મારી ઉંમર ૨૫ વર્ષ છે. હું હંમેશાં હર્બલ બ્લીચનો ઉપયોગ કરું છું. થોડા દિવસ પહેલાં મેં ઓક્સી બ્લીચનો ઉપયોગ કર્યો હતો, જેનાથી મારા ફેસ પર ખૂબ બળતરા થઈ રહી છે. તમે જણાવો કે હું શું કરું?
હર્બલ બ્લીચમાં કોઈ જ કેમિકલ નથી હોતું, તેથી તેનો ઉપયોગ કરતા તમને કોઈ પરેશાની ન થવી જેાઈએ, પરંતુ ઓક્સી બ્લીચમાં કેમિકલ હોય છે અને શક્ય છે કે તેમાં રહેલું કેમિકલ તમારી સ્કિનને સૂટ ન કરી રહ્યું હોય, એટલે તમને બળતરા થઈ રહી હશે. તેથી હવે પછી તમારે હર્બલ બ્લીચનો ઉપયોગ કરવો જેાઈએ. આમ હર્બલ બ્લીચથી પણ એલર્જી થઈ શકે છે. ક્યારેક-ક્યારેક લીંબુ અથવા કાકડીથી કોઈને એલર્જી થાય છે. જેાકે જે વસ્તુ તમને સૂટ કરી રહી હોય તેને તમારે બદલવી ન જેાઈએ. ઓક્સી બ્લીચની ખાસિયત સાંભળ્યા પછી જરૂર ઈચ્છા થાય છે કે તેનો ઉપયોગ કરી જેાઈએ, પરંતુ સલાહ છે કે જે વસ્તુ તમને સૂટ કરતી હોય તેને ન બદલો તો જ સારું છે. જેા કોઈ પણ વસ્તુથી એલર્જી થાય તો તે સમયે દહીંમાં ક્રશ કરેલો બરફ મિક્સ કરીને ફેસ પર મસાજ કરો. તેનાથી બળતરા દૂર થશે.

હું જ્યારે પણ મસકારા લગાવું છું, ત્યારે મારી આંખમાંથી પાણી વહેવા લાગે છે. મારે શું કરવું જેાઈએ?
મને લાગે છે કે આ સમસ્યાના ૨ કારણ હોઈ શકે છે. એક તો શક્ય છે કે જેા મસકારાનો તમે ઉપયોગ કરી રહ્યા છો તેની અંદર કોઈ એવું કેમિકલ હોવું જેાઈએ જે તમને સૂટ ન કરી રહ્યું હોય અને બીજું કારણ એ હોઈ શકે છે કે તમને મસકારા યોગ્ય રીતે લગાડતા નથી આવડતું. લાગે છે મસકારાનું બ્રશ તમને ખૂંચતું હશે, તેથી તમારી આંખમાંથી પાણી આવવા લાગે છે. જ્યારે મસકારા લગાવો ત્યારે ઉપરની તરફ જુઓ અને બ્રશને આંખોની બિલકુલ નજીક ન લાવો. આ જ રીતે મસકારાને નીચેની પાંપણ પર લગાવતી વખતે સામેની તરફ જુઓ અને બ્રશને આંખ સાથે ટચ ન થવા દો. આમ આજે મસકારાનું એક ખૂબ સારું ઓલ્ટરનેટિવ આવી ગયું છે આઈલેશ એક્સટેંશન. તમે એક વાર આઈલેશ એક્સટેંશન કરાવશો તો તે ૨૦ દિવસ સુધી જળવાઈ રહે છે. તેમાં ૧-૧ લેશને તમારી લેશિસ સાથે જેાડવામાં આવે છે ન કે સ્કિન પર. તેથી તેનાથી કોઈ તકલીફ નથી થતી. ૨૦ દિવસ પછી ૧-૧ કરીને લેશિસ ખરવા લાગે છે. તે તમારી લેશિસ નથી હોતી, પરંતુ લગાવેલી લેશિસ હોય છે, કારણ કે લગાવતી વખતે જેા ગ્લુનો ઉપયોગ કરવામાં આવે છે તે ધીરેધીરે કરીને ઢીલું પડવા લાગે છે. તેથી જ્યારે પણ આઈલેશ એક્સટેંશન લગાવો પેકેજ લઈ લો, જેથી આ પ્રક્રિયા દરમિયાન જેા લેશિસ ખરે તેને વચ્ચેવચ્ચે ફરીથી ફિલ કરાવતા રહો.

