તમે પણ ગેજેટ્સ ખરીદવાને લઈને પરેશાન છો તો હવે ટેન્શન ફ્રી થઈ જાઓ, કારણ કે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક સમાધાન, જેથી તમે જાણી શકશો કે કયું ગેજેટ તમને ઉપયોગી થઈ શકે છે :

ફિટનેસ વોચ
જેા વાત કરીએ ફિટ રહેવાની, તો આજના સમયમાં ફિટનેસ વધારે જરૂરી છે, જેથી આપણે સ્વયંને બીમારીથી દૂર રાખી શકીએ. આ સ્થિતિમાં જેા તમે તમારા પોતાના કે પછી પોતાના કોઈ ખાસ માટે વોચ ખરીદવાનું વિચારી રહ્યા છો તો પછી સિંપલ વોચ ખરીદવાના ચક્કરમાં ન પડો, પરંતુ સ્માર્ટ જમાનામાં સ્માર્ટ વોચ ખરીદો, જે તમને સમય જણાવવામાં મદદ કરશે, તમારા પૂરા દિવસની એક્ટિવિટીને ટ્રેક કરવાની સાથેસાથે તમને ફિટ રહેવા મોટિવેટ કરશે. તમારે એક દિવસમાં ૬ હજાર સ્ટેપ ચાલવાની જરૂર છે તો આ તમને થોડીથોડી વારમાં જણાવશે કે તમારે હવે ચાલવાની જરૂર છે, તમારે પાણી પીવું જેાઈએ. ત્યાં સુધી કે તમારો રોજનો ફિટનેસ ગોલ પૂરો થતા તમને વેલ ડન જેવા વર્ડ્સથી મોટિવેટ કરીને તમને ફિટ રહેવા પ્રોત્સાહિત કરશે. તેનાથી તમે તમારી એક્સર્સાઈઝ, કેલરી, સ્લીપને સરળતાથી ટ્રેક કરીને સ્વયંને ફિટ રાખી શકો છો. એટલું જ નહીં કે તેનાથી તમારું સમયસર બ્લડપ્રેશર, ઓક્સિજન લેવલ અને હાર્ટ રેટ મોનિટર કરી શકો છો. તો પછી જેવીતેવી વોચ ખરીદવાના બદલે સ્માર્ટ વોચ ખરીદો.

એર પ્યોરીફાયર
એર પોલ્યૂશન આજે દિનપ્રતિદિન ચિંતાનું કારણ બની રહ્યું છે. આઉટડોરની વાત હોય કે પછી ઈન્ડોરની, દરેક જગ્યાએ એર પોલ્યૂશન છે. ‘યૂનાઈટેડ સ્ટેટ્સ એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એજન્સી’ મુજબ, ઘરની હવા બહારની હવાથી ૫ ગણી વધારે પ્રદૂષિત હોય છે, કારણ કે ઘરની હવા બહારની હવા જેટલી વધારે સર્ક્યુલેટ નથી થતી, જેથી વાયુજન્ય પ્રદૂષક તત્વો ઘરની અંદર ઊછરે છે, જ્યારે ઘરમાં લગાવેલા એર પ્યોરીફાયર ઈન્ડોર એરને ફ્રેશ કરવાની સાથે તમને અનેક જીવલેણ બીમારીથી બચાવવાનું કામ કરે છે, તેથી જ્યારે ઘર માટે કોઈ નવું ગેજેટ ખરીદવાનું મન થાય ત્યારે એર પ્યોરીફાયર અચૂક ખરીદો. આ ખૂબ કામનું ગેજેટ સાબિત થશે, પણ તેને ખરીદતી વખતે ધ્યાન રાખો કે તમે હાઈ એફિસિઅન્સી પાર્ટિકુલેટ એર ફિલ્ટર પસંદ કરો છો તો તે ૯૯ ટકા નાના પાર્ટિકલ્સને રિમૂવ કરવામાં સક્ષમ હોય છે, જે આપણને બીમાર કરવાનું કામ કરે છે, સાથે તે આપણી સ્લીપ ક્વોલિટી પણ ઈમ્પ્રૂવ કરે છે.

