સામાન્ય રીતે ગોરી યુવતીઓને જ સુંદર માનવામાં આવે છે. ગોરો રંગ બધાને લોભામણો લાગે છે અને તેને મેળવવા માટે યુવતીઓ શું નથી કરતી પરંતુ આજે અમે તમને દુનિયાની સૌથી સુંદર શ્યામવર્ણી યુવતી વિશે જણાવીશું, જેની સુંદરતાના દીવાના લાખો-કરોડો લોકો છે.
આ યુવતીનું નામ છે ખોદિયા ડિયોપ. માત્ર ૨૭ વર્ષની ઉંમરમાં ખોદિયાએ પોતાની ઓળખ પૂરા વિશ્વમાં બ્લેક વુમન તરીકે બનાવી છે. લોકો ખોદિયાની આ સ્માઈલ પર ફિદા થઈ જાય છે. જે કાળા રંગથી લોકોને નફરત થાય છે તે જ કાળા રંગે ખોદિયાને પ્રતિભા અપાવી. ખોદિયા દુનિયાની સૌથી સુંદર શ્યામવર્ણી મહિલાઓમાં નંબર વન પર છે. તેને લોકો કોલસા, બ્લેક વુમન, બ્લેક ક્વીન, મેલાનિન દેવી વગેરે નામથી
સંબોધે છે. સેનેગલ, ફ્રાન્સની રહેવાસી ખોદિયા એક મોડલ છે અને તેણે અનેક કંપનીઓ સાથે મોડલિંગનું કામ કર્યું છે. અનેક મોટી કંપનીઓ સાથે મોંઘી જાહેરખબર પણ કરી છે. દુનિયામાં લાખો ગોરા લોકોની વચ્ચે તે એક એવી શ્યામવર્ણી યુવતી છે જેણે પોતાની સુંદરતા અને ટેલેન્ટના જેારે દુનિયામાં પોતાનો એક અલગ મુકામ બનાવી લીધો છે. પ્રથમ ફોટોશૂટ પછી ખોદિયા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ થઈ ગઈ હતી.
ખોદિયાના ફોટાને જેાઈને એ કહેવું ખોટું નથી કે સુંદર હોવા માટે જરૂરી નથી કે તમારો રંગ ગોરો જ હોય. શ્યામવર્ણના લોકો પણ સુંદર હોઈ શકે છે. ખોદિયા મોડલ છે જેનું નામ વોગ મેગેઝિનથી લઈને ટાઈમ્સ મેગેઝિન સુધી છપાઈ ચૂક્યું છું. તેને વિશ્વની સૌથી સુંદર મિસ વર્લ્ડ બ્લેક બ્યૂટિ ગર્લનો એવોર્ડ મળી ચૂક્યો છે.

