.
મારા સાસુએ મને જણાવ્યું હતું કે લગ્ન પહેલાં તે સામે પીરસેલી થાળીને પણ ગુસ્સે થઈને ફેંકતા વાર લગાડતો નહોતો. જેા કોઈ તેને ઊલટુંસીધું બોલી દે તો તેનું આવી બન્યું સમજેા. તેને જ્યારે ગુસ્સો આવે ત્યારે ઘરના લોકો બિલકુલ મૌન ધારણ કરી લેવામાં પોતાની ભલાઈ સમજતા હતા.
લગ્ન પહેલાં મારા સાસુએ તેમની પાસેથી પોતાના માથા પર હાથ મુકાવીને વચન લીધું હતું કે તે હવે પછી આ રીતે ભોજનની થાળી ક્યારેય નહીં ફેંકે, તેથી થાળી ફેંકવાના દશ્યો મને જેાવા ન મળ્યા, પરંતુ ગુસ્સાના લીધે ખાવાનું અડધું છોડીને ઊભા થતા તેમને મેં આંસુભરી આંખે ઘણી વાર જેાયા છે.
મારા પિયરના લોકોને તેમણે પોતાના ગુસ્સાથી બાકી રાખ્યા નહોતા. મારા ભાણેજ સુમિતની પહેલી બર્થ-ડે પાર્ટીમાં તેમણે ખૂબ નાટક કર્યું હતું.
એક અભણ વેઈટરે તેમને આઈસક્રીમ માટે જરૂર કરતા વધારે રાહ જેાવડાવી અને ઉપરથી જ્યારે તે વાદવિવાદ કરવા લાગ્યો ત્યારે સંજયે આગળ વધીને ગુસ્સામાં તેનો કોલર પકડી લીધો હતો.
વાત જ્યારે વધારે ઉગ્ર થવા લાગી, ત્યારે બીજા વેઈટર પણ તે વેઈટરનો પક્ષ લઈને બોલવા લાગ્યા અને પાર્ટીનું કામ છોડીને ચાલ્યા જવાની ધમકી આપવા લાગ્યા. જેાકે મારા જીજાજી પાર્ટીની મજા બગાડવા નહોતા માગતા, તેથી તેમણે થોડા ઊંચા અવાજમાં સંજયને ઝઘડો બંધ કરીને શાંત થવા કહી દીધું.
‘‘તારા જીજાએ મારું અપમાન કર્યું છે. તેમના માટે મારા કરતા વેઈટર વધારે મહત્ત્વનો થઈ ગયો છે. તેથી તેઓ તેનો પક્ષ લઈને બોલી રહ્યા છે. હવે પછી તેમના ઘરના દરવાજે હું ક્યારેય નહીં આવું.’’
તેમની આવી જિદ્દના લીધે મારી બહેનના ઘરે ગયાને મારે પણ ૪ મહિનાથી વધારેનો સમય થઈ ગયો છે.

મારા મમ્મીપપ્પા અને ભાઈભાભી પણ તેમની સામે ખૂલીને હસવાબોલવાથી ડરે છે. ખબર નહીં ક્યારે તેમને કઈ વાતનું ખોટું લાગી જાય. ભાઈભાભી જે રીતે જીજુ સાથે હસીમજાક કરી લે છે, તેવી હસીમજાક સંજય સાથે કરવા વિશે તે બંને સપનામાં પણ વિચારી શકે તેમ નથી.
સંજય સીનિયર મેડિકલ રિપ્રેઝન્ટેટિવ છે. જેાકે તેમના સહયોગી કામમાં ખૂબ હોશિયાર સમજે છે. તેઓ તેમનો ટાર્ગેટ હંમેશાં સમય પહેલાં પૂરો કરી લે છે. મને સમજાતું નથી કે આટલા ગુસ્સાવાળો માણસ ડોક્ટર અને કેમિસ્ટ સાથે કેવી રીતે ડિલ કરતો હશે. કોવિડ-૧૯ ના દિવસોમાં તેમણે કંપની માટે સારી એવી કમાણી કરી હતી. તેમની કંપનીમાં પણ પ્રતિભા અને ખૂબ માન છે.
અમે બજારમાં લગભગ બીજે ૧ કલાક રોકાયા, પરંતુ મજા ન આવી. કંઈ જ ખાવાપીવાનું મન નહોતું. ખરીદી કરવા માટે મનમાં જે ઉત્સાહ અને ખુશી હોવા જેાઈએ તે ગાયબ હતા. હજી પણ મગજમાં થોડા સમય પહેલાં બોસ અરૂણ સાથે બનેલી ઘટનાની યાદો ફર્યા કરતી હતી.
