શોખ ગુલાબી હોઠ પર કેટલીય શાયરી લખાઈ છે. કોઈ પણ મહિલા અથવા છોકરીના પર્સમાં મેકઅપનો કોઈ સામાન હોય કે ન હોય, લિપસ્ટિક કે લિપગ્લોસ અચૂક હોય છે. મેકઅપમાં લિપસ્ટિકનું કેટલું મહત્ત્વ હોય છે. તે માત્ર મહિલાઓ જ સમજી શકે છે. લિપસ્ટિકના કલર અને વેરાયટી માટે કોઈ પણ મહિલા કોમ્પ્રોમાઈઝ કરવા નથી ઈચ્છતી. આજકાલ માર્કેટમાં લિપસ્ટિકના અસંખ્ય કલર અને વેરાયટી ઉપલબ્ધ છે, તેથી સિલેક્શન કરવું થોડું મુશ્કેલ છે. લિપસ્ટિક સાથે જેાડાયેલી એવી અનેક વાત છે, જે જાણવી જરૂરી છે.
આ સંદર્ભમાં એક્સપર્ટ ગુંજન અઘેરા પટેલ, સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પાસેથી જાણીએ :

મેટ લિપસ્ટિક
લિપ્સને ડ્રાય લુકની સાથેસાથે લોંગ સ્ટે આપવા માટે મેટ લિપસ્ટિક સારી હોય છે. લિપ્સ ફાટી ગયા છે તો તેને લગાવવાથી લુક બગડી શકે છે. આ લિપસ્ટિક લગાવવાનો સૌથી સારો ફાયદો એ થાય છે કે તે લોંગ લાસ્ટિંગ છે, ઓફિસિયલ મીટિંગ કે પાર્ટીમાં લગાવીને જઈ શકો છો.

ક્રીમ લિપસ્ટિક
તેનો લુક પણ મેટ લિપસ્ટિક જેવો જ છે, પરંતુ તેને એપ્લાય કર્યા પછી લિપ્સ ડ્રાય નથી દેખાતા, કારણ કે ક્રીમ લિપસ્ટિકમાં મેટથી વધારે મોઈશ્ચરાઈઝર હોય છે, જે લિપ્સને સ્મૂથ લુક આપે છે. તે કેટલીય વાર ફેલ જાય છે, તેથી તે લિપસ્ટિકને તમે એવી જગ્યાએ જ લગાવીને જાઓ, જ્યાં ખાણીપીણી ઓછી હોય અથવા તમે ફરીથી લિપસ્ટિક લગાવી શકો. તેને લગાવતાં પહેલાં લિપ્સ પર આઉટલાઈન કરો.

લિપ ગ્લોસ
લિપ્સને શાઈની લુક આપવા લિપગ્લોસ લગાવો. લિપસ્ટિકની ઉપર તે લગાવશો તો લિપસ્ટિકનો કલર શાઈની દેખાશે.

લિપ ટિંટ
લિપસ્ટિક લગાવવાનો મૂડ નથી અને લિપસ્ટિક જેવો લુક પણ જેાઈએ તો લિપ ટિંટ પરફેક્ટ છે. જે ટ્રેન્ડમાં છે અને લિપ્સને નેચરલ લુક આપે છે.

લિક્વિડ લિપસ્ટિક
લિક્વિડ લિપસ્ટિક લોંગ લાસ્ટિંગ હોય છે. લિપ્સને મેટ ફિનિશની સાથે વધુ સમય સ્ટે કરે છે.

શીયર લિપસ્ટિક
નેચરલ લુક મેળવવો હોય તો શીયર લિપસ્ટિક બેસ્ટ છે. આ લિપસ્ટિક લગાવતા પહેલાં લિપ્સને કંસીલર બેઝ બનાવો કે પછી બામથી લિપ્સને નરિશ કરો. તમે એવી લિપસ્ટિક લગાવશો તો તે તમારી પર વધારે સૂટ કરશે.

લિપ ક્રેયોન
ક્રેયોન લિપસ્ટિકની સાઈઝ થોડી મોટી હોય છે. બામની જેમ તેને લિપ્સ પર લગાવો. ફાટેલા અને ડ્રાય લિપ્સ માટે આ લિપસ્ટિક બેસ્ટ છે.

ટિંટેડ લિપ બામ
ટિંટ લિપસ્ટિકની જેમ ટિંટેડ લિપ બામ વધારે ટ્રેન્ડમાં છે. તેનાથી લિપ્સ કંફર્ટ રહે છે અને ઓફિસ કે કોલેજમાં પણ કેરી કરી શકો છો.

લિપસ્ટિકને લોંગ લાસ્ટિંગ કેવી રીતે બનાવશો :
ક્યાંક લોંગ રૂટમાં બહાર જવું છે તો મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરો. મેટ લિપસ્ટિક લોંગ સ્ટે આપે છે અને ખરાબ નથી થતી.
ક્રીમ લિપસ્ટિક લગાવ્યા પછી ટ્રાન્સલ્યૂસેન્ટ પાઉડરનો ઉપયોગ કરો. તેથી લિપસ્ટિક સેટ થશે અને લોંગ સ્ટે કરશે.
લિપસ્ટિક લગાવીને કોઈ પાર્ટી કે ફંક્શનમાં ગયા છો તો ઓઈલી ફૂડ ખાવાનું ટાળો, નહીં તો લિપસ્ટિક બગડી શકે છે.
લિપસ્ટિક લગાવવાથી કેટલીય મહિલાઓના લિપ્સ બ્લેક થવાની ફરિયાદ આવે છે. તેનાથી બચવા લિપસ્ટિક લગાવતાં પહેલાં લિપ કંસીલર જરૂર લગાવો.