માન્યતા બદલી નાખી
ખોદિયાએ તે માન્યતાને હંમેશાં માટે બદલી નાખી જેમાં કહેવામાં આવતું હતું કે ગોરી મહિલાઓ પણ સુંદર હોય છે. તમે ખોદિયાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તેના ચાહકો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર કરોડોની સંખ્યામાં છે. ખોદિયાનું આકર્ષણ કંઈક એવું છે જે પણ તેને એક વાર જુએ છે બસ જેતા જ રહી જાય છે. ખોદિયા ડિયોપની સુંદરતા સૌથી મોટું રહસ્ય છે તેનો આત્મવિશ્વાસ.
આ જ રીતે ૪૮ વર્ષની બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની વધતી ઉંમરને માત્ર નંબર જણાવતા પહેલાંની જેમ ફિટ અને એક્ટિવ દેખાય છે અથવા તે પણ કહી શકે છે પહેલાંથી વધારે ફિટ દેખાય છે. તેની હેલ્ધિ સ્કિન અને ફિટનેસને જેાઈને તેની સાચી ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ છે. મલાઈકા સ્વયંને ફિટ રાખવા માટે જિમમાં પરસેવો પાડે છે. મલાઈકાને તેની બોલ્ડનેસ માટે પણ ઓળખવામાં?આવે છે. પાર્ટી હોય કે પછી કોઈ ઈવેન્ટ તે પોતાની ડ્રેસિંગ સેન્સ દ્વારા દરેકનું ધ્યાન ખેંચે છે.
ઉંમર કે રંગ જ નહીં મોટાભાગે સુંદરતા માટે મહિલાઓને સ્લિમટ્રિમ ફિગર પણ મેન્ટેન કરવું પડે છે અને સ્થૂળ યુવતીઓને આકર્ષક નથી માનવામાં?આવતી. તાજેતરમાં ‘જર્નલ ઓફ ઈટિંગ ડિસઓર્ડર્સ’માં એક રિસર્ચ સ્ટડી છપાયો. તેમાં જણાવવામાં આવ્યું કે જે રીતે મેનિકિંસને આપણે શોરૂમ કે દુકાનોમાં જેાઈએ છીએ જે માણસ ખરેખર એવો હોય તો તે સંપૂર્ણ રીતે અનફિટ સાબિત થશે. એટલું જ નહીં એવા ફિગરની કલ્પના કરવી પણ સત્યથી વેગળી છે. સ્ટડી કહે છે કે જે મહિલાઓ મેનિકિંસ જેટલી પાતળી થઈ જાય તો તેમના પીરિયડ્સ પણ નહીં આવે.

હાઉં એ રીતે હાવી છે
સંશોધકોએ બ્રિટનના ૨ શહેરના શોરૂમમાં મેનિકિંસ પર સ્ટડી કર્યો. સ્ટડીના લેખક ડો. એરિક રોબિન્સને જણાવ્યું કે એ વાતના પાકા પુરાવા છે કે ખૂબ દૂબળીપાતળી કાયાને આદર્શ માનીને લોકો ખાસ તો યુવતીઓ અનેક પ્રકારની માનસિક બીમારી અને ઈટિંગ ડિસઓર્ડરનો શિકાર થઈ રહી છે. સુંદર દેખાવા માટે એક ખાસ પ્રકારનું ફિગર મેળવવાનો હાઉં કંઈક એવો હાવી છે કે દુનિયાના અનેક દેશમાં યુવતીઓ ‘એનોરેક્સિયા’થી પીડિત છે અને તેમને ડોક્ટરોની મદદ લેવી પડે છે. એનોરેક્સિયા એક પ્રકારે ઈમોશનલ ડિસઓર્ડર છે જેમાં વ્યક્તિ પર વજન ઘટાડવાનું ભૂત કંઈક એ રીતે હાવી થઈ જાય છે કે તે જમવાની ના પાડી દે છે. તેનાથી મોત સુધ્ધાં થઈ શકે છે.
ફિલ્મો અને સીરિયલ્સમાં મોટી ભૂમિકાઓને મૂરખ બતાવવાનું પણ ચલણ છે. નાનાં બાળકો માટે બનાવવામાં?આવતા કાર્ટૂન શો પણ તેનાથી વણસ્પર્શ્યા નથી. ‘ડોરેમોનના’ જિયાનને જુઓ કે પછી ‘કિતરેત્સૂ’ના બૂટાગોરિલાને બંનેને મોટા અને મંદબુદ્ધિ બતાવવામાં આવ્યા છે.

