આપણે હંમેશાં ન્યૂ યરનું સ્વાગત કરવા એક્સાઈટેડ રહીએ છીએ, કારણ કે ન્યૂ યર આપણા માટે એક નવી તક લઈને આવે છે. આપણામાં આત્મવિશ્વાસથી કંઈક કરવાની અદમ્ય ઈચ્છા જાગૃત થાય છે. આપણે ન્યૂ યર માટે અનેક પ્લાન કરીએ છીએ. આઈ એમ સ્યોર કે તમે પણ કોઈને કોઈ સેલિબ્રેશન પ્લાન કરવાનું વિચારી જ લીધું હશે. ન્યૂ યરની આસપાસ કેટલીય પાર્ટી એટેન્ડ કરીએ છીએ. તમે પણ જેા ક્રિસમસ અને ન્યૂ યરમાં પરિવારજનો, મિત્રો કે પછી કોઈ ખાસ સાથે ફરવાનો પ્લાન બનાવો છો તો અત્યારથી તૈયારી શરૂ કરો. અન્ય વસ્તુની સાથેસાથે સ્કિન કેર રૂટિન ફોલો કરો, જેથી તમારા ફેસ પર અલગ નિખાર અને ચમક દેખાશે. ન્યૂ યર પર દમકતી સ્કિન સાથે તમે સૌથી ડિફરન્ટ લુકમાં જેાવા મળશો. ફેસ પર ગ્લો લાવવા તમારે રોજ શિડ્યૂલમાં માત્ર કેટલાક સ્ટેપ સામેલ કરવાના છે. આ સંદર્ભમાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ગુંજન અઘેરા પટેલ જણાવે છે કે તમે પણ ન્યૂ યર પર સૌથી વધારે ગ્લો કરવા ઈચ્છો છો તો તમારી સ્કિનની કાળજી માટે આ ટિપ્સનું પાલન કરવાનું બિલકુલ ન ભૂલો :

એક્સફોલિએટ કરો : તમારી સ્કિન પર બ્લેક અથવા વાઈટ હેડ્સ વધારે દેખાય છે કે પછી ડેડ સ્કિન સેલ્સના લીધે ફેસ ડલ દેખાય છે તો આ સ્થિતિથી બચવા માટે તમારે નિયમિત તમારી સ્કિનને એક્સફોલિએટ કરતા રહેવું જેાઈએ. ન્યૂ યર પર ચમકતો ફેસ મેળવવા માટે આ સ્ટેપ સૌથી વધારે જરૂરી છે. એક્સફોલિએટ કરવા માટે તમે સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો અથવા ઘરે જાતે એક્સફોલિએટ બનાવી શકો છો. તેના માટે તમારે હાઈડ્રેટિંગ અને મોઈશ્ચરાઈઝિંગ તત્ત્વ અને સ્ક્રબ ઈન્ગ્રીડિએંટ્સની જરૂર પડશે. અઠવાડિયામાં વધારેમાં વધારે ૨ વાર સ્ક્રબ કરો. તેનાથી વધારે સ્ક્રબ કરવાથી સ્કિન પરનું કુદરતી ઓઈલ ગુમાવી શકો છો, જેથી સ્કિન ડ્રાય થઈ શકે છે.

સ્કિનને ડાઘધબ્બાથી મુક્ત કરો : તમારી સ્કિન પર વધારે ડાર્ક સ્પોટ દેખાય છે અને તે તમારી એક ઈનસિક્યોરિટી છે તો હવે તેની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તમે સ્કિન કેર રૂટિનમાં હ્યાલૂરોનિક એસિડ કે પછી રેટિનોલ જેવા ઈન્ગ્રીડિએંટ્સનો ઉપયોગ કરીને આ ડાઘધબ્બાને બાય કહી શકો છો. તમે ઈચ્છો તો તમારી સ્કિનને સૂટ કરતા એસેંશિયલ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. એન્ટિસ્પોટ મોઈશ્ચરાઈઝરની પસંદગી કરો, જેા તમને એક લાઈટનિંગ ટ્રીટમેન્ટ આપી શકે. દિવસમાં ૨ વાર આ પ્રકારના સીરમનો ઉપયોગ કરો છો તો અચૂક સારા પરિણામ જેાવા મળશે.

સ્કિન સાઈક્લિંગ : પૂરું અઠવાડિયું કામ કરતાંકરતાં સ્કિન ખૂબ પ્રભાવિત થઈ જાય છે, તેથી તેને રિજૂવિનેટ કરવા માટે સ્કિન સાઈક્લિંગનું પાલન કરવું જેાઈએ. આ અઠવાડિયામાં ૪ દિવસ સુધી પાલન કરવામાં આવતું રૂટિન છે, જેથી તમારી સ્કિન રિકવર પણ થાય છે. તેમાં પહેલી રાત્રે તમારે સ્કિનને એક્સફોલિએટ કરવી છે. તે માટે કેમિકલ એક્સફોલિએટનો ઉપયોગ કરવામાં આવે છે.
બીજી રાત્રે તમારે સ્કિન પર રેટિનોલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો છે. ત્રીજી અને ચોથી રાત્રેે સ્કિનને જાતે હીલ કરવા માટે છોડી દેવાની છે અને માત્ર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો. તમે એક પ્રભાવી અને સિંપલ તેમજ ઓછા સ્ટેપ્સવાળા સ્કિન કેર રૂટિન પ્રયોગ કરવા ઈચ્છો છો તો તેને ચોક્કસપણે અજમાવી શકો છો.

