વાત ભલે ને ફેસ્ટિવલની હોય કે પછી ઘરને હંમેશાં અપટૂડેટ રાખવાની અને તેના માટે આપણે સમયાંતરે ઘરના ઈન્ટીરિયરને ચેન્જ કરવાની સાથે દીવાલ પર પેઈન્ટ પણ કરાવીએ છીએ, જેથી ઘર હંમેશાં ચમકતું તથા નવા જેવું લાગે, પરંતુ ઘણી વાર આપણે દીવાલ પર પેઈન્ટ કરાવતી વખતે માત્ર પેઈન્ટના કલર તથા ડિઝાઈન પર વધારે ધ્યાન આપીએ છીએ અને તેની સપાટી, રૂમના વાતાવરણ વગેરેને બાબતને સંપૂર્ણપણે ઈગ્નોર કરીએ છીએ. જેથી પેઈન્ટ સંપૂર્ણપણે ખરાબ થઈ જાય છે અથવા તેની પર પેચીસ થવા લાગે છે. ઘણી વાર પેઈન્ટ કરાવવા દરમિયાન પણ અનેક મિસ્ટેક્સ કરવામાં આવે છે, જેથી ઘણી વાર પેઈન્ટ દીવાલની શોભા વધારવાના બદલે તેને વધારે ખરાબ દર્શાવવાનું કામ કરે છે. તેથી જરૂર છે પેઈન્ટ દરમિયાન કોઈ મિસ્ટેક થાય તો તેને કેવી રીતે ફિક્સ કરી શકાય તે વિશે સમજવા અને જાણવાની :

બ્લિસ્ટરિંગ
જેા તમને જેાવા મળે કે દીવાલ પર પેઈન્ટ કરાવ્યા પછી તેની સપાટી પર દાણાદાણા ઊભરી રહ્યા હોય એટલે કે પેઈન્ટમાં બબલ્સ દેખાવા લાગે તો તેને બ્લિસ્ટરિંગ કહેવામાં આવે છે. આ સમસ્યા મોટાભાગે ત્યારે ઊભી થાય છે, જ્યારે દીવાલ પર પહેલાંથી ફૂગ (ફંગસ) અથવા મોઈશ્ચર હોય અને તેની પર ધ્યાન આપ્યા વિના પેઈન્ટ કરવામાં આવે અથવા પેઈન્ટ સુકાયા વિના તેની પર ફરીથી પેઈન્ટનો રીકોટ કરવામાં આવે ત્યારે આ સમસ્યા ઊભી થાય છે.

સોલ્યૂશન શું છે
દીવાલો પર પેઈન્ટ ત્યારે કરાવો, જ્યારે તેની પર ભેજ કે મોઈશ્ચર ન હોય. સૌપ્રથમ દીવાલ પર એક કોટ કરો અને જ્યારે તે સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તેની પર બીજે કોટ કરો, નહીં તો તેની પર બ્લિસ્ટરિંગનો પ્રોબ્લેમ થવાની સાથેસાથે પૂરો પેઈન્ટ ખરાબ થવાનો ડર પણ રહે છે. આ દીવાલો માટે હંમેશાં યોગ્ય અંડરકોટ પ્રાઈમરની પસંદગી કરો, જેથી તેની પર કોઈ પણ જાતની મુશ્કેલી ન આવે અને પેઈન્ટ સેટ થવામાં સરળતા રહે.

માઉલ્ડ
માઉલ્ડ એક પ્રકારની ફંગસ છે, જે દીવાલની સપાટી પર બ્લેક, ગ્રે, બ્રાઉન અને ગ્રીન જેવા ધબ્બા રૂપે ઊભરે છે. આ સમસ્યા એવી દીવાલો પર ઊભરે છે, જે દીવાલો પર ખૂબ વધારે મોઈશ્ચર, વેન્ટિલેશનની ગેરહાજરી અને રૂમમાં સૂર્યપ્રકાશ બિલકુલ ન આવતો હોય. આ સ્થિતિમાં જે સારી ક્વોલિટી ધરાવતા પેઈન્ટની પસંદગી કરવામાં ન આવે, તો આ સમસ્યા ખૂબ વધી જાય છે. તેથી એક્સપર્ટની સલાહ ખૂબ જરૂરી બની જાય છે, જેથી યોગ્ય સમય તથા યોગ્ય પેઈન્ટની પસંદગી કરી શકાય.

સોલ્યૂશન શું છે
જેા દીવાલ પર માઉલ્ડની સમસ્યા હોય, તેની પર પેઈન્ટ કરાવતા પહેલાં આ પ્રોબ્લેમનું સોલ્યૂશન લાવવાની જરૂર પડે છે. તેના માટે સ્ટેન બ્લોકિંગ પ્રાઈમરની તમે પસંદગી કરી શકો છો. તેના ઉપયોગથી એક દીવાલ પર ધબ્બા નથી પડતા અને બીજું એ કે મોઈશ્ચરવાળી દીવાલોને તેનાથી પ્રોટેક્શન પણ મળે છે. આવી દીવાલો માટે લો ક્વોલિટી પેઈન્ટ તથા ઓઈલ પેઈન્ટની પસંદગી કરવાથી દૂર રહો. આવી દીવાલો માટે માઉલ્ડ રેસિસ્ટેંટ પેઈન્ટ તથા પ્રાઈમરની પસંદગી કરો. તે થોડા મોંઘા જરૂર હશે, પરંતુ આ પ્રકારની દીવાલો પર ઉત્તમ રિઝલ્ટ માટે તેની પસંદગી ઠીક રહેશે.