હા, હું સુંદર છું
સ્થૂળ પાત્રોને ‘હ્યૂમર’ માટે ઉપયોગમાં લેવાય છે. ફિલ્મ ‘કલ હો ન હો’ની સ્વીટૂને યાદ કરો અને યાદ કરો કોમેડી શોમાં પલક (કીકુ શારદાની ભૂમિકા) ને સામેવાળાને તેના રંગ, ફિગર કે ઉંમરના લીધે નિમ્ન દેખાડવાની વાતો આપણને ક્યારેક ને ક્યારેક જેાવા-સાંભળવા મળી જ જાય છે. ક્યારેક આ વાતો આપણને આપણા સંબંધીઓ પાસેથી સાંભળવા મળે છે. ક્યારેક પોતાના મિત્રો પાસેથી. ક્યારેક બીજા પાસેથી પણ સાંભળવા મળે છે. ક્યારેક ક્યારેક આપણે ટીવી એડ, ટીવી શ્રેણી અને ફિલ્મોમાં કોઈ પાત્રની મજાક બનતા જેાઈએ છીએ. કોઈ બ્લેક છે, કોઈ આધેડ તો કોઈ સ્થૂળ છે તો કોઈ ઠીંગણા. આ સાંભળ્યા પછી ક્યારેક ક્યારેક તો આપણે સ્વયંના શરીર વિશે પણ નકારાત્મક ભાવ રાખવા લાગીએ છીએ. આ જે શરમ અને નકારાત્મક ભાવ આપણી અંદર પેદા થાય છે તેને બોડી શેમિંગની સંજ્ઞા આપવામાં આવે છે.
બોડી શેમિંગ કરનાર આપણી સ્કિનના રંગ, શરીરના આકાર, વાળની લંબાઈ અને કપડાંને લઈને કમેન્ટ્સ કરે છે કે તું ખૂબ દૂબળો છે, તું ખૂબ જાડો છે, તું ખૂબ કાળો છે, તારા વાળ ખૂબ નાના છે, તું ખૂબ લાંબો છે. કોઈ ને કોઈ રીતે આપણા શરીરને લઈને કમેન્ટ્સ કરવામાં આવે છે જેથી તે આપણને નીચું બતાવી શકે. ખાસ તો બોડી શેમિંગ મહિલાઓનું જીવન દુષ્કર બનાવી દે છે. ધ્યાન રાખો કે તમે કોઈપણ છો સ્થૂળ, કાળા કે ઉંમર વધારે છે તમે સુંદર દેખાઈ શકો છો અને સુંદર દેખાવું તમારો હક છે.

પરફેક્ટ બોડી એક માન્યતા
જે રીતે હાથની પાંચ આંગળીઓ એકસમાન નથી હોતી તે જ રીતે ૫ માણસ એક જેવા ન હોઈ શકે. તમે ગોરા છો તો પણ સુંદર છો. સ્વયંને પ્રેમ કરો. ભલે ને કોઈ તમને સુંદર કહે ન કહે તમે સ્વયંને કહો કે તમે ખૂબ સુંદર છો. સ્વયંમાં એક સકારાત્મક અને સ્વસ્થ ભાવ લાવો. ધીમેધીમે સ્વયંને સુંદર હોવાનો અહેસાસ થવા લાગશે.
શિલ્પા શેટ્ટી, કાજેાલ, દીપિકા પાદુકોણ, બિપાશા, નંદિતા દાસ જેવી ડસ્કી સ્કિન ધરાવતી બોલીવુડ ગર્લ્સે સાબિત કરી દીધું કે સુંદરતા માત્ર ગોરા રંગમાં જ નથી હોતી. શ્યામ રંગની મહિલાઓ પણ ગોરા રંગની મહિલાઓની જેમ સુંદર અને આકર્ષક દેખાઈ શકે છે. આ રીતે વિદ્યા બાલન જેવી એક્ટ્રેસે સ્થૂળ હોવા છતાં પોતાની સુંદરતાથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા.
ગોરા રંગને સુંદરતાના માપદંડ માનનાર આજે પણ શ્યામ રંગને નિમ્ન કહેવામાં પાછળ નથી રહેતા. તેનું પરિણામ એ આવે છે કે કેટલીય શ્યામ યુવતીઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. પોતાની અંદરના તમામ ગુણને ભૂલીને શ્યામવર્ણના અફસોસ અને શરમમાં જીવવા લાગે છે અને સ્વયંને ગોરા બનાવવાના જુગાડમાં લાગી જાય છે. કદાચ તે એ નથી સમજતી કે એવું કરીને તે સ્વયંને કહેવાતા સમાજનાં ભ્રમમાં ફસાઈને શ્યામવર્ણની મજાક ઉડાવી રહી છે. સમાજમાંથી શ્યામવર્ણના નિમ્ન દરજ્જાના વ્યવહારને ખતમ કરવા માટે સૌથી પહેલાં?આપણે સ્વયં આપણા શ્યામ રંગને પ્રેમ કરતા શીખવું પડશે. મિસ યુનિવર્સ ૨૦૧૯નો તાજ સાઉથ આફ્રિકાની જેજિબિની ટૂંજીના માથા પર સજયો. તે એક બ્લેક વુમન છે. એક બ્લેક મહિલા મિસ યુનિવર્સ બની શકે છે તો શું તમે સુંદર ન દેખાઈ શકો?