જેા તે સમયે હું વચ્ચે ન બોલી હોત અને તેના બોસ અરૂણ મારી વિરુદ્ધ અશિષ્ટ ભાષા બોલતા રહ્યા હોત તો મને વિશ્વાસ છે કે સંજયનો તેમની સાથે નક્કી ઉગ્ર ઝઘડો થયો હોત. સંજય અને અરૂણ વચ્ચે જે ઝઘડો થવાનો હતો તેની શક્યતાનો મારા વચ્ચે બોલવાથી અંત આવી ગયો હતો.
‘‘તેં મને તેને સીધો કરવાની તક જ ક્યાં આપી.’’ થોડી વાર પહેલા સંજયના મોંથી નીકળેલું આ વાક્ય વારંવાર મારા મગજમાં ગુંજી રહ્યું હતું ત્યારે આ વાક્યને સમજવા માટે મારું મગજ મહેનત કરવા લાગ્યું.
જેા મારી સમજમાં આવ્યું તેને સાચાખોટાની એરણ પર મૂકવાની તક મને થોડી વારમાં મળી ગઈ.
પરત ફરતા પહેલાં અમે સોફ્ટી ખરીદી. હજી મેં થોડું ખાધું હતું કે એક યુવકની સામાન્ય ટક્કરથી તે મારા હાથમાંથી પડી ગયું.
‘‘આંધળો થઈ ગયો છે કે શું?’’ સંજય તેની પર તરત ગુસ્સે થયો.
જેાકે તે પણ કંઈ કમ નહોતો અને સંજય કરતા વધારે ઊંચા અવાજમાં બોલ્યો, ‘‘ઓય, આટલા કાન ફાડી નાખે તેવા અવાજમાં કેમ બોલી રહ્યો છે? દેખાતું નથી સામે ભીડ કેટલી છે?’’
‘‘ભીડ છે તો શું થયું સાંઢની જેમ બધાને અથડાતો ફરીશ?’’
જરા સંભાળીને બોલ નહીં તો સારું પરિણામ નહીં આવે.’’
તે જ ક્ષણે મને અહેસાસ થયો કે હવે સંજય પોતાની જાત પરનું નિયંત્રણ ગુમાવી બેસશે અને તરત હું બંને મહારથીની વચ્ચે કૂદી પડી.
તે છોકરાને મેં આગળ વધીને ધક્કો મારી દીધો એ ગુસ્સામાં બોલી, ‘‘તારો ઈલાજ પોલીસ કરશે… તમે જરા ૧૦૦ નંબર ડાયલ કરો ને… મહિલાઓ સાથે મિસબિહેવ કરે છે… બધાને જાણીજેાઈને અથડાય છે… ઓય, આંખો ફાડીને ન જેા, નહીં તો આંખો ફોડી નાખીશ… જેા મેં સેન્ડલ કાઢ્યું તો તારી ખોપરી પર એક પણ વાળ નહીં રહે, સમજ્યો…’’
એવું પણ નહોતું કે હું બોલી રહી હતી અને તે બંને ચુપચાપ ઊભાંઊભાં સાંભળી રહ્યા હતા. તે છોકરો બોલ્યો, ‘‘અરે મેડમ, હું જાણીજેાઈને ક્યાં અથડાયો છું… એક મહિલા થઈને તમે કેવી વિચિત્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો…’’ તે પણ ખૂબ પરેશાન દેખાઈ રહ્યો હતો, પરંતુ મેં તેના બોલવા પર ધ્યાન જ ન આપ્યું.
‘‘હું સંજયની પણ કોઈ વાત સાંભળતી નહોતી. મને મારા ડાયલોગ બોલવામાંથી નવરાશ મળે તો કોઈનું સાંભળું ને.’’
‘‘પ્રિયા, કૂલ ડાઉન… મને વાત કરવા દે આની સાથે… અરે, આટલો ગુસ્સો ન કર…’’ સંજય આ વખતે પણ લડવાનું ભૂલીને મને સંભાળવામાં જેાડાઈ ગયા હતા.
‘‘આ કોઈ મેન્ટલ કેસ છે.’’ બોલતા છોકરો ગભરાઈને ચાલવા લાગ્યો.
‘‘અરે, તેને જવા ન દો, તેને પોલીસ સ્ટેશનની હવા ખવડાવવી જરૂરી છે.’’ બોલતાંબોલતાં હું સંજયની પકડમાંથી છટકી રહી હતી.