ખાસ ઈન્ગ્રીડિએંટ્સનો ઉપયોગ શરૂ કરો : સ્કિન માટે જરૂરી ઈન્ગ્રીડિએંટ્સની વાત કરવામાં આવે તો પેપ્ટાઈડ્સ, એલ્ગી, એલ ગ્લુટામાઈન, કોજિક એસિડ અને રેટિનોલ જેવી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તેમાં કેટલાય વિટામિન અને મિનરલ જેાવા મળે છે, જેા તમારી સ્કિન માટે લાભદાયક હોય છે. તે સ્કિન માટે એન્ટિઓક્સિડેન્ટ અને મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. આ તમામ ઈન્ગ્રીડિએંટ્સને તમારી ૨૦૨૪ ની સ્કિન કેર પ્રોડક્ટના લિસ્ટમાં સામેલ કરો.

મસાજ : તમારી સ્કિનને એક સારા અને રિલેક્સિંગ મસાજની જરૂર હોય છે. તમે ક્યારેય પણ મેકઅપ કરવાનો શરૂ કરો છો ત્યારે શરૂઆતમાં સ્કિનને પેમ્પર કરવા માટે મસાજ કરવો જેાઈએ. તેના માટે કોઈ પણ ઓઈલ કે પછી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે અને સાથે તમારા મસલ્સને લાભ મળશે. તેનાથી ડાઘધબ્બા રહિત ગ્લોઈંગ સ્કિન મેળવવામાં મદદ મળશે.

આંખને ન ભૂલો : આજકાલ શિડ્યૂલ એટલું બગડી ગયું છે કે આપણે નાની ઉંમરમાં રિંકલ્સ, લાઈન અને ડાર્ક સર્કલ્સ આવવા લાગે છે, તેથી તમારે સ્કિન કેર રૂટિનમાં આંખોનું ધ્યાન રાખવું જેાઈએ. તમારી આંખો સૂજેલી રહે છે તો કોઈ પણ ટી બેગથી આંખો નીચે થોડી વાર મસાજ કરો. ન્યૂ યર સુધીમાં તમારી આંખને ફ્રેશ લુક મળશે, જેથી તમારે વધારે કંસીલર અને ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. અંડર આઈ ક્રીમનો રોજ ઉપયોગ કરો.

ગુલાબજળનો પ્રયોગ કરો : ફેસ પર નિખાર અને ફ્રેશનેસ મેળવવા તમારે ગુલાબજળનો ખાસ ઉપયોગ કરવો જેાઈએ. તે કુદરતી રીતે ટોનરનું કામ કરે છે અને સ્કિનને રિફ્રેશ કરીને ફ્રેશ લુક આપે છે. તેનો ઉપયોગ કરવાથી સ્કિન સેલ્સ મજબૂત થાય છે. એક દિવસમાં ૨ વાર જરૂરથી ફેસ પર ગુલાબજળ સ્પ્રે કરી શકાય છે.

અલગ પ્રકારના એસિડ્સનો ઉપયોગ : જ્યારે વાત સ્કિન કેરની કરીએ છે ત્યારે મોટાભાગની મહિલાઓ માત્ર કેટલાક જાણીતા એસિડનો જ ઉપયોગ કરતી હશે, જેમાંથી ગ્લુકોલિક, સેલિસિલિક, હ્યાલૂરોનિક, લેક્ટિક મેંડેલિક વગેરે સામેલ હશે, જે સોશિયલ મીડિયા પર વધારે ફેમ છે, પરંતુ વધતી ટેક્નોલોજીની સાથે કેટલીય પ્રોડક્ટ અને સ્કિન માટે લાભદાયક એસિડનો જન્મ થઈ રહ્યો છે. તેથી તમારી સ્કિન પર જૂના એસિડ્સનું રિઝલ્ટ નથી મળી રહ્યું તો તમે કેટલીક નવી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તે પહેલાં તમારા ડોક્ટરની સલાહ અચૂક લો અને કોઈ એક ભાગમાં પેચ ટેસ્ટ જરૂર કરાવો.
વર્તમાનમાં પોલી ગ્લૂટોમિક એસિડને હ્યાલૂરોનિક એસિડની સરખામણીમાં સ્કિન માટે વધારે લાભકારક જણાવે છે. આ સ્કિનમાં ૪ ગણું વધારે પાણી હોલ્ડ કરી શકાય છે અને સ્કિનને મોઈશ્ચરાઈઝ પણ સારી રીતે કરે છે, તેથી તેનો ઉપયોગ ચોક્કસ કરી શકો છો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....