લિપસ્ટિકના બેઝિક હેક્સ
લિપસ્ટિકને ટીથ પર ન લાગવા દો.
લિપસ્ટિક ફેલ ગઈ છે તો તેને કંસીલરથી છુપાવી શકો છો.
લિપસ્ટિક ડાર્ક છે તો કંસીલરથી તેનો શેડ લાઈટ કરી શકો છો.
લિપ્સને વધારે પોપઅપ કરવા માટે લિપ્સ લાઈન પર કંસીલર એપ્લાય કરો.
લિપસ્ટિકના શેડનો કોઈ આઈશેડો તૂટી ગયો છે તો તેને ટિંટ સાથે મિક્સ કરીને લિપસ્ટિક તરીકે ઉપયોગ કરો.

કયા સ્કિનટોન પર કઈ લિપસ્ટિક
સ્કિનટોન મુજબ હંમેશાં લિપસ્ટિક પસંદ કરો. કેટલીય મહિલાઓને ખબર નથી હોતી કે તેમના સ્કિનટોન પર લિપસ્ટિકનો કયો રંગ સારો લાગશે. જાણકારી વિના લિપસ્ટિક લગાવવાથી લુક બગડી શકે છે. તેથી લિપસ્ટિકની પસંદગી હંમેશાં સ્કિનટોન મુજબ કરો.
ફેર સ્કિન ટોન પર હંમેશાં બ્રાઈટર શેડની લિપસ્ટિક શૂટ કરે છે જેમ કે લાઈટ પિંક, ન્યૂડ પિંક અને રેડ કલર.
સ્કિનટોન મીડિયમ છે તો તમે ચેરી, મીડિયમ બ્રાઉન અને મરૂન કલર ટ્રાય કરી શકો છો. આ બધા શેડ તમારી પર સારા લાગશે અને તમારા લુકને કોમ્પ્લિમેન્ટ કરશે. તે ઉપરાંત તમે ન્યૂડ શેડ ટ્રાય કરી શકો છો.
તમારો સ્કિનટોન ડાર્ક છે તો તમે ડાર્ક રેડ, ડાર્ક પિંક, ડાર્ક બ્રાઉન જેવા ડાર્ક શેડ પસંદ કરી શકો છો.

લિપસ્ટિક લેતી વખતે ધ્યાન રાખો
લિપસ્ટિકની બાબતમાં દરેક મહિલા અને છોકરીને તેની સાથે જેાડાયેલી નાનામાં નાની જાણકારી હોવી જરૂરી છે. જાણકારી વિના લિપસ્ટિક ખરીદવી અને લગાવવી બંને તમારા લુક પર ભારે પડી શકે છે.
લિપસ્ટિકનો કલર હંમેશાં તમારી સ્કિન ટોન મુજબ ખરીદો.
તમારો સ્કિન ટોન કેવો છે તેને ધ્યાનમાં રાખીને લિપસ્ટિક પસંદ કરો.
જેા લિપ્સ ડ્રાય છે તો ક્રીમ લિપસ્ટિકનો ઉપયોગ કરો. જેા લિપ્સ ઓઈલી છે તો મેટ લિપસ્ટિક પસંદ કરો.
તમે ડીપ શેડની લિપસ્ટિક ખરીદો છો તો તેનાથી તમારા લિપ્સ નાના દેખાશે અને તમે ડાર્ક શેડની લિપસ્ટિક યૂઝ કરો છો તો તેનાથી લિપ્સ મોટા દેખાય છે.
લિપસ્ટિક લેતી વખતે પહેલા એક વાર તેને ટ્રાય જરૂર કરો.

કઈ લિપસ્ટિક ખરીદશો
કેટલીય મહિલાઓ છે, જેા બજેટમાં લિપસ્ટિક ખરીદવાનું પસંદ કરે છે તો બીજી બાજુ કેટલીય મહિલાઓ એવી છે જે બ્રાન્ડેડ અને મોંઘી લિપસ્ટિક ખરીદવાનું પસંદ કરે છે. લિપસ્ટિક કોઈ પણ હોય તેનો ઉપયોગ કરવાની ટેક્નિક સારી હોવી જેાઈએ.
મોંઘી લિપસ્ટિકની વાત કરીએ તો ભારતમાં સૌથી મોંઘી લિપસ્ટિક બ્રાન્ડ ટોમ ફોર્ડ, મેક, બોબી બ્રાઉન, ફેંટી બ્યૂટિ, હુડા બ્યૂટિ, કેટ વોન ડી, ગુચ્ચી, શેલોંટ ટિલબરી, પેટ મેકગ્રાથ, ડાયર, નતાશા મૂર વગેરે છે જેની ક્વોલિટી સારી છે, પરંતુ કિંમત ૨-૩ હજારથી શરૂ થઈને ૮-૧૦ હજાર સુધી હોય છે. કેટલાય પોકેટ ફ્રેન્ડલી બ્રાન્ડ્સ છે જેની લિપસ્ટિક સારી ક્વોલિટીની હોય છે અને તે મહિલાઓમાં લોકપ્રિય છે જેમ કે લોરિયલ, મેબેલિન, ફેસસ કેનેડા, લેક્મે, શુગર કોસ્મેટિક, ઈનસાઈટ, પ્લમ, એલી૧૮ વગેરે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....