‘‘હવે વધારે નાટક ન કર… ચાલ શાંત થા.’’ સંજયે તે છોકરાને રોકવાની બિલકુલ કોશિશ ન કરી અને મેં પણ સ્પષ્ટપણે નોટ કર્યું કે આસપાસ જમા થયેલી ભીડ સામે નજર મિલાવવામાં પતિ સંજયને ખૂબ શરમ આવી રહી હતી.
અંગ્રેજીમાં એક કહેવત છે, ‘ટૂ ગેટ ધ ટેસ્ટ ઓફ હિઝ ઓન મેડિસિન’ એટલે કે તેને પણ પોતાની દવાનો સ્વાદ ચખાડજેા આ સમયે તેની પર બિલકુલ ફિટ બેસી રહ્યું હતું.
જ્યારે હું શાંત થવા લાગી, ત્યારે ફરીથી તેમનો ગુસ્સો વધવા લાગ્યો, ત્યારે મેં ફરીથી મારું માથું પકડતા થાકેલા અવાજમાં કહ્યું, ‘‘સંજય, મારું માથું ફાટી રહ્યું છે, આટલો ગુસ્સો મને ક્યારેય નથી આવ્યો. જલદીથી મને કોઈ ડોક્ટર પાસે લઈ જાઓ.’’

તે પળે જેવો મને અહેસાસ થયો કે હવે સંજય પોતાના પરનો કાબૂ ગુમાવી બેસશે કે તરત હું આ બંને મહારથીની વચ્ચે કૂદી પડી…

માત્ર તે દિવસ જ નહીં, પરંતુ ત્યારથી મેં ઘણી વાર સંજયને ઝઘડાથી દૂર રાખવામાં સફળતા મેળવી છે. જ્યારે મને લાગે કે તેઓ કોઈની સાથે ઝઘડવાના છે, ત્યારે હું પહેલાંથી આક્રમક વલણ અપનાવતા સામેવાળા સાથે ઝઘડો શરૂ કરીને તોફાન મચાવી દઉં છું.
મારા આમ કરવાથી તેમનામાં ઉદ્ભવેલી ક્રોધ અને હિંસાની નકારાત્મક ઊર્જા મને સંભાળવામાં અને સમજાવવા તરફ વળી જાય છે અને ત્યાર પછી થોડી વારમાં મારપીટ શરૂ થવાનું અથવા વાત આગળ વધવાનું સંકટ ટળી જાય છે.
જેાકે હવે મારા કેટલાક પરિચિત મને મેન્ટલ કેસ સમજવા લાગ્યા છે. કેટલાકે મને સિંહણનું બિરુદ પણ આપી દીધું છે. કેટલાક સાથે મારા સંબંધ વણસી ગયા છે, પરંતુ આ બધી વાતની મને બિલકુલ પણ ચિંતા નથી. મારા માટે સૌથી મોટી ખુશી અને સંતોષની વાત એ છે કે છેલ્લા ૪ મહિનાથી મારા પતિ સંજયનો ઘરમાં કે બહાર કોઈની પણ સાથે ઝઘડો નથી થયો.
તેઓ અત્યાર સુધીમાં મને લગભગ ૪ ડોક્ટરને બતાવી ચૂક્યા છે. ક્યાંક મારી ચાલાકી તેમને સમજાઈ ન જાય, તેથી હું પણ તેમની સાથે મારું માથું પકડીને ચુપચાપ જતી રહું છું.
તે બદલાઈ રહ્યા છે. ક્યાંય પણ ઝઘડાની સ્થિતિ પેદા થતા તેઓ તરત મારી તરફ ધ્યાનથી જેાવાનું શરૂ કરી દે છે. સામેની વ્યક્તિ સાથે વાદવિવાદ કરવાના બદલે તેમને મારા જ્વાળામુખીની જેમ અચાનક ફાટી પડવાની ચિંતા વધારે રહે છે.
જેાકે મેં પણ નિર્ણય કર્યો છે કે જેા આ પૂરું વર્ષ શાંતિથી પસાર થશે તો હું એક મોટી પાર્ટી આપીશ. મારા ખરાબ વ્યવહારથી મેં જે પરિચિતોના દિલને દુખી કર્યા છે અને ભવિષ્યમાં દુખી કરીશ, તે બધા સાથે આ પાર્ટીમાં ખૂબ પ્રેમ અને સન્માન પ્રગટ કરવાની મને સારી તક મળશે.

વધુ વાંચવા કિલક કરો....