અહેસાસ થવો જરૂરી
જે યુવતીઓને વારંવાર એવું લાગે છે કે તેમનો શ્યામ રંગ તેમને બદસૂરત બનાવે છે, જેમને લાગે છે કે તેમનું નાનું કદ કે સ્થૂળ શરીર બીજાની સામે તેમને ઓછા સ્માર્ટ બતાવે છે. તેમણે દરરોજ સ્વયંને એ કહેવું કેમ જરૂરી છે ‘હું સુંદર છું.’ નાની આંખો, સ્થૂળ શરીર, ગૂંચવાયેલા વાળ, નાનું કદ જેવા પણ છો તમે સુંદર છો અને તમને એ અહેસાસ થવો જરૂરી છે. તમારી સુંદરતા પર હંમેશાં વિશ્વાસ જાળવી રાખો. જ્યારે તમે અંદરથી ખુશ અને આત્મવિશ્વાસ અનુભવો છો ત્યારે તમે સુંદર દેખાઓ છો. તમારું વ્યક્તિત્વ તમને બીજાથી અલગ બનાવે છે. જે રીતે તમે કોઈની સામે સ્વયંને પ્રસ્તુત કરો છો તેનાથી તમારા અને તમારા વ્યક્તિત્વ વિશે સામેવાળાને ઘણું બધું જાણવા મળે છે. તમારું વ્યક્તિત્વ દરેક જગ્યાએ તમારી ઓળખ બની જાય છે. ભલે ને તે તમારું ઘર હોય, પરિવેશ હોય કે સ્કૂલકોલેજ અથવા તમારું કામ કરવાનું સ્થળ જ કેમ ન હોય.

આત્મવિશ્વાસ વધે છે
એક તાજેતરનાં સર્વેક્ષણના રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં ૫૨ ટકા પુરુષો અને ૬૪ ટકા મહિલાઓએ દાવો કર્યો કે જ્યારે તેમને પોતાના વિશે એ ખબર પડી કે તે સારા દેખાય છે તો તેમના કામના પહેલાંની સરખામણીમાં?વધારે સારા પરિણામ?આવવા લાગ્યા. આ માત્ર તેમના સારા વ્યક્તિત્વના લીધે જ શક્ય થયું. જેા તમારું સારું વ્યક્તિત્વ બીજા પર અમિટ છાપ છોડવા તેમજ સરળ અને સારી રીતે કામ કરાવવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે તો તમે સુંદર છો.
સ્વાભાવિક છે કે સુંદરતાનો અર્થ માત્ર ગોરા કે સારું ફિગર હોવું જ નથી. કેટલાક લોકો એવા પણ હોય છે જેમને જેાઈને તેમની પ્રશંસા કર્યા વિના ન રહી શકાય. હકીકતમાં, ચહેરાની સાથે તેમની બોલચાલ, કપડાં પહેરવાની રીત, ચાલવાની રીત અને તેમનું સંપૂર્ણ વ્યક્તિત્વ જ તમને આકર્ષિત કરે છે. તેનો અર્થ આપણે કોઈનાથી ત્યારે જ પ્રભાવિત થઈશું જ્યારે સંપૂર્ણ વ્યક્તિત્વ આપણને ખેંચતું હોય. તમે પણ સુંદર દેખાવા ઈચ્છો છો તો અપનાવો આ ટિપ્સ :