મેં જ્યારથી વાળ શોર્ટકટ કરાવ્યા છે, ત્યારથી મારા વાળ ખરવાના શરૂ થઈ ગયા છે. જણાવો કે હું શું કરું કે મારા વાળ ખરતા બંધ થઈ જાય અને ફરીથી લાંબા પણ થઈ જાય?
વાળ કટ કરાવવાથી વાળ ખરવા શરૂ થાય છે તે માન્યતા ખોટી છે, પરંતુ વાળને કટ કરાવવાથી તેનો ગ્રોથ વધતો હોય છે, કારણ કે કટ કરાવ્યા પછી પૂરું પોષણ તમારા વાળને મળી રહ્યું છે, તેથી તે જલદી વધવા લાગે છે. જેાકે વાળ ખરવાના ઘણા બધા રીઝન હોઈ શકે છે, જેમ કે ખોરાકમાં પ્રોટીનની ઊણપ, કારણ કે વાળ બને છે હાર્ડ પ્રોટીન કેરોટિનથી. તમે ખોરાકમાં પ્રોટીનની માત્રાને વધારો, જેમ કે દૂધ, દહીં, ઈંડાં, લીલા શાકભાજી, રાજમા, વિવિધ દાળ, ચિકન વગેરે. સાથે ચેક પણ કરો કે ક્યાંક તમારા હોર્મોન્સ ઈમબેલેન્સ નથી ને. તેના માટે તમે કોઈ હેર કન્સલ્ટન્ટ અથવા કોઈ સારા ક્લિનિકમાં જઈને કાઉન્સેલરને મળો જેા તમારા વાળ ખરવાના કારણને શોધી લે. થાઈરોઈડ અથવા બીજા હોર્મોન્સ ઈમબેલેન્સ થવાથી વાળ ખરવા શરૂ થાય છે. ઘરે હેડ મસાજ કરો. તેના માટે એરોમેટિક ઓઈલનો ઉપયોગ કરી શકો છો, જેમાં લવંડર પ્લસ રોઝમેરી ઓઈલ હોય અથવા એક પેકનો ઉપયોગ કરી શકો છો. આ પ્રયોગ માટે રાત્રે ૧ કપ દહીંમાં ૨ મોટી ચમચી મેથીના દાણા પલાળી દો અને સવારે તેને બારીક પીસી લો. પછી તેમાં ૨ મોટી ચમચી ફ્રેશ એલોવેરા જેલ મિક્સ કરો. જેા ઈંડા ખાતા હોય તો ૧ ઈંડું તેમાં નાખી દો. ૧ ચમચી મધ તથા ૧ ચમચી ઓલિવ ઓઈલ તેમાં મિક્સ કરો. આ પેકને વાળના મૂળમાં લગાવો અને તેને ૧ કલાક રાખીને ધોઈ લો. આવું સતત કરતા રહેવાથી વાળ લાંબા થઈ જાય છે.

હું વર્કિંગ વુમન છું અને આજકાલ વરસાદમાં બહાર જવાથી વાળ ભીના થઈ જાય છે. સમજતું નથી કે રોજ શેમ્પૂ કરું કે નહીં. ડર લાગે છે કે રોજ શેમ્પૂ કરવાથી ક્યાંક વાળ ખરવા ન લાગે. જણાવો કે હું શું કરું?
જ્યારે પણ તમારા વાળ ભીના હોય ત્યારે તેને સૂકવવાથી વાળના ખરવાના ચાન્સિસ રહેતા હોય છે. આ સ્થિતિમાં બેટર રહે છે કે તમે શેમ્પૂ કરી લો. જેા રોજરોજ શેમ્પૂ કરવાની જરૂર પડતી હોય તો તમે કોઈ માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો, કારણ કે ધૂળમાટી અને ઓઈલ તમારા સ્કેલ્પમાં પહેલાંથી રહેલા હોય છે. જેવું માથા પર પાણી પડે છે, ત્યારે તે ધૂળમાટી તમારા માથા પર જામી જાય છે અને ઈંફેક્શન અથવા ડેન્ડ્રફનું જેાખમ રહે છે. તેથી વાળ વરસાદમાં પલળ્યા હોય તો તેને સૂકવવાના બદલે શેમ્પૂ કરવું જરૂરી છે.

મારો રંગ ડાર્ક છે. મારે કયા રંગની લિપસ્ટિક લગાવવી જેાઈએ, જે મારી પર સૂટ થાય?
અમારું માનવું છે કે જેા તમારો રંગ ડાર્ક હોય તો લાઈટ કલરની લિપસ્ટિક તમારે લગાવવી જેાઈએ, પરંતુ એવું નથી. જેા તમારો રંગ ડાર્ક હોય તો પણ તમારી પર ડાર્ક કલરની લિપસ્ટિક વધારે સૂટ કરશે, જેમ કે મરૂન, ડાર્ક બ્રાઉન, મોવપર્પલ વગેરે કલર સારા લાગશે. કોકાકોલા, ડીપ બ્રાઉન, ચેરી રેડ, ડીપ રેડ અને પલ્મ શેડ પણ ખૂબ સૂટ કરશે.
– ડો. ભારતી તનેજા.

વધુ વાંચવા કિલક કરો....