ચહેરો ચાંદ જેવો ચમકતો રહે, તેની પર એક પણ ડાઘધબ્બા કે ખીલ ન હોય, એવું દરેક છોકરી તથા મહિલા ઈચ્છે છે, પરંતુ ઈચ્છવા છતાં કોઈની આ ઈચ્છા પૂરી નથી થઈ શકતી, કારણ કે એક પ્રદૂષણ, લાઈફસ્ટાઈલ અને બીજું આપણું સ્કિન કેર રૂટિન આપણા ચહેરા પર ખીલ જેવી સમસ્યાને જન્મ આપે છે. આમ તો બીજા ઘણા બધા કારણ છે ખીલ થવાના, પરંતુ કારણ ગમે તે હોય, ખીલ દેખાવમાં સારા નથી લાગતા. સાથે તે આપણા આત્મવિશ્વાસને ઘટાડવાનું કામ પણ કરે છે. આ સ્થિતિમાં જરૂરી છે ખીલની ટ્રીટમેન્ટ માટે યોગ્ય બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની. તો આવો જાણીએ તેના વિશે :

ન્યૂટ્રોજિના ઓઈલ ફ્રી ફેસવોશ
આ ફેસવોશ તથા ક્લીંઝર ખીલ પ્રોન સ્કિન માટે ખૂબ સારા છે, કારણ કે તેમાં સેલિસિલિક એસિડ, જે સ્કિનના આઉટર લેયરને ક્લીન કરવાની સાથેસાથે પોર્સમાં જઈને સીબમને રિમૂવ કરવાનું કામ કરે છે. તે પોર્સને ક્લોગ થવાથી પણ અટકાવે છે. તેમાં રહેલો ગ્લાઈકોલિક એસિડ, ઈવન સ્કિન ટોન આપવાનું કામ કરે છે અને તેમાં રહેલો લાઈપોહાઈડ્રોક્સી એસિડ સ્કિન પરથી એક્સેસ ઓઈલને રિમૂવ કરીને ક્લીયર સ્કિન આપવાનું કામ કરે છે. આ ફેસવોશની ખાસિયત એ છે કે તે દરેક સ્કિન ટાઈપ પર સૂટ કરવાની સાથેસાથે સ્કિનને હાઈડ્રેટ રાખે છે.

કાયા સેલિસિલિક એસિડ ફેસવોશ
આ માઈલ્ડ ક્લીંઝર તમારી સ્કિનને ડીપ ક્લીન કરીને ખીલની સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે, કારણ કે તેમાં છે સેલિસિલિક એસિડ, જે સ્કિનને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના પોર્સને ડીપ ક્લીન કરવાનું કામ કરે છે, જેનાથી પોર્સમાં જામેલી ગંદકી, ધૂળમાટી તથા ઓઈલ સરળતાથી રિમૂવ થઈ જાય છે, સાથે તે સ્કિનને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે. જેા તમારે ખીલ વિનાની સુંદર સ્કિન જેાઈતી હોય, તો આ ફેસવોશ માત્ર થોડા અઠવાડિયામાં તમારી સ્કિન પર મેજિક ઈફેક્ટ આપવાનું કામ કરે છે.

સોલફ્લાવર ગ્રેપસીડ ઓઈલ
તમે ખીલની સમસ્યાથી પરેશાન છો અને અનેક બ્યૂટિ ટ્રીટમેન્ટ લઈને થાકી ગયા છો તો હવે સોલફ્લાવર ગ્રેપસીડ ઓઈલને તમારી બ્યૂટિ કિટમાં ઈન કરી લો, કારણ કે તેમાં એન્ટિમાઈક્રોબિયલ પ્રોપર્ટી હોવાથી તે ખીલ આઉટબ્રેક્સને ટ્રીટ કરવામાં ઉપયોગી છે, કારણ કે જ્યારે બેક્ટેરિયા પોર્સમાં ઊંડાણ સુધી જઈને બ્રેકઆઉટનું કારણ બને છે ત્યારે આ ઓઈલ પોર્સને ડીપ ક્લીન કરીને તમને ખીલથી રાહત પહોંચાડવાનું કામ કરે છે. આ નોન કોમેડોજેનિક હોવાની સાથે સ્કિન માટે પરફેક્ટ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે, સાથે ખીલને ઓછા કરવાની સાથે ચહેરા પરના ડાઘધબ્બાને લાઈટ કરીને ક્લીયર તથા બ્યૂટિફુલ સ્કિન આપે છે.