એક મીઠી સ્માઈલ
ક્યારેક ક્યારેક માત્ર એક સ્માઈલથી લોકોને પોતાના દીવાના બનાવી શકાય છે. ચહેરા પર સ્માઈલ લાવીને પોતાના વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવો. એક હસતો ચહેરો તમને સુંદર બનાવે છે અને આકર્ષણ લાવે છે. આ તમને સકારાત્મક રીતે આગળ વધવામાં મદદ કરે છે, જ્યારે એક ગુસ્સો અને મૂંઝવણભર્યા ચહેરાની સુંદરતા ક્યાંક ગાયબ થઈ જાય છે.

વાતચીતની રીતમાં સુધારો લાવો
વાતચીતની કલામાં ત્યારે જ સુધારો આવી શકે છે જ્યારે તમે લોકો સાથે વાત કરતી વખતે તમારા ખચકાટ અથવા સંકોચ પર કાબૂ મેળવવામાં સફળ થશો. જેા તમારામાં હેઝિટેશન છે તો તમે તેને પ્રયાસ કરીને દૂર કરી શકો છો. તમે અલગઅલગ પૃભભૂમિના લોકો સાથે વાતચીત કરો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાર્ટીઓ અને કોઈ ચર્ચામાં ભાગ લો. આ કરવાથી તમે વાતચીતની કલામાં નિપુણ થઈ શકો છો.

યોગ્ય હેર કટ
ઘર હોય, ઓફિસ કે પછી સ્વયં માટે સુંદર દેખાવાની ઈચ્છા હોય તો તમારા વાળનું પણ ધ્યાન રાખો. હંમેશાં એક જ હેરસ્ટાઈલ રાખવાથી પણ પર્સનાલિટીમાં પરિવર્તન નથી દેખાતું. ૬ મહિના કે ૧ વર્ષના ગેપમાં હેર કટ કરાવો. અલગઅલગ હેરસ્ટાઈલ ટ્રાય કરો. ખુલ્લા, વિખેરાયેલા, નિસ્તેજ જ તમારા વ્યક્તિત્વને બગાડે છે. તમારા ચહેરાના આકાર પ્રમાણે વાળ કપાવવા જરૂરી છે. યોગ્ય હેર કટ તમારા વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે બદલી શકે છે.

સ્કિનની સંભાળ જરૂરી છે
સુંદર દેખાવા માટે સૌથી જરૂરી છે કે તમે તમારી સ્કિનને સમજેા અને તે પ્રમાણે તેની સંભાળ લો. તમારી સ્કિન કયા પ્રકારની છે તેને જાણીને જ મેકઅપ અને સ્કિન કેર રૂટિન ફોલો કરો. જ્યારે તમારી સ્કિન ગ્લો કરશે ત્યારે સંપૂર્ણ પર્સનાલિટી સારી લાગશે. કેમિકલયુક્ત બ્યૂટિ કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ ઓછો કરો. ડેલી સ્કિન કેર રૂટિન બનાવો. ઘરેલુ નુસખાને પણ અજમાવો.

મહિનામાં એક વાર બ્યૂટિપાર્લર જાઓ
સ્કિન અને વાળ જે સ્વસ્થ દેખાય છે તો તમારી સંપૂર્ણ પર્સનાલિટી આકર્ષક દેખાય છે. વાળ, સ્કિન, હાથપગની સંભાળ બરાબર રીતે કરવી ખૂબ જરૂરી છે. તે માટે મહિનામાં એકવાર અચૂક પાર્લર જાઓ. સારા દેખાવા માટે આઈબ્રો અને ઉપરના હોઠના વાળને દૂર કરવા જરૂરી છે. કેટલીક મહિલાઓને હડપચી, ગરદન, ગાલની આસપાસ નાના-નાના વાળ હોય છે. તેમને પણ નિયમિત રીતે હટાવો. હાથ, પગનું વેક્સિંગ નિયમિત રીતે કરાવો. મેનીક્યોર, પેડીક્યોર કરાવતા રહો. નખને સમયાંતરે કાપતા રહો. મોટા છે તો તેને યોગ્ય શેપમાં અને સાફ રાખો.