એલેક્સા
એલેક્સા ડિજિટલ વોઈસ આસિસ્ટન્ટ છે. આ ગેજેટ કે ડિવાઈસ વડીલોથી લઈને બાળકો સુધી બધાને પસંદ આવે છે. તેના આવ્યા પછી જીવન વધારે ગમવા લાગ્યું છે. જ્યારે મન થાય એલેક્સાને કમાન્ડ આપો અને એલેક્સાએ આપણી પસંદનું ગીત કે પછી અન્ય જાણકારી આપવાની શરૂ કરી એટલે બેઠાંબેઠાં એલેક્સા તમારું મનોરંજન કરવાનું કામ કરે છે. હા, બસ તે સમયે તમારું ઈન્ટરનેટ કનેક્શન સારી રીતે કામ કરતું હોવું જેાઈએ. તે તમારી ઈચ્છા વ્યક્ત કરતા મનપસંદ બાબત રજૂ કરે છે. પછી તેમાં મ્યૂઝિકની વાત હોય, મોસમ જાણવી હોય, કોલિંગ ફીચર હોય કે પછી બાળકોની પસંદની કહાણી પ્લે કરાવવી હોય, એલેક્સા સેકન્ડમાં કામ કરે છે. તેના માટે તમે ઈકો ડોટ થર્ડ જનરેશન, ઈકો ડોટ ફોર્થ જનરેશન વગેરે પસંદ કરી શકો છો. તો છે ને કામનું ગેજેટ.

જિમ ટૂલ્સ
તમે રોજ જિમ જવા નથી ઈચ્છતા અને ગેજેટ્સ ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો જિમ ટૂલ્સ કામનું સાબિત થઈ શકે છે, કારણ કે ઘરમાં હોવાથી તમે તેનો ઉપયોગ પણ કરશો, જેથી તમે ઘરે જ તમારી ફિટનેસનું ધ્યાન રાખી શકશો. તેના માટે પુલ રેડસર બોડી શેપર, જે વેસ્ટને ઘટાડવાની સાથેસાથે ટમીને પણ ટ્રિમ કરવાનું કામ કરે છે.
મસલ્સ ટોનર, જે તમારા મસલ્સને ટોન કરવામાં મદદ કરે છે. હિપ એક્સર્સાઈઝ સાઈકલ, જે તમારા હિપ્સને શેપ આપવાનું કામ કરે છે. બીજી બાજુ ટમી ટ્રિમર સાથે બર્ન ઓફ કેલરી ટૂલ ખરીદીને તમે સ્વયંને ફિટ રાખી શકો છો. આ બજેટ ફ્રેન્ડલી હોવાની સાથે ઈઝી ટૂ યૂઝની સાથે ઈઝી ટૂ અવેલેબલ પણ હોય છે.

રિમોટ કંટ્રોલ ગીઝર
વિંટર સીઝન છે. આ સંજેાગોમાં તમે પણ બાથરૂમ માટે ગીઝર લાવવાનું વિચારી રહ્યા છો, તો પછી સમયની સાથે સ્વયંને બદલો. આ વખતે ઘરના બાથરૂમ માટે જૂની સ્ટાઈલનું ગીઝર લાવવાના બદલે રિમોટ કંટ્રોલ ગીઝર, જે ન માત્ર તમારા બાથરૂમને સ્ટાઈલિશ લુક આપવાનું કામ કરશે, પરંતુ ટેમ્પરેચર કંટ્રોલ કરવાની સાથે એનર્જી વપરાશને ઘટાડવાની સાથે વધારે સેફ્ટી આપે છે. આ સ્માર્ટ ગીઝર તમારી મોર્નિંગને હેસલ ફ્રી બનાવવાનું કામ કરે છે. તેમાં તમારા સ્માર્ટ ફોન બેઝ એપ્લિકેશનના માધ્યમથી જેટલું ગરમ પાણી જેાઈએ, એટલું ટેમ્પરેચર સેટ કરી શકો છો, જે સમય અને વીજળી બંનેની બચત કરવાનું કામ કરે છે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....