ધ બોડી શોપ, ટી ટ્રી સોલ્યૂશન
ટી ટ્રી ઓઈલમાં એન્ટિઈન્ફ્લેમેટરી તથા એન્ટિમાઈક્રોબિયલ પ્રોપર્ટી હોવાથી તે ખીલને ટ્રીટ કરવાની સાથે તેના લીધે થતી રેડનેસ, બળતરા અને સોજાને પણ ઘટાડવામાં મદદ કરે છે, સાથે સ્મૂધ તથા ક્લિયર સ્કિન આપવામાં તેનો મહત્ત્વનો રોલ હોય છે. તે ચહેરા પરથી એક્સ્ટ્રા ઓઈલને ઓછું કરીને સ્કિનને ફ્રેશ લુક આપે છે. તેના ૧-૨ ટીપા સ્કિન પર એપ્લાય કર્યા પછી તરત ચહેરા પર મેજિક ઈફેક્ટ આપવા લાગે છે. ખાસ વાત એ છે કે તે એક નેચરલ ઈન્ગ્રીડિએન્ટ હોવાની સાથેસાથે સ્કિનને સુપર હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે.

લા રોચે પોસે ખીલ ફેસવોશ
તમને ખીલ તથા ક્લોગ પોર્સની સમસ્યા હોય તો આ જેલ ફેસવોશ તમારી સ્કિન માટે ખૂબ ઈફેક્ટિવ રહેશે, કારણ કે તેમાં છે ૨-૫ ટકા માઈક્રોનીઝેડ બેન્ડોઈલ પેરોક્સાઈડ, જે સ્કિન પર જેન્ટલ ઈફેક્ટ આપીને ખીલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. વળી તેમાં હોય છે બેક્ટેરિયાને મારવાની ક્ષમતા, જે ખીલ માટે જવાબદાર હોય છે. સાથે તેમાં છે ગ્લિસરીન જેવું ઈન્ગ્રીડિએંટ, જે સ્કિનને હાઈડ્રેટ પણ રાખે છે અને સ્કિન પ્રોબ્લેમને પણ ઠીક કરે છે. તમને ખીલના લીધે ચહેરા પર જે પણ બળતરા થતી હોય છે, તેને ગ્લિસરીન શાંત કરીને સ્કિનને કૂલ ડાઉન કરવામાં મદદ કરે છે.

ખીલ ફ્રી સ્ક્રબ ટ્રીટમેન્ટ
ખીલ ફ્રી તથા બ્લેકહેડ્સ રિમૂવિંગ સ્ક્રબ જેમાં છે ચારકોલ તથા ૨ ટકા સેલિસિલિક એસિડ, જે સ્કિનને એક્સફોલિએટ કરવાની સાથે પોર્સને અનક્લોગ કરવાનું કામ કરે છે. એક તરફ ચારકોલની એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટી પોર્સમાંથી બેક્ટેરિયાને રિમૂવ કરવામાં હેલ્પ કરવાની સાથે કંપ્લેક્શનને ઈમ્પ્રૂવ કરવામાં મદદરૂપ બને છે, બીજી તરફ તેમાં રહેલો સેલિસિલિક એસિડ ઈન્ગ્રીડિએન્ટ સ્કિનને માઈલ્ડ રીતે એક્સફોલિએટ કરવાનું કામ કરે છે. તો થઈ ને ખીલ માટેની આ બેસ્ટ ટ્રીટમેન્ટ.

સુપરમડ ચારકોલ માસ્ક
આ ચારકોલ માસ્કને ખીલવાળી સ્કિન માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે, કારણ કે તેની એબ્સોર્બિંગ પ્રોપર્ટી સ્કિનમાં ઊંડાણ સુધી જઈને પોર્સમાંથી ગંદકીને બહાર કાઢવાની સાથે સ્કિનના નેચરલ ઓઈલને બેલેન્સ કરવાનું કામ કરે છે. તેમાં ૬ એક્સફોલિએટિંગ એસિડ અને સક્રિય ચારકોલની ક્ષમતા હોવાથી તે ખીલ અને ડાઘધબ્બાને કંટ્રોલ કરવાની સાથે જૂના ડાઘધબ્બા માટે પણ ખૂબ અસરકારક છે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....