લાઈટ મેકઅપ કરો
દરરોજ હેવી મેકઅપ કરીને ઓફિસ કે ક્યાંક બહાર જવું સારું નથી હોતું. લાઈટ મેકઅપ કરો. મેકઅપ દિવસ અને રાત પ્રમાણે જ કરો. કાજળ, કોમ્પેક્ટ પાઉડર, આછા રંગની લિપસ્ટિક લગાવી શકો છ. આ સિમ્પલ મેકઅપ લુક તમને પ્રેઝન્ટેબલ અને સારી રીતે તૈયાર દેખાવામાં ખૂબ મદદ કરે છે.

બોડી ઓર્ડર પર ધ્યાન આપો
કેટલીક મહિલાઓના પરસેવામાંથી વધારે દુર્ગંધ આવે છે. આ દુર્ગંધ ભીડમાં તમને શરમિંદા કરી શકે છે. બોડી ઓર્ડર વ્યક્તિનાં?આત્મવિશ્વાસને પ્રભાવિત કરે છે. તેથી પોતાના માટે સારી ક્વોલિટીનું પર્ફ્યૂમ, ડિયો પસંદ કરો. વધારે પરસેવો આવે છે તો ડિયોડ્રેંટનો પણ?ઉપયોગ કરી શકો છો.

કપડાંની પસંદગી સમજીવિચારીને કરો
દરેક બોડી શેપ પર તમામ સ્ટાઈલનાં કપડાં સૂટ નથી કરતા. આ સ્થિતિમાં કપડાંની પસંદગી તમારી બોડી ટાઈપ પ્રમાણે જ કરવી જેાઈએ. જે કપડાં શરીરમાં સારી રીતે ફિટ હોય, જે રંગ તમારી પર સૂટ કરે એવા રંગનાં કપડાં જ પહેરો. તે જ ડ્રેસ ખરીદો જેમાં તમે કમ્ફર્ટેબલ અનુભવો. ક્યાંક મહત્ત્વનાં કામ માટે જઈ રહ્યા છો તો કપડાં સાફ અને પ્રેસ કરેલા રાખો. તમારી ડ્રેસિંગ સેન્સ અને પહેરવેશ પણ આત્મવિશ્વાસને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શ્યામવર્ણી યુવતીઓએ હંમેશાં આછા રંગનાં કપડાં પહેરવાં જેાઈએ. તે સામાન્ય ગ્રીન, લાઈટ યલો અને નેવી બ્લૂ, ડાર્ક બ્રાઉન રંગ પહેરી શકે છે. તે સિવાય ક્યારેક ક્યારેક બ્લેક, વાદળી અને રાખોડી રંગના આછા શેડ્સ પણ જરૂર ટ્રાય કરો.

