સામગ્રી ચાસણી માટે :
૧ કપ ખાંડ
૧ કપ પાણી
થોડો ઈલાયચી પાઉડર
૧ મોટી ચમચી લીંબુનો રસ
૨ મોટી ચમચી ગુલાબ જળ.

સામગ્રી ગુલાબજાંબુ બનાવવા :
૧ કપ મિલ્ક પાઉડર
૪ મોટી ચમચી મેંદો
૧ મોટી ચમચી સોજી
ચપટી બેકિંગ સોડા
૧ મોટી ચમચી ઘી
૧ મોટી ચમચી દહીં
૪-૫ મોટી ચમચી દૂધ.

અન્ય સામગ્રી :
તળવા માટે ઘી કે તેલ
ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ્સ.

રીત :
એક પેનમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ધીમી આંચ પર ત્યાં સુધી ફેરવતા રહો જ્યાં સુધી તે સ્ટિકી ન થઈ જાય. પછી ઈલાયચી પાઉડર નાખો. હવે ક્રિસ્ટલ બનાવતા રોકવા માટે લીંબુનો રસ નાખીને ઢાંકીને એક બાજુ મૂકી દો. પછી ગુલાબજંાબુ બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં મેંદો, મિલ્ક પાઉડર, સોજી અને બેકિંગ સોડા નાખીને બરાબર મિક્સ કરો. પછી તેમાં ઘી?અને દહીં મિક્સ કરીને બરાબર ફેરવતા તેમાં દૂધ મિક્સ કરીને સોફ્ટ ડો તૈયાર કરો. આ ડોના નાનાં નાનાં બોલ્સ બનાવીને તેમને સોનેરી થવા સુધી તળીને તેમને ગરમ ચાસણીમાં નાખીને ૪૦ મિનિટ માટે ઢાંકીને મૂકી દો. પછી ડ્રાયફ્રૂટ્સથી સજાવીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....