પીલિંગ
મોટાભાગે પેઈન્ટ કરાવ્યા પછી દીવાલ પરથી તેનું નીકળી જવું ખૂબ સામાન્ય સમસ્યા છે. તેનું સીધું કારણ છે નબળી દીવાલ અથવા ગંદી, મોઈશ્ચરવાળી દીવાલ પર કોઈ ટ્રીટમેન્ટ કરાવ્યા વિના સીધો તેની પર પેઈન્ટ કરી દેવો કે પછી યોગ્ય તથા પૂરી તૈયારી વિના પેઈન્ટ કરવો, આ બધા કારણસર દીવાલ પરથી કેટલીય જગ્યાએથી પેઈન્ટ નીકળી જાય છે અને પૂરી મહેનત પર પાણી ફરી વળે છે તેમજ દીવાલ પહેલાંથી પણ વધારે ખરાબ દેખાવા લાગે છે.

સોલ્યૂશન શું છે
સૌપ્રથમ સેંડિંગ મશીનથી દીવાલને સ્મૂધ કરો, જેથી તેની પર પેઈન્ટ લગાવવા માટે સ્મૂધ બેઝ મળી શકે. ત્યાર પછી તેની પર અંડરકોટ એપ્લાય કરો અને તે સુકાયા પછી સારી ગુણવત્તાવાળો પેઈન્ટ એપ્લાય કરો. તેનાથી દીવાલ પરથી કલર નીકળી જવાની એટલે કે પીલિંગ ઓફની સમસ્યા નહીં આવે.

મડ ક્રેકિંગ
દીવાલો પર મડ ક્રેકિંગની સમસ્યા ત્યારે સર્જય છે, જ્યારે ટેક્સચર અથવા ઊભરેલી સપાટી પર બેલેંસ્ડ રીતે પેઈન્ટ ન કરીને થીક, હેવી અથવા થીન પેઈન્ટ કરાવવામાં આવે છે અને ઘણી વાર આ સમસ્યા તે સમયે થાય છે, જ્યારે પેઈન્ટને રોલરથી ન કરીને બ્રશથી કરવામાં આવે છે. તેથી દીવાલની કંડિશનને બરાબર તપાસીને પેઈન્ટ કરાવવો જેાઈએ, જેથી સારામાં સારું રિઝલ્ટ મળી શકે.

સોલ્યૂશન શું છે
આ સમસ્યાના સોલ્યૂશન માટે સૌપ્રથમ ક્રેક્સમાં ૨-૩ પાતળા કોટ્સ એપ્લાય કરો, જેથી તેની પર પેઈન્ટને ફાઈનલ કોટ આપવામાં સરળતા રહે અને જે તે જગ્યા પર વોલપેપર લગાવેલું હોય, તો તેને ચેન્જ કરીને અથવા સારી રીતે ફિલ કરીને તેની પર ફરીથી વોલપેપર સેટ કરી શકાય છે.

ડલ શાઈન
જ્યારે દીવાલની જરૂરિયાત અનુસાર પેઈન્ટની પસંદગી કરવામાં ન આવે, તો આ સ્થિતિમાં દીવાલ પર ઘણી બધી જગ્યાએ શાઈન આવવાના બદલે તેના પર ફિક્કાપણું (ડલનેસ) આવવા લાગે છે અને ઘણી વાર એવું સારી ક્વોલિટીના પેઈન્ટનો ઉપયોગ ન કરવાથી થાય છે.

સોલ્યૂશન શું છે
જેા દીવાલની સપાટી વધારે ખરબચડી હોય, તો પહેલા તેને એકસમાન એટલે કે સપાટ બનાવો. પછી તેની પર સોફ્ટ પેઈન્ટ અથવા ઓઈલ પેઈન્ટનો પણ સહારો લઈ શકો છો. ક્યારેક આવી દીવાલો માટે સસ્તા પેઈન્ટનો ઉપયોગ ન કરવો જેાઈએ, કારણ કે આમ કરવાથી તેની રોનક વધવાને બદલે તેની શાઈન પર ખોટી અસર થાય છે, જેનાથી દીવાલો ડલ દેખાવા લાગે છે.

પેઈન્ટિંગમાં રન
દીવાલની જે જગ્યાએ એક કોટમાં વધારે પેઈન્ટ લાગી જાય છે, તેથી ન માત્ર દીવાલ ખરાબ દેખાવા લાગે છે, સાથે પેઈન્ટ ઘણી વાર વહેવા પણ લાગે છે, જેને પેઈન્ટમાં રન કહેવાય છે.

સોલ્યૂશન શું છે
જેા કોઈ જગ્યાએ વધારે પેઈન્ટ લાગી જાય, તો તેની પર વધારે કોટિંગ ન કરો, પરંતુ તેને બરાબર સુકાવા દો. સુકાઈ ગયા પછી તેને ટૂલની મદદથી દૂર કરી દો, જેથી ફરીથી તે જગ્યાએ પેઈન્ટ એકસમાન થવાની સાથે પેઈન્ટ કરવામાં પણ સરળતા રહે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....