ચમકતી સ્કિન માટે લો હેલ્ધિ ડાયટ
ફિઝિકલી ફિટ દેખાવા માટે હેલ્ધિ ડાયટ લેવું પણ ખૂબ મહત્ત્વનું છે. બેલેન્સ ડાયટથી ન માત્ર તમે તમારું વજન ઓછું કરી શકો છો પરંતુ આ મેટાબોલિઝમને પણ સુચારુ રાખે છે. તમે શારીરિક અને માનસિક રીતે સારું અનુભવશો તો રોનક ચહેરા પર પણ દેખાશે. યાદ રાખો તમારું ભોજન ન માત્ર તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે, પરંતુ તમારી સ્કિન પર પણ તેની અસર થાય છે.
તમારા રોજિંદા આહારમાં ફળો અને શાકભાજીને જરૂર સામેલ કરો. ઓમેગા-૩થી ભરપૂર ખાદ્યપદાર્થ જેવા અળસી, અખરોટ, વિટામિન યુક્ત ખાદ્યપદાર્થ જેવા કે સંતરાં, શક્કરિયાં અને સીતાફળ ખૂબ જરૂરી છે, સાથે તમે હાઈ પ્રોટીનવાળા ખાદ્યપદાર્થ જેમ કે ઈંડાં, ચિકન, દાળ, છોલે અને પનીરનું સેવન કરો. સંપૂર્ણ પૌષ્ટિક આહાર તમારા શરીરને તમામ જરૂરી તત્ત્વો પ્રદાન કરીને અંદરથી સ્વસ્થ બનાવે છે અને પછી તેની ચમક તમારા ચહેરા પર પણ દેખાવા લાગે છે.
જંક ફૂડ ખાવાથી તેની અસર તમારા પેટ, લિવર અને આંતરડા પર પણ થઈ શકે છે?અને તમારી સુંદરતા પ્રભાવિત થઈ શકે છે. તેથી જેટલું શક્ય હોય આ ખાદ્ય પદાર્થોથી દૂર રહો અને સ્વસ્થ ભોજન અને ફાસ્ટ ફૂડની વચ્ચે યોગ્ય સમતોલન જાળવી રાખો.

ખૂબ પાણી પીઓ
આપણા શરીરની દરેક સિસ્ટમ અને ફંક્શન પાણી પર નિર્ભર કરે છે. આખા દિવસમાં કમ સે કમ ૮-૧૦ ગ્લાસ પાણી પીઓ. આ કરવાથી તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે અને સ્કિન નિખરેલી અને ફ્રેશ લાગે છે. તેનાથી કરચલી પણ ઓછી થાય છે.

યોગ્ય ઊંઘ
કોઈપણ વ્યક્તિ માટે ઊંઘ ખૂબ જરૂરી છે. દરરોજ તમારે ૭-૮ કલાકની યોગ્ય અને આરામદાયક ઊંઘની જરૂર હોય છે જેથી બીજા દિવસે સવારે જ્યારે તમે ઊઠો તો ફ્રેશ અનુભવો. તે કરવાથી તમને સુંદર?અને ખિલેલી સ્કિન મળશે, સાથે આંખોની નીચે કાળાં કૂંડાળાં એટલે કે ડાર્ક સર્કલ્સ પણ નહીં દેખાય. કરચલી અને એજિંગની સમસ્યાથી પણ થોડી રાહત મળશે. ઊંઘતી વખતે સ્કિન નવા કોલોજનનું ઉત્પાદન કરે છે તેથી ક્યારેક ઊંઘની સાથે સમજૂતી ન કરો અને યોગ્ય ઊંઘ લો.

ફિઝિકલી એક્ટિવ રહો
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે શારીરિક ક્રિયા ખૂબ જરૂરી છે. જે પણ તમારું મન થાય જેમ કે દોડવાનું, તરવાનું, સાઈકલિંગ, એક્સર્સાઈઝ વગેરે જરૂર કરો. વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું છે કે એક્સર્સાઈઝથી ન માત્ર તમારી સ્કિનને લાભ મળે છે પરંતુ મૂડ પણ સુધરે છે. દર અઠવાડિયે કમ સે કમ -૩-૪ કલાકની શારીરિક પ્રવૃત્તિથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તેનાથી લોહીનું પરિભ્રમણ સુધરશે, શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નીકળશે, સ્કિનને વધારે પ્રમાણમાં ઓક્સિજન મળશે, તાણને ઘટાડતા એંડોર્ફિનને પ્રોત્સાહન મળશે?અને તમને?આંતરિત રીતે શાંતિનો અહેસાસ થશે.

તાણથી દૂર રહો
આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં ઘર અને કામની વચ્ચે તાલમેલ બેસાડવાના ચક્કરમાં તાણ થવી સામાન્ય વાત છે. વધુ તાણ માથાનો દુખાવો અને હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યાનું કારણ બની શકે છે. ત્યાં સુધી કે તાણની અસર તમારી સ્કિન અને ચહેરા પર પણ દેખાવા લાગે છે. તાણથી ખીલ, વાળ ખરવા અને સફેદ થવા જેવી સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં જેા તમે તમારા કામ અને ઘરની તાણથી બચી નથી સકતા તો તેને ઘટાડવાના પ્રયાસ જરૂર કરો. મેડિટેશન કરો, એક કપ સારી ગરમ ચા પીઓ, હળવુ મ્યૂઝિક સાંભળો અથવા જે વસ્તુને તમે પ્રેમ કરો છો તે કરો. સ્વયંને સમય આપો.

ગ્રીન ટી પીઓ
ગ્રીન ટી ગુણોનો ખજાનો છે. આ ન માત્ર સ્વાસ્થ્ય માટે પરંતુ સ્કિન માટે પણ સારું પીણું છે. ગ્રીન ટી પોષક તત્વ અને એન્ટિઓક્સિડેંટથી ભરપૂર હોય છે જે તમારા શરીર માટે લાભદાયક હોય છે. તેમાં કેટેકિન સામેલ હોય છે જે એક પ્રકારનું એન્ટિઓક્સિડેંટ હોય છે, કોશિકાઓને નુકસાનથી બચાવે છે. આ લોહીનાં પરિભ્રમણમાં સુધારો લાવે છે, કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને ઓછું કરે છે?અને સ્કિનની હેલ્થમાં સુધારો લાવે છે. આ ચામાં હાજર ઈજીસીજી વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. દમકતી સ્કિન માટે તમે દરરોજ ગ્રીન ટી પીવાની ટેવ પાડો.

વાળની હેલ્થનું ધ્યાન રાખો
તમારા જાડા વાળ પણ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. સુંદર અને ચમકદાર વાળ તમારા વ્યક્તિત્વને નિખારે છે, પરંતુ પરસેવો, ધૂળ-માટી અને પ્રદૂષણ વાળની કુદરતી ચમકને ખતમ કરી દે છે. શુષ્કનિસ્તેજ વાળની અસર તમારા લુક્સ પર પણ થાય છે. વાળનું યોગ્ય ધ્યાન રાખવું અને તેમને જરૂરી પોષણ આપવું મહત્ત્વનું છે. તમે અઠવાડિયામાં કમ સે કમ એક વાર તમારા વાળને નાળિયેર તેલ, જેતૂન તેલ કે બદામનાં તેલથી માલિશ કરો. હેર સ્પા ઉપચાર પણ મહત્ત્વનો છે. વાળ માટે એવા ઉત્પાદનનો ઉપયોગ કરો જેમાં સલ્ફેટ કે નુકસાનકારક રસાયણ ન હોય. વાળ પર હીટનો ઉપયોગ ન કરો.

યોગ્ય ફીટિંગનવાળા કપડાં
પહેરવેશ તમારા વ્યક્તિત્વને ખૂબ પ્રભાવિત કરે છે. તમારો પહેરવેશ તમારા આકર્ષણનું કેન્દ્ર બને છે, તેથી તમારા કપડાની પસંદગી ખૂબ ધ્યાનથી કરવી જેાઈએ. હંમેશાં પોતાના માટે યોગ્ય ફિટિંગનાં કપડાં પસંદ કરો જે ન તો વધારે ઢીલા હોય અને ન વધારે ફિટિંગમાં. આ રંગનાં કપડાની પસંદગી કરો જે તમારા વ્યક્તિત્વને નિખારે. જ્યારે પણ શોપિંગ માટે જાઓ તમારા બોડી પ્રમાણે જ યોગ્ય સ્ટાઈલ અને સાઈઝનાં કપડાંની પસંદગી કરો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....