શું તમે જાણો છો કે ઘણી વાર લોકો તમારી ઉંમરનો અંદાજ ન માત્ર તમારો ફેસ જેાઈને લગાવે છે, પણ તમારા હાથ જેાઈને પણ લગાવે છે? ફેસની જેમ હાથ પર પડેલી કરચલી અને ફાટેલી એડી જેાવામાં સારી લાગતી નથી. તેનાથી લોકો તમારી ઉંમરનો અંદાજ લગાવે છે. જેા તમે વિચારી રહ્યા છો કે બસ મહિના, ૨ મહિનામાં તમે મેનીક્યોર, પેડીક્યોર કરાવી લીધું અને તમારા હાથપગ ચમકશે તો આ તમારી ભૂલ છે, કારણ કે આ પ્રોસેસ તમારા હાથપગને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે તો બીજી બાજુ હેન્ડ એન્ડ ફુટ માસ્ક સ્કિનને એક્સફોલિએટ કરવાની સાથે ડીપ હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે, સાથે તેનાથી કોશિકાઓમાં ફરીથી નવો જીવ આવી જાય છે અને સ્કિન સોફ્ટ, સ્મૂધ બનવાની સાથે વેલ ગ્રૂમ્ડ દેખાય છે અને દરેક મહિલા ઈચ્છે છે. આવો જાણીએ, તમે કેવા માસ્કની પસંદગી કરીને ફેસની જેમ હાથપગની સુંદરતા વધારશો :

લીડર્સ ફૂટ પીલિંગ માસ્ક : તમે ઘરે પગને સોક્સથી કવર કરીને રાખો છો કે પછી તમે બહાર વધારે નીકળો છો, ઠંડી અથવા શુષ્ક હવા તમારા પગના ભેજને છીનવીને ડ્રાય અને નિસ્તેજ બનાવે છે અથવા બદલાતી મોસમ તેની હાલત બગાડી દે છે. આ સ્થિતિમાં ફુલ પીલિંગ માસ્ક તમારા પગની સ્કિનને સુપર સોફ્ટ બનાવવાનું કામ કરે છે.
હકીકતમાં તેમાં લેક્ટિક અને ગ્લાઈકોલિક એસિડ છે, જે ડેડ સ્કિનને રિમૂવ કરવાની સાથે પગને ક્લીન અને ક્લીયર બનાવવાનું કામ કરે છે. તેથી ધીરેધીરે પગની ડ્રાયનેસ દૂર થવા લાગે છે.

લીડર્સ હેન્ડ મોઈશ્ચરાઈઝિંગ માસ્ક : કોમળકોમળ હેન્ડ્સ કોને નથી ગમતા, પરંતુ કેટલીય વાર કેરના અભાવે તો કેટલીય વાર મોસમના મારના લીધે હાથ રફ થવાની સાથે કેટલીય વાર હાથની સ્કિન પણ નીકળવા લાગે છે, જેની સમય રહેતા કેર કરવામાં ન આવે તો હાથ દેખાવે ખરાબ દેખાય છે, સાથે કેટલીય વાર સ્કિન નીકળવાથી દર્દ થાય છે. એવામાં જરૂર છે હેન્ડ મોઈશ્ચરાઈઝિંગ માસ્કની, જે સ્કિનમાં જઈને તેને ડીપલી હાઈડ્રેટ અને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે, કારણ કે તેમાં શિયા બટર, ઓર્ગન ઓઈલ, કોકો બટર, મેંગો સીડ એક્સ્ટ્રેક્ટ જેવા ઈનગ્રીડિએંટ્સ છે, જે સ્કિનને નરિશ કરવાનું કામ કરે છે તો પછી ટ્રાય કરતા વિચારવું શું.

ઈનિસફ્રી સ્પેશિયલ કેર હેન્ડ એન્ડ ફૂટ માસ્ક : સ્પેશિયલ કેર હેન્ડ માસ્ક તમારા હાથની સ્કિનને મોઈશ્ચરાઈઝ અને નરિશ કરીને તેને હેલ્ધિ બનાવવાનું કામ કરે છે, કારણ કે માત્ર હાથ પર ક્રીમ લગાવવાથી કામ નથી બનતું કે પછી નેલ્સને રંગવાથી હાથ સુંદર નથી લાગતા. તેના માટે હેન્ડ માસ્કની જરૂર હોય છે, એવામાં હર્બલ ગ્રીન કોમ્પ્લેક્સ એક્સ્ટ્રેક્ટ સાથે ૭ નેચરલ હર્બલ એક્સ્ટ્રેક્ટ હાથની સ્કિનના ઈલાસ્ટિસિટી વધારવાની સાથે તેને સોફ્ટ અને સુંદર બનાવવામાં મદદ કરે છે.

ટોનીમોલી ફુલ માસ્ક : તમે પાર્ટીમાં જવા માટે સુંદર સી ડ્રેસ સાથે સુંદર સેન્ડલ ખરીદ્યા છે, જે તમારી પર પ્રીટી લાગશે, પણ તમારા પગ બિલકુલ પ્રીટી નથી, જેથી કોઈ પણ પ્રકારના સેન્ડલ પગ પર શોભવા મુશ્કેલ છે. એવામાં ટોનીમોલી શાઈની ફૂટ માસ્ક, સુપર સ્મૂધ બનાવવાની સાથે તેને પ્રીટી લુક આપવાનું કામ કરશે, કારણ કે તેમાં સેલિસિલિક એસિડ, ગ્લાઈકોલિક એસિડ, લવેન્ડર, ઓર્ગન ઓઈલ અને પિપરમિંટ જેવા ઈનગ્રીડિએંટ્સ છે, જે પગની સ્કિનને એક્સફોલિએટ કરવાની સાથે તેને સ્મૂધ બનાવવાનું કામ કરે છે, તો આજે જ ટ્રાય કરો આ ફૂટ માસ્ક.

અવિનો રિપેરિંગ હેન્ડ માસ્ક : તમે પણ હાથને સોફ્ટ બનાવવા માંગો છો કે પછી ઈચ્છો છો કે જ્યારે પણ કોઈ તમારા હાથને ટચ કરે તો તેને સોફ્ટ ફીલ થાય, તો તમે રિપેરિંગ હેન્ડ માસ્ક ટ્રાય કરો. આ શુષ્ક મોસમમાં ડિમાન્ડમાં હોવાથી તેનું રિઝલ્ટ સારું છે, કારણ કે તેમાં શિયા બટર અને પ્રીબાયોટિક ઓટ્સની ખૂબી છે. પ્રીબાયોટિક ઓટ્સ જ્યાં ડેમેજ સ્કિનને હીલ કરવામાં મદદ કરવાની સાથે હાર્શ મોસમથી સ્કિનને બચાવવાનું કામ કરે છે, બીજી બાજુ શિયા બટર સ્કિનનો સોજેા ઘટાડીને તેને સોફ્ટ અને સ્મૂધ બનાવવામાં મદદ કરે છે, સાથે તે પેરાબિન અને ફ્રેગરેંસ ફ્રી હોવાથી ઈઝી ટૂ યૂઝ છે.

ફેસ શોપનો ફૂટ પીલિંગ માસ્ક : આ પગ માટે નેચરલ ડિટોક્સનું કામ કરે છે, સાથે તમારા પગને એટલા સોફ્ટ બનાવે છે કે તમને ન માત્ર તે જેાવા ગમે છે, પરંતુ જ્યારે તમે તેને ટચ કરો છો ત્યારે તમને તમારા પગ બિલકુલ બેબી સોફ્ટ ફીલ થાય છે. હકીકતમાં તેમાં પ્લાન્ટ ડિરાઈવ્ડ ઈનગ્રીડિએંટ્સ અને પાઈન લીફ એક્સ્ટ્રેક્ટ છે, જે ડેડ સ્કિનને રિમૂવ કરવાનું કામ કરે છે, જેથી સ્કિનમાં ફરીથી સોફ્ટનેસ આવી